IPL 2022: ચહલ સહિત આ બોલરોએ એક સિઝનમાં 20થી વધુ વિકેટ લીધી, જુઓ ટોપ 5માં કોણ સામેલ

|

May 07, 2022 | 7:16 PM

IPL 2022 : યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એ પંજાબ સામેની મેચમાં 3 વિકેટ ઝડપીને તરફરાટ મચાવ્યો હતો. આ સિઝનમાં તેણે 20થી વધુ વિકેટ ઝડપી છે. પંજાબે અત્યાર સુધી 10 મેચ રમી છે. જેમાં પાંચમાં જીત અને પાંચમાં હાર થઈ છે.

IPL 2022: ચહલ સહિત આ બોલરોએ એક સિઝનમાં 20થી વધુ વિકેટ લીધી, જુઓ ટોપ 5માં કોણ સામેલ
Yuzvendra Chahal (PC: IPLt20.com)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે લીગની 52મી મેચ રમાઈ હતી. આ મેચમાં ફરી એકવાર રાજસ્થાન રોયલ્સનો સ્પિનર ​​ચહલનો (Yuzvendra Chahal) જાદુ જોવા મળ્યો હતો. આ સાથે જ આ મેચમાં જોની બેયરસ્ટોને આઉટ કર્યા બાદ ચહલે વધુ એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

ચહલે આ રેકોર્ડની બરોબરી કરી

ચહલે પંજાબ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ મેચમાં ભાનુકા રાજપક્ષે, જોની બેરસ્ટો અને મયંક અગ્રવાલને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સાથે તેણે આ સિઝનમાં 20 વિકેટ પણ પૂરી કરી લીધી છે. ચહલે તેની IPL કારકિર્દીમાં ચોથી વખત આ કારનામું કર્યું છે. જે બાદ તેણે મલિંગાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

મલિંગાએ તેની IPL કારકિર્દીમાં 4 વખત એક સિઝનમાં 20 કે તેથી વધુ વિકેટ પણ લીધી છે. આ યાદીમાં તેના પછી ભુવનેશ્વર કુમાર, સુનીલ નારાયણ અને જસપ્રિત બુમરાહ છે. તેમણે IPLની એક સિઝનમાં ત્રણ વખત 20 કે તેથી વધુ વિકેટ લીધી છે. આ પછી ડ્વેન બ્રાવો, કાગિસો રબાડા, મોહિત શર્મા અને રાશિદ ખાને આઈપીએલની એક સિઝનમાં 2 વખત 20 કે તેથી વધુ વિકેટ લીધી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પંજાબે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

અગાઉ વાનખેડે સ્ટેડિયમ ખાતે IPL 2022ની 52મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે અત્યાર સુધી 10 મેચ રમી છે. જેમાં પાંચમાં જીત અને પાંચમાં હાર થઈ છે. તે જ સમયે રાજસ્થાને 10 માંથી 4 મેચમાં 6 જીત અને 4 હારી છે.

બંને ટીમો આ પ્રકારે છેઃ

પંજાબ કિંગ્સઃ
જોની બેરસ્ટો, શિખર ધવન, મયંક અગ્રવાલ (સુકાની), ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ઋષિ ધવન, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ અને સંદીપ શર્મા.

રાજસ્થાન રોયલ્સઃ
જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (સુકાની/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રશાંત કૃષ્ણ, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ સેન.

Next Article