
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા રોમાંચક મુકાબલામાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 7 રનથી હરાવીને સિરીઝમાં અજેય લીડ મેળવી લીધી છે. 29 નવેમ્બરના રોજ રમાયેલા આ ચોથા T20માં ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતાં 181 રન બનાવ્યા, જ્યારે એક સમયે ટીમનો સ્કોર 32/4 હતો.
સેમ કરને શાનદાર અડધી સદી ફટકારી, તો અંતમાં જેમી ઓવરટને 9 બોલમાં 3 છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા. જો કે, બેટિંગ દરમિયાન તે અમ્પાયરના એક નિર્ણયથી નારાજ જોવા મળ્યો હતો. ત્યારબાદ તે મિશેલ માર્શ સાથે ઉગ્ર બોલાચાલી કરતો જોવા મળ્યો હતો.
જેમી ઓવરટન ઈંગ્લેન્ડની ઇનિંગના અંતિમ ઓવરના ત્રીજા બોલ બાદ અમ્પાયરના નિર્ણયથી નારાજ હતો. વાસ્તવમાં તેને લાગ્યું કે, આ બોલ Wide હોવો જોઈતો હતો. જો કે, તે Wide હતો નહીં.
ત્યારબાદ ઓવરટન ગુસ્સે થઈ ગયો, તે બોલરને રોકીને તેની સાથે બોલાચાલી કરતા જોવા મળ્યો. આ પછી ઓસ્ટ્રેલિયન કેપ્ટન પાસે ગયો અને તેની સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી હતી.
જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા રોમાંચક મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 7 રનથી હરાવીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન મિશેલ માર્શે સદી ફટકારી હતી અને 57 બોલમાં 9 ચોગ્ગા-9 છગ્ગાની મદદથી 119 રનની યાદગાર ઇનિંગ રમી હતી.
જો કે, તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે 12 રનની જરૂર હતી પરંતુ બે વિકેટ ગુમાવીને ટીમ 4 રન જ બનાવી શકી. અંતે ઈંગ્લેન્ડે મુકાબલો 7 રનથી જીતી લીધો.