IPL: ચહલ છવાયો ચર્ચામાં ! RCBના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલે કહ્યુ, ચેન્નાઇ સુપર કિંગ્સમા રમવુ પસંદ !

|

Jun 05, 2021 | 4:22 PM

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) IPL રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમનો મહત્વનો ખેલાડી છે. વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ ધરાવતી RCBના સ્પિનર ચહલે એક સવાલના જવાબને લઇને ચર્ચાનો માહોલ સર્જી દીધો છે.

IPL: ચહલ છવાયો ચર્ચામાં ! RCBના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલે કહ્યુ, ચેન્નાઇ સુપર કિંગ્સમા રમવુ પસંદ !
Yuzvendra Chahal -MS Dhoni

Follow us on

ભારતીય સ્પિનર બોલર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) IPL રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની ટીમનો મહત્વનો ખેલાડી છે. વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ ધરાવતી RCB ના સ્પિનર ચહલે એક સવાલના જવાબને લઇને ચર્ચાનો માહોલ સર્જી દીધો છે. ચહલે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ટીમમાં રમવાની વાત કરવાને લઇને ચર્ચાનો મુદ્દો બની ચુક્યો છે.

મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની આગેવાની ધરાવતી ચેન્નાઇ સુપર કિંગ્સમાં જોડાવવુ અનેક ખેલાડીઓની ઇચ્છા છે. તે યાદીમાં એક નામ હવે સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલનું જોડાયું છે. ચહલે એક સવાલમાં કહ્યું હતું કે, જો RCB ના હોત તો તે, IPL માં ચેન્નાઇની ટીમ વતી રમવા ઇચ્છશે. ચહલના આ એક વાક્યને લઇને જાણે કે ક્રિકેટ ફેન્સ અને વિશ્લેષકો અનેક એંગલથી તર્ક કાઢી રહ્યા છે.

રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટનશીપ ધરાવતી મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) IPLની સૌથી સફળ ટીમ છે. તેણે ચેન્નાઇ સુપર કિંગ્સ પર પસંદ ઉતારી છે. તો ધોની હવે IPL માંથી પણ નિવૃત્તીના આરે છે. આમ ચહલના કયા ગણિતથી સીએસકેમાં રમવાની ઇચ્છા છે, તે નો હિસાબ પણ લાગવા લાગ્યો છે. કારણ કે ચહલે હવે વિશ્લેષકોને મુદ્દો આપ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ચહલનુ IPL કરિયર

એક ઇન્ટરવ્યુ દરમ્યાન ચહલે આ જવાબ આપ્યો હતો. IPL 2021 માં ચહલના પ્રદર્શનની વાત કરવામાં આવે તો, કંઇ ખાસ નહોતુ રહ્યું. ચહલે આઇપીએલની 7 મેચમાં 4 વિકેટ ઝડપી હતી. આઇપીએલમાં ચહલે મુંબઇ ઇન્ડીયન્સ વતી 2013 માં ડબ્યૂ કર્યુ હતું. જોકે આઇપીએલની ટીમમાં તે 2011થી જોડાયો હતો. 2013 માં તે માત્ર એક જ મેચ રમી શક્યો હતો. 2014માં તેને આરસીબીએ ખરીદ્યો હતો, ત્યારથી તે RCB સાથે છે. જ્યાં તે દરેક સિઝનમાં 13 તે તેથી વધારે મેચ રમી શક્યો છે.

Next Article