IND vs SA: ઇશાન કિશને ગજબની ધુલાઈ કરી દીધી, ‘હોમ ગ્રાઉન્ડ’ માં 7 છગ્ગા ફટકાર્યા, પરંતુ 7 રને ‘ચુકી’ ગયો

|

Oct 09, 2022 | 9:37 PM

રાંચી (Ranchi) માં ક્રિકેટ રમીને, શીખીને પોતાની ઓળખ બનાવનાર ઈશાન કિશને (Ishan Kishan) ઘરે આવેલા સાઉથ આફ્રિકાના મહેમાનો પર રન અને સિક્સ વરસાવી દીધી હતી.

IND vs SA: ઇશાન કિશને ગજબની ધુલાઈ કરી દીધી, હોમ ગ્રાઉન્ડ માં 7 છગ્ગા ફટકાર્યા, પરંતુ 7 રને ચુકી ગયો
Ishan Kishan missed 1st century

Follow us on

ભારતીય સંસ્કૃતિમાં ઘરે આવનાર મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે. સન્માનિત કરવામાં આવે છે. ‘અતિથિઃ દેવો ભવઃ’ અનુસરવામાં આવે છે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) નો યુવા સુપરસ્ટાર બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) બેટ હાથમાં પકડી રમતના મેદાનમાં સ્વાભાવિક જ આ બધી પરંપરાઓ ભૂલી ગયો. રાંચીમાં તેમના ‘ઘરે’ આવેલા વિદેશી મહેમાનો પર કોઈ દયા રાખ્યા વિના, તેઓને બેટ વડે ખૂબ ફટકાર્યા. ઈશાન કિશને ધમાલ મચાવી દીધી હતી. શ્રેયસ અય્યર (Shreyas Iyer) ની સાથે ભારતીય ટીમ તરફથી આજે 2 સદી પણ ચાહકોને જોવા મળી હોત, જોકે 7 રન તે છેટું રહી ગયુ, જેનો ચાહકોને પણ અફસોસ રહી ગયો.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવાર 9 ઓક્ટોબરે રાંચીમાં ODI સિરીઝની બીજી મેચ રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને 278 રન બનાવ્યા હતા. ભારતીય ટીમને જીતવા માટે સારી ઇનિંગ્સની જરૂર હતી, પરંતુ કેપ્ટન શિખર ધવન અને યુવા ઓપનર શુભમન ગિલ વહેલા આઉટ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં, જવાબદારી ઇશાન કિશન પર આવી ગઈ, જેના માટે રાંચી તેનું ઘર છે કારણ કે અહીં તેણે પોતાનું ક્રિકેટ શીખ્યું, રમ્યું અને એક છાપ બનાવી.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

આફ્રિકન બોલરો પર સિક્સરનો વરસાદ

લખનૌમાં રમાયેલી મેચમાં ઈશાન કિશન નિષ્ફળ રહ્યો હતો, પરંતુ આ વખતે તેણે પોતાના ઘરે ફેન્સને નિરાશ કર્યા નથી. ઈશાને ધીમી શરૂઆત બાદ ઝડપ પકડી અને શ્રેયસ અય્યર સાથે મળીને સાઉથ આફ્રિકાના બોલરોને પરેશાન કર્યા. ખાસ કરીને આ મેચમાં ઈશાને દક્ષિણ આફ્રિકાના કેપ્ટન કેશવ મહારાજ અને તોફાની બોલર એનરિક નોરખિયા પર તોફાન મચાવ્યુ હતુ.

મહારાજ સામે અલગ-અલગ ઓવરમાં 3 સિક્સર માર્યા બાદ ઈશાને નોરખિયા પર પણ સિક્સર ફટકારી હતી. તેમાંથી એક જ ઓવરના સતત ત્રણ બોલમાં 4, 6, 6 જમા થયા હતા.

 

 

પ્રથમ સદી નોંધાવી શક્યો નહીં

ઈશાન કિશનના બેટમાંથી રન ફટકારવાના કારણે દક્ષિણ આફ્રિકાના બોલરો બચવાનો રસ્તો શોધતા રહ્યા. ઈશાન તેની પ્રથમ સદી તરફ આગળ વધી રહ્યો હતો અને અહીં પણ તેણે પોતાનો ઈરાદો બદલ્યો નહીં અને નોરખિયા પર સિક્સ ફટકારીને 92 રન સુધી પહોંચી ગયો. જો ઇશાન ઇચ્છતો હોત તો તે ધીમે-ધીમે કરીને પોતાની સદી પૂરી કરી શક્યો હોત, પરંતુ તેણે વિચાર્યું હતું કે તે કોઈ દયા નહીં બતાવે અને તેથી 93 રન પર હોવા છતાં સિક્સર ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે નસીબ તેનો સાથ નહોતો અને તે બાઉન્ડરી પર જ કેચ પકડાઈ ગયો.

ઈશાન દિલ જીતી લીધુ

આ રીતે ઈશાને જબરદસ્ત ઇનિંગ રમીને બધાના દિલ જીતી લીધા હતા. તે માત્ર 84 બોલમાં 93 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગમાં ઇશાને માત્ર 4 ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ 7 વખત બોલને બાઉન્ડ્રીથી દૂર મોકલ્યો હતો અને છગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ સાથે ઈશાને ત્રીજી વિકેટ માટે 161 રનની જબરદસ્ત ભાગીદારી કરીને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી.

 

Published On - 9:25 pm, Sun, 9 October 22

Next Article