Irfan Pathanની પત્નિ સફા બેગ, ફોટાના વિવાદની સ્પષ્ટતા માટે આગળ આવી, ચહેરો બ્લર કરાતા વિવાદ સર્જાયો હતો

|

May 30, 2021 | 4:19 PM

પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ (Irfan Pathan) તેની ખૂબસૂરત પત્નિને લઇને ફેન્સના નિશાને ચઢ્યો હતો. તસ્વીરમાં ઇરફાન પઠાણની પત્નિ સફા બેગ (Safa Baig) ના ચહેરાને બ્લર કરવામાં આવ્યો હતો. જેને લઇ ઇરફાન પર ટીકાઓનો વરસાદ વરસ્યો હતો.

Irfan Pathanની પત્નિ સફા બેગ, ફોટાના વિવાદની સ્પષ્ટતા માટે આગળ આવી, ચહેરો બ્લર કરાતા વિવાદ સર્જાયો હતો
Irfan Pathan-Safa Baig

Follow us on

તાજેતરમાં પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ (Irfan Pathan) તેની ખૂબસૂરત પત્નિને લઇને ફેન્સના નિશાને ચઢ્યો હતો. તસ્વીરમાં ઇરફાન પઠાણની પત્નિ સફા બેગ ( Irfan Pathan’s wife Safa Baig ) ના ચહેરાને બ્લર કરવામાં આવ્યો હતો. જેને લઇ ઇરફાન પર ટીકાઓનો વરસાદ વરસ્યો હતો. જોકે હવે ઇરફાનની પત્નિ સફાએ જ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.

ઇરફાન પઠાણ ના પુત્ર ઇમરાન ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી એક તસ્વીર શેર કરવામાં આવી હતી. જેમાં ઇરફાન પઠાણ અને તેનો પુત્ર તેમજ તેની પત્નિ નજર આવે છે. જોકે ચોંકાવનારી વાત તસ્વીરમાં એ હતી કે, ટુલ દ્રારા પત્નિ સફા ( Safa Baig ) ચહેરાને રંગ વડે બ્લર કરવામાં આવ્યો હતો. સફા બેગની ( Safa Baig )  આ તસ્વીરને લઇને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

ઇરફાન પઠાણે વિવાદ વધતા તસ્વીરને પોતે જ ટ્વીટ કરી સ્પષ્ટતા કરી હતી કે, મારી પત્નિ એ તેની મરજી થી આ તસ્વીરમાં તેનો ચહેરો બ્લર કર્યો છે. હાં હુ તેનો માલિક નથી, તેનો સાથી છુ.

સફા બેગની સ્પષ્ટતા

એક મીડિયા ઇન્ટરવ્યુ દરમ્યાન સફાએ કહ્યુ હતુ કે, મેં જ ઇમરાનનુ ઇન્સ્ટાગ્રામ બનાવ્યુ છે. જેમાં હું જ પોષ્ટ કરુ છુ, જેથી તે મોટો થાય ત્યારે તે યાદોને જોઇ શકે. મેં મારા ચહેરાને પોતાની મરજીથી બ્લર કર્યો હતો. તે મારો નિર્ણય હતો અને ઇરફાનને તેની સાથે કોઇ લેવા દેવા નથી.

ઇરફાનની પત્નિ સફાએ કહ્યુ હતુ કે, મને ખ્યાલ નહોતો કે, પરિવારની તસ્વીર પર કારણ વિના કોન્ટ્રોવર્સી થઇ જશે. હું ખૂબ જ વ્યક્તિગત છુ અને મને સેન્ટર ઓફ એટ્રેકશન થવુ પસંદ નથી. ઇરફાન મને મારા તમામ નિર્ણયમાં સાથ આપે છે. તેણે કહ્યુ, લગ્ન બાદ પાસપોર્ટ ઓફીસમાં પઠાણ સરનેમ ઉપયોગ નહી કરવા માટે મને સમર્થન કર્યુ હતુ.

જેદ્દાહની મોડેલ હતી સફા બેગ

સાઉદી અરબના બિઝનેશમેન મિર્ઝા ફારુખ બેગની પુત્રી સફા બેગ 1994માં જન્મી હતી. તે જેદ્દાહમાં ઇન્ટરનેશનલ ઇન્ડીયન સ્કૂલમાં તેનો અભ્યાસ કર્યો હતો. જેદ્દાહમાં જ તે મોટી થયેલી. તે મિડલ ઇસ્ટ એશિયાની જાણીતી મોડેલ રહી ચુકી છે. સફા પ્રોફેશનલ નેઇલ આર્ટીસ્ટ પણ છે. આ ઉપરાંત જેદ્દાહની એક પબ્લીક રિલેશન કંપનીમાં પણ સફા કામ કરી ચુકી છે.

 

Next Article