
IPL 2026ના 23મા મુકાબલામાં Royal Challengers Bangalore અને Lucknow Super Giants વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટક્કર જોવા મળી હતી. આ મેચમાં RCBએ શાનદાર પ્રદર્શન કરીને લખનૌને હરાવ્યું હતું. જોકે, મેચ બાદ આપવામાં આવેલા પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડને લઈને હવે વિવાદ ઊભો થયો છે.
મેચની વાત કરીએ તો RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમની બોલિંગ લાઇનઅપે અસરકારક પ્રદર્શન કરતાં લખનૌ સુપર જાયન્ટ્સને 20 ઓવરમાં માત્ર 146 રનમાં ઓલઆઉટ કરી દીધા હતા. ત્યારબાદ RCBએ આ લક્ષ્ય 15.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. આ જીત સાથે ટીમનો નેટ રન રેટ સુધર્યો અને તેઓ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયા છે.
પરંતુ મેચ પછીનો મુખ્ય મુદ્દો રહ્યો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ. આ એવોર્ડ Josh Hazlewoodને આપવામાં આવ્યો, જેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર Aakash Chopraએ આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.
Why was Rasikh Salam not the POTM in #RCBvLSG game? Not fair on the kid…
— Aakash Chopra (@cricketaakash) April 15, 2026
આકાશ ચોપરાએ જણાવ્યું કે આ મેચમાં Rasikh Salam Darનું પ્રદર્શન વધુ અસરકારક રહ્યું હતું. રસિકે 4 ઓવરમાં માત્ર 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જ્યારે હેઝલવુડે 4 ઓવરમાં 20 રન આપીને માત્ર એક જ વિકેટ લીધી હતી. આ કારણે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે રસિકને આ એવોર્ડ કેમ આપવામાં આવ્યો નહીં.
Jos Hazlewood Bowled 2nd ,5th and 7th Over.
He Only Gave 10 Runs and Bowled 9 Dot Balls
Against Mitchell marsh , Aiden Markarm and Nicholas Pooran.
That’s why he won player of the match award .#RCBvsLSG । #LSGvsRCB । #IPL2026। #TATAIPL । #ViratKohli । #RajatPatidar ।… pic.twitter.com/yTss6FMiwI— Infinite Info (@infiniteInfos) April 15, 2026
રસિક સલામ દારે મેચ દરમિયાન મહત્વપૂર્ણ વિકેટ્સ ઝડપી હતી, જેમાં Aiden Markram, Ayush Badoni અને Mukesh Choudharyનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેણે Avesh Khanને પણ આઉટ કર્યો હતો. આ પ્રદર્શનને ધ્યાનમાં લેતા, ઘણા ક્રિકેટ પ્રેમીઓ પણ માનતા હતા કે રસિક એવોર્ડનો વધુ હકદાર હતો.
આકાશ ચોપરાની ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ તેજ બની ગઈ છે. ઘણા યુઝર્સે આ નિર્ણયને અન્યાયી ગણાવ્યો છે, જ્યારે કેટલાક લોકોએ હેઝલવુડના પ્રદર્શનને પણ મહત્વનું ગણાવ્યું છે. આ રીતે, એક સામાન્ય મેચ પછી પણ એવોર્ડને લઈને વિવાદ ઉભો થતા ક્રિકેટ જગતમાં ફરી એકવાર ચર્ચાનો માહોલ સર્જાયો છે.
Breaking News : 3 ટીમોએ ખરીદી મોંઢુ ફેરવ્યું, RCB માટે બન્યો પૈસા વસુલ ખેલાડી