IPL ક્રિકેટરે કોરોના ગાઇડલાઇન્સનો ભંગ કર્યો, પોલીસે બેફકરાઇ બદલ દંડ ફટકારી દીધો

|

May 30, 2021 | 8:27 AM

દમદાર રમત વડે ચમકમાં રહેલા કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi), કારમાં વિના માસ્ક જ ફરી રહ્યો હતો. પુણેમાં તેની આ બેફકરાઇને જોઇને પોલીસે (Pune Police) તેને દંડ ફટકારી દીધો હતો.

IPL ક્રિકેટરે કોરોના ગાઇડલાઇન્સનો ભંગ કર્યો, પોલીસે બેફકરાઇ બદલ દંડ ફટકારી દીધો
Rahul Tripathi With Police

Follow us on

વિશ્વભરના ક્રિકેટના ચાહકોનુ આકર્ષણ ગણાતી IPL ને પણ કોરોના સંક્રમણને લઇને અટકાવી દેવાઇ હતી. તેમ છતાં પણ IPL નો હિસ્સો રહેલા એક ક્રિકેટરે બેફીકરાઇ દર્શાવી હોવાનુ સામે આવ્યું છે. દમદાર રમત વડે ચમકમાં રહેલા કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi), કારમાં વિના માસ્ક જ ફરી રહ્યો હતો. પુણેમાં તેની આ બેફકરાઇને જોઇને પોલીસે (Pune Police) તેને દંડ ફટકારી દીધો હતો.

ક્રિકેટરોને આમ તો અનેક યુવાનો ફોલો કરતા હોય છે. તેમના લાઇફ સ્ટાઇલથી લઇને તેમના વસ્ત્રો અને તેમની અદાઓ તેમજ એસેસરીઝ તેમને જોઇ યુવાનો ઉપયોગ કરતા હોય છે. આ બધી જ બાબતોથી ક્રિકેટરો પણ વાકેફ હોય છે. આમ છતાં કલકત્તા નાઇટ રાઇડર્સનો ખેલાડી માસ્ક પહેરવાનુ ભૂલી ગયો. જોકે પુણે પોલીસ માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગની બાબતમાં ચુસ્ત છે. તેણે રાહુલને પણ કારમાં માસ્ક નહી પહેરવાને લઇને દંડનો મેમો પકડાવી દીધો હતો.

દંડ બાદ, પોલીસ સાથે વિના માસ્કે જ સેલ્ફી !

મીડિયા રિપોર્ટ પ્રમાણે જે તસ્વીરો સામે આવી છે, જે મુજબ રાહુલ ત્રિપાઠી દંડ બાદ સેલ્ફી તસ્વીર લીધી હતી. તસ્વીર મુજબ પોલીસ કર્મી દ્વારા દંડની પાવતી રાહુલના હાથમાં હોય એ રીતે તસ્વીર લેવાઇ હતી. જોકે તેમાં ના તો રાહુલે  દંડ બાદ પણ માસ્ક પહેર્યુ છે, પરંતુ તસ્વીરમાં દેખાતા બંને પોલીસે પણ પોતાના માસ્ક ઉતારેલા હતા. આમ પોલીસની કોરોના પ્રત્યે પહેલા સતર્કતા દર્શાવતી કાર્યવાહી દરમ્યાન જ ચૂક લાગી રહી છે !

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Rahul Tripathi WITH Police

રાહુલનું IPL પ્રદર્શન

રાહુલ ત્રિપાઠીએ IPL 2021 સ્થગીત થવા અગાઉ કલકત્તા નાઇટ રાઇડર્સ વતી 7 મેચ રમી હતી. જેમાં તેણે 135.50 ની સ્ટ્રાઇક રેટથી બેટીંગ કરી હતી. તેણે 187 રન ટીમમાં જોડ્યા હતા. આ દરમ્યાન તેણે એક અર્ધશતક પણ લગાવ્યું હતું. રાહુલ આઇપીએલમાં અત્યાર સુધીમાં 52 મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 134.90 ની સ્ટ્રાઇક રેટ થી 1175 રન બનાવ્યા હતા.

Next Article