Irfan Pathan એ સૌરવ ગાંગુલીને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યુ તેઓ ટીમમાં મને સમાવવા નહોતા માંગતા

|

Jun 22, 2021 | 10:02 AM

ઇરફાન પઠાણે (Irfan Pathan) ભારતીય ટીમમાં 2003-04 માં ડેબ્યૂ કર્યુ હતુ. તેણે સિડનીમાં પોતાની બીજી ટેસ્ટ મેચમાં એક શાનદાર યોર્કર દ્રારા એડમ ગીલક્રિસ્ટને આઉટ કર્યો હતો. જે વિકેટ બાદે તેણે લાંબો સમય ટીમ ઇન્ડીયા (Team India) ની સાથે વિતાવ્યો હતો.

Irfan Pathan એ સૌરવ ગાંગુલીને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યુ તેઓ ટીમમાં મને સમાવવા નહોતા માંગતા
Irfan Pathan-Sourav Ganguly

Follow us on

ઇરફાન પઠાણે (Irfan Pathan) ભારતીય ટીમમાં 2003-04 માં ડેબ્યૂ કર્યુ હતુ. તેણે સિડનીમાં પોતાની બીજી ટેસ્ટ મેચમાં એક શાનદાર યોર્કર દ્રારા એડમ ગીલક્રિસ્ટને આઉટ કર્યો હતો. જે વિકેટ બાદે તેણે લાંબો સમય ટીમ ઇન્ડીયા (Team India) ની સાથે વિતાવ્યો હતો. જોકે હાલમાં જ એક વાતચીત દરમ્યાન ઇરફાન પઠાણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યુ હતુ, સૌરવ ગાંગુલી (Sourav Ganguly) શરુઆતમાં તેને ટીમમાં સમાવવા નહોતા ઇચ્છતા.

પઠાણની બોલીંગને લઇને થોડા રિઝર્વ હતા. આણ પણ ગાંગુલીની ઓળખ યુવાઓને સપોર્ટ કરનારા કેપ્ટન તરીકેની રહી છે. ઇરફાન પઠાણ એ ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) દરમ્યાન ખુલાસો કર્યો હતો. તેણે ફાઇનલ મેચના ટી બ્રેક દરમ્યાન એક સ્પોર્ટ શો દરમ્યાન કર્યો હતો.

પઠાણ એ ઓસ્ટ્રેલીયામાં પોતાના ડેબ્યૂ થી પડદો ઉઠાવતા આ વાત કહી હતી. તેણે કહ્યુ, કેપ્ટન મારી પાસે આવ્યા અને કહ્યુ કે, હું તને ટીમમાં નથી ઇચ્છતો. જે સમયે હું 19 વર્ષનો હતો, જેથી દાદાને લાગ્યુ કે હું ઓસ્ટ્રેલીયામાં રમવાને લઇ ખૂબ નાનાો છું. મને ખૂબ પરેશાની થવા લાગી હતી. જોકે ઓસ્ટ્રેલીયા પ્રવાસના અંત સુધીમાં એ સાબિત થઇ ચુક્યુ હતુ કે, ભારતને બોલીંગમાં એક નવો સ્ટાર મળી ગયો છે. ઇરફાન પઠાણે ઓસ્ટ્રેલીયામાં બે ટેસ્ટ મેચમાં 4 વિકેટ ઝડપી હતી. આ દરમ્યાન સિડની ટેસ્ટ મેચમાં તેના નામે 3 વિકેટ હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

પઠાણે આગળ કહ્યુ હતુ કે, બાદમાં સૌરવ ગાંગુલી તેની પાસે આવ્યા હતા. તેમણે તેમની ભૂલને માની હતી. તેમણે કહ્યુ હતુ, તે મારી પાસે આવ્યા અને કહ્યુ કે તે કેટલા ભૂલ ભરેલ હતા. તેનાથી મને આશ્વર્ય થયુ, કારણ કે એક કેપ્ટન પસંદગી માટે ખૂબ ઓછી વાત કરે છે, અને બાદમાં ભૂલ સ્વિકારે છે.

ઇરફાન પઠાણનુ ટેસ્ટ કરિયર

ભારતીય ટીમ વતી ઇરફાન પઠાણે 29 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેણે 32.26 ની સરેરાશ થી 100 વિકેટ ઝડપી હતી. તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રીક પણ નોંધાયેલી છે. જે તેણે વર્ષ 2006માં કરાંચી ટેસ્ટ મેચમાં પાકિસ્તાન સામે લીધી હતી. ઇરફાન પઠાણ એ ટેસ્ટ ક્રિકેટમાં બેટીંગમાં 1105 રન બનાવ્યા હતા. બેટીંગમાં તેની સરેરાશ 31.57 ની રહી હતી. તેણે એક શતક અને 6 અર્ધશતક લગાવ્યા છે.

પઠાણ એ તેની સ્વિંગ બોલીંગ કરતા નવા વાસીમ અકરમ તરીકે કહેવાયો હતો. જોકે જેમ જેમ તેનુ કરિયર આગળ વધતુ ગયુ, તેની ચમક ફીકી પડતી ગઇ હતી. તેણે 2008માં અંતિમ ટેસ્ટ ક્રિકેટ રમી હતી. એટલે કે તેનુ ટેસ્ટ કરિયર માત્ર 5 વર્ષમાં જ સમાપ્ત થયુ હતુ.

 

Next Article