Viral Video : રિષભ પંતના બેટથી ઈશાન કિશને એક હાથથી ફટકારી સિક્સર ? પહેલી ટેસ્ટ ફિફટી પણ નોંધાવી

|

Jul 24, 2023 | 8:32 AM

Ishan Kishan Fifty: વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં યશસ્વી જયસ્વાલની સાથે ઈશાન કિશને પણ ડેબ્યૂ કર્યું હતુ. પણ તેને બેટિંગની વધારે તક મળી ના હતી. બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં પણ તે સારો સ્કોર બનાવી શક્યો ના હતો. પણ બીજી ઈનિંગમાં તેણે શાનદાર ફિફટી ફટકારી હતી.

Viral Video : રિષભ પંતના બેટથી ઈશાન કિશને એક હાથથી ફટકારી સિક્સર ? પહેલી ટેસ્ટ ફિફટી પણ નોંધાવી
ishan kishan 1st test fifty

Follow us on

Port of Spain : ભારતીય યુવા સ્ટાર ક્રિકેટર રિષભ પંત છેલ્લા 7 મહિનાથી ક્રિકેટથી દૂર છે પણ તેના બેટથી આજે પણ રન બની રહ્યા છે. તેવી વાત હાલમાં ક્રિકેટ જગતમાં થઈ રહી છે. પંત વગર ભારતીય ટીમને ઘણી મેચમાં સફળતા મળી છે, પણ રિષભ પંતની અછતનો અનુભવ આખી ટીમ કરી રહી છે. પંતની વાપસીને હજુ ઘણો સમય છે પણ ઈશાન કિશન ધીરે ધીરે તેની જગ્યા લઈ રહ્યો છે. ઈશાન કિશન (Ishan Kishan)  વિકેટકીપિંગની સાથે બેટિંગમાં પણ સારુ પ્રદર્શન કરી રહ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ડાબા હાથના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી. ડોમિનિકા ટેસ્ટમાં તેને વધારે તક મળી ના હતી. બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં તેણે તક મળી પણ તેનો ફાયદો ના ઉઠાવી શક્યો. પણ બીજી ઈનિંગમાં તેણે પોતાનો કમાલ બતાવ્યો હતો. ટીમને જ્યારે જરુર હતી, ત્યારે તેણે પોતાની પ્રથમ ટેસ્ટ ફિફટી ફટકારી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : બેઝબોલ ક્રિકેટ રમી ભારતીય ટીમે તોડ્યો 22 વર્ષ જૂનો રેકોર્ડ, ટેસ્ટમાં 12.2 ઓવરમાં ફટકારી સેન્ચુરી

 ઈશાન કિશનની શાનદાર ફિફટી

 


બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસની રમતમાં ઈશાન કિશનને પ્રમોટ કરીને ચોથા નંબરે બેટિંગ માટે ઉતારવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ પોતાના બેટિંગ ક્રમનો ત્યાગ કરીને ઈશાન કિશનને તક આપી હતી. ઈશાન કિશનના મેદાન પર ઉતર્યા બાદ થોડા જ સમયમાં વરસાદ પડયો હતો. પણ ત્રીજા સેશનમાં જ્યારે તે રમવા માટે ઉતર્યો તો તેણે રનનો વરસાદ કરી દીધો હતો. તાબડતોડ બેટિંગ કરીને તેણે 33 બોલમાં પ્રથમ ટેસ્ટ ફિફટી ફટકારી હતી. આ દરમિયાને તમે 2 સિક્સર પણ ફટકારી હતી.

આ પણ વાંચો : IND vs WI 4th Day: અંતિમ દિવસે થશે વિજેતાનો નિર્ણય, વેસ્ટ ઈન્ડિઝે આપી જોરદાર ટક્કર પણ ભારતીય ટીમ જીતની નજીક

રિષભ પંતના બેટનો કર્યો હતો ઉપયોગ ?

રિષભ પંતની 52 રનની ઈનિંગમાં 2 સિક્સર અને 4 ચોગ્ગા સામેલ હતા. તેની બેટ પર RP 17 લખ્યુ હતુ. જેના પરથી લોકો આ બેટ રિષભ પંતની હોવાની વાત કરી રહ્યા છે. યુઝર્સે RP 17નો અર્થ કઈક આ રીતે કાઢયો છે, RP એટલે રિષભ પંત અને 17 એટલે તેનો જર્સી નંબર.

આ પણ વાંચો : Video : મેચ દરમિયાન ભારતીય કેપ્ટનને આવ્યો ગુસ્સો, સ્ટંપ પર જોરથી મારી દીધી બેટ

જણાવી દઈએ કે ઈશાન કિશન SG બ્રાન્ડનું બેટ ઉપયોગમાં લે છે. કંપની તેમના નામના આદ્યાક્ષરો (R અને P) અને જર્સી નંબર સાથે કેટલાક ખાસ બેટ બહાર લાવતી રહે છે. રિષભ પોતે આ બેટથી બેટિંગ કરે છે અને હવે સામે આવ્યું છે કે ઈશાન પણ પોતાના ખાસ મિત્રના નામથી બોલરોથી છગ્ગા મારવાનું પસંદ કરે છે. જોકે આ બેટ રિષભ પંતનું જ છે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article