IPL: વિરાટ કોહલીએ 4 સદી અને 976 રન કર્યા હતા, છતાં આ મહેણું ભાગવા માટે ડેવિડ વોર્નર પડ્યો હતો ભારે

|

May 29, 2021 | 7:28 PM

ટીમ ઇન્ડીયા (Team India) પણ તેની કેપ્ટનશીપમાં એક બાદ એક જીત પણ મેળવી રહી છે. પરંતુ IPL ની વાત આવે ત્યાં વિરાટ કોહલી પોતે પણ ખચકાઇ જતો હશે. કારણ કે આઇપીએલ નુ ટાઇટલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને અપાવી શક્યો નથી.

IPL: વિરાટ કોહલીએ 4 સદી અને 976 રન કર્યા હતા, છતાં આ મહેણું ભાગવા માટે ડેવિડ વોર્નર પડ્યો હતો ભારે
Virat Kohli-David Warner

Follow us on

આમ તો વિરાટ કોહલી (Virat Kohli)ને વર્તમાનમાં ક્રિકેટ વિશ્વમાં ટોચનો બેટ્સમેન માનવામાં આવે છે. તે એક બાદ એક રેકોર્ડ હાંસલ કરતો રહ્યો છે. ટીમ ઈન્ડીયા (Team India) પણ તેની કેપ્ટનશીપમાં એક બાદ એક જીત પણ મેળવી રહી છે. પરંતુ IPLની વાત આવે ત્યાં વિરાટ કોહલી (Virat Kohli) પોતે પણ ખચકાઈ જતો હશે. કારણ કે આઈપીએલનું ટાઈટલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)ને અપાવી શક્યો નથી. તેની ઝોળીમાં આ એક મહત્વની ટ્રોફીની કમી રહી જાય છે.

 

ડેવિડ વોર્નરે (David Warner) પણ કોહલીના સપનાને હાથવેંતમાં પહોંચેલુ છીનવી લીધુ હતુ. બરાબર પાંચ વર્ષ પહેલા આજના દિવસે જ વોર્નરે કોહલીના હાથોના નજીક રહેલી ટ્રોફીને અડકવા નહોતો દીધો. આમ કોહલી આજનો દિવસ પોતાના દિમાગમાંથી ભૂલી નહીં શકતો હોય. IPL 2016નીએ સિઝનમાં કોહલીએ કોઈ કસર બાકી નહોતી રાખી. કોહલીએ તે સિઝનમાં 4 સદી અને 7 અડધીસદી લગાવી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

29 મે 2016એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ (RCB vs SRH) વચ્ચે બેંગલુરુમાં ફાઈનલ મેચ રમાઈ હતી. ડેવિડ વોર્નરની ટીમ હૈદરાબાદે પ્રથમ બેટીંગ કરતા 7 વિકેટ ગુમાવીને 208 રન કર્યા હતા. વોર્નરે 38 બોલમાં 69 રનની ઈનીંગ રમી હતી. બેન કટીંગે 15 બોલમાં 39 રન કર્યા હતા. યુવરાજ સિંહે 23 બોલમાં 38 રન કર્યા હતા.

આમ દૂર રહી ગયુ IPL ટાઈટલ

જવાબમાં મોટા સ્કોરને ચેઝ કરવા RCBએ શરુઆત શાનદાર કરી હતી. 10.2 ઓવરમાં 114 રન કર્યા હતા. ક્રિસ ગેઈલે 38 બોલમાં 76 રન બનાવ્યા હતા. કોહલીએ 35 બોલમાં 54 રન કર્યા હતા. જોકે ત્યારબાદ એક પછી એક વિકેટો પડવા લાગી. કોહલી અને ટ્રોફી વચ્ચે અંતર વધતુ જવા લાગ્યુ હતુ. જે શરુઆતની 10 ઓવરમાં નજીક થતુ જતુ હતુ.

 

ડિવિલીયર્સ 5, કેએલ રાહુલ 11, શેન વોટ્સન 11 અને સ્ટુઅર્ટ બીન્ની 9 રન બનાવીને પેવેલિયન પરત ફરી ગયા હતા. આમ છતાં પણ બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 200 રન કર્યા હતા. આમ RCB 8 રનથી ફાઈનલ મેચ હારી ગયુ હતુ. આ સાથે જ કોહલીનું સપનુ પણ 8 રન માટે થઈને તૂટી ગયુ. સાથે જ IPLનું તેના માટેનુ મહેંણું જેમને તેમ રહ્યુ.

 

આઈપીએલ 2016માં કોહલીનું પ્રદર્શન

વિરાટ કોહલીએ આઈપીએલમાં સર્વશ્રેષ્ઠ દેખાવ 2016ની સિઝનમાં કર્યો હતો. તેણે આઈપીએલની કરિયરમાં લગાવેલી 5 સદી પૈકી 4 સદી 2016ની સિઝનમાં લગાવી હતી. સિઝનમાં વ્યક્તિગત રીતે સૌથી વધુ અડધસદી પણ તેણે આજ સિઝનમાં લગાવી હતા. કોહલી 7 અડધીસદી લગાવી હતી. તેણે વ્યક્તિગત રીતે સૌથી વધુ રન આઈપીએલ દરમ્યાન 2016ની સિઝન દરમ્યાન ફટકાર્યા હતા. તેણે 973 રન કર્યા હતા. સિઝનમાં 38 છગ્ગા અને 83 ચોગ્ગા લગાવ્યા હતા.

 

આ પણ વાંચો: BCCIની આવકનાં આંકડા જોઇ દંગ રહી જશો, પાકિસ્તાન બોર્ડ કરતા પાંચ ગણી અને શ્રીલંકા કરતા 37 ગણી વધારે આવક

Next Article