T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન ન મળ્યા બાદ, જેક ફ્રેઝર મેગાર્ક પ્રથમ વખત મેદાનમાં ઉતર્યો અને આ જમણા હાથના બેટ્સમેને તબાહી મચાવી. દિલ્હી કેપિટલ્સના આ ઓપનરે રાજસ્થાન રોયલ્સના બોલરોની જાણે મજાક ઉડાવી હતી. મેગાર્કે અરુણ જેટલી સ્ટેડિયમમાં માત્ર 20 બોલમાં 50 રનની ઈનિંગ રમી હતી. મોટી વાત એ છે કે મેગાર્કે માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી હતી અને તેણે આ ટૂર્નામેન્ટમાં એક ખાસ હેટ્રિક પણ પોતાના નામે કરી લીધી હતી.
જેક ફ્રેઝર મેગાર્કે આ સિઝનમાં ચાર અડધી સદી ફટકારી છે, જેમાંથી ત્રણ અડધી સદી 20થી ઓછા બોલમાં ફટકારી છે. મેગાર્કે તેની છેલ્લી બે અડધી સદી 15 બોલમાં ફટકારી હતી અને હવે તેણે દિલ્હી સામે 19 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. મેગર્કે રાજસ્થાન સામે 3 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. આ ખેલાડીએ અવેશ ખાનની એક જ ઓવરમાં 28 રન બનાવ્યા હતા.
અવેશ ચોથી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો અને મેગાર્કે તેના તમામ 6 બોલ પર બાઉન્ડ્રી ફટકારી. મેગાર્કે અવેશના પ્રથમ ત્રણ બોલ પર સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા અને ત્યાર બાદ તેણે છેલ્લા ત્રણ બોલ પર એક સિક્સર, એક ફોર અને પછી ફરી એક શાનદાર સિક્સર ફટકારી હતી.
JFM show in Delhi!
He departs not before another breathtaking FIFTY off just 19 balls
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia #TATAIPL | #DCvRR pic.twitter.com/T9XzoNLYxq
— IndianPremierLeague (@IPL) May 7, 2024
દિલ્હીનો આ ઓપનર પહેલીવાર IPL રમી રહ્યો છે અને તેની પહેલી જ સિઝનમાં મેગાર્કે 7 મેચમાં 309 રન બનાવ્યા છે. મોટી વાત એ છે કે મેગાર્કે 26 છગ્ગા અને 30 ચોગ્ગા ફટકાર્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 235થી વધુ છે. મેગાર્ક પાવરપ્લેમાં ઘણો ખતરનાક સાબિત થયો છે. આ ખેલાડીએ અત્યાર સુધી પાવરપ્લેમાં 96 બોલમાં 245 રન બનાવ્યા છે, જેમાં 19 સિક્સર સામેલ છે. પાવરપ્લેમાં મેગાર્કનો સ્ટ્રાઈક રેટ 255થી વધુ છે. આટલો શાનદાર ખેલાડી હોવા છતાં, મેગાર્કને ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદ કર્યો નથી તે ખરેખર થોડું વિચિત્ર લાગે છે.
આ પણ વાંચો : IPL 2024: ધોનીના નવમાં નંબર પર રમવા પાછળનું સત્ય આવ્યું સામે, હરભજન-ઈરફાનને તેમના નિવેદન પર થશે પસ્તાવો
Published On - 9:38 pm, Tue, 7 May 24