Hardik Pandya ને લઇને પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે આપ્યું મહત્વનું નિવેદન

Cricket : ઈરફાન પઠાણે (Irfan Pathan) કહ્યું કે, હાર્દિક પંડ્યા (Hardik Pandya) ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે, દિનેશ કાર્તિક (Dinesh Kartik) ને ફિનિશર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. હવે જોવાનું રહેશે કે કોને ઈલેવનમાં સ્થાન મળે છે.

Hardik Pandya ને લઇને પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે આપ્યું મહત્વનું નિવેદન
Hardik Pandya (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 7:57 AM

ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં IPL ચેમ્પિયન બની હતી. આ ટીમના સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પોતાની કેપ્ટનશિપથી ઘણો પ્રભાવિત કર્યો હતો. હાર્દિક પંડ્યાએ બોલ અને બેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે (Irfan Pathan) હાર્દિક પંડ્યા પર મોટું નિવેદન આપ્યું છે. ઈરફાન પઠાણે કહ્યું કે હાર્દિક પંડ્યામાં સિક્સર મારવાની અદભૂત ક્ષમતા છે. તે મેચના કોઈપણ તબક્કે સરળતાથી સિક્સર મારી શકે છે. તેણે કહ્યું કે આ ક્ષમતાના કારણે જ હાર્દિક પંડ્યા ભારતીય ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે.

ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ (Irfan Pathan) એ કહ્યું કે, હાર્દિક પંડ્યા (Hardik Pandya) ખૂબ જ મૂલ્યવાન ક્રિકેટર છે. ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવા ઉપરાંત હાર્દિક પંડ્યા ડેથ ઓવરોમાં ઇનિંગ્સ પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. તેણે કહ્યું કે આ વાત ચોક્કસપણે ભારતીય ટીમ મેનેજમેન્ટના મગજમાં હશે. હાર્દિક જે રીતે બેટિંગ કરે છે તે ગમે ત્યારે સિક્સર મારી શકે છે. પંડ્યાએ ફિલ્ડ શોટ રમવાનો રસ્તો પણ શોધી કાઢ્યો છે અને તેના આ કારણથી તેની બેટ્સમેન તરીકે આઈપીએલની સિઝન ઘણી સારી રહી છે. પઠાણે વધુમાં કહ્યું કે, હાર્દિક પંડ્યાના ટીમમાં આવવાથી ભારત પાસે 1 નહીં પરંતુ 3 ફિનિશર્સ હશે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

હાર્દિક પંડ્યા ગત ટી20 વર્લ્ડ કપનો ભાગ ન હતો

ઈરફાન પઠાણે કહ્યું કે, હાર્દિક પંડ્યા ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. દિનેશ કાર્તિકને ફિનિશર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તે જોવાનું રહેશે કે તેને XI માં સ્થાન મળે છે કે કેમ પરંતુ વિકલ્પો ઉપલબ્ધ રહેશે. તેણે કહ્યું કે હું હાર્દિક પંડ્યાની ટીમમાં પસંદગીથી ખૂબ જ ઉત્સાહિત છું. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા છેલ્લા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ (Team India) નો ભાગ ન હતો. આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)  એ હાર્દિક પંડ્યાને પોતાનો કેપ્ટન બનાવ્યો હતો. અગાઉ ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં ડ્રાફ્ટ પિક તરીકે સામેલ કર્યો હતો. હાર્દિક પંડ્યા ગત સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો.

Latest News Updates

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
g clip-path="url(#clip0_868_265)">