IPL 2026: ફક્ત 39 બોલમાં જીતી RCB, દિલ્હીની સૌથી મોટી હાર

IPL 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને માત્ર 39 બોલમાં હરાવીને એકતરફી જીત મેળવી. દિલ્હી 75 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જ્યારે RCB એ 6.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું.

IPL 2026: ફક્ત 39 બોલમાં જીતી RCB, દિલ્હીની સૌથી મોટી હાર
| Updated on: Apr 27, 2026 | 10:42 PM

Delhi Capitals vs Royal Challengers Bengaluru: Indian Premier League 2026 ની 39મી મેચમાં Delhi Capitals સામે Royal Challengers Bengaluru એ એકતરફી પ્રદર્શન કરીને માત્ર 39 બોલમાં જ જીત મેળવી. Arun Jaitley Stadium ખાતે રમાયેલી આ મેચમાં દિલ્હીની ટીમ માત્ર 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જ્યારે RCB એ 6.3 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું.

દિલ્હી કેપિટલ્સ માટે આ મેચ ખરાબ સપનાની જેમ સાબિત થઈ. ટોસ હાર્યા બાદ તેમને પહેલા બેટિંગ કરવી પડી, પરંતુ શરૂઆતથી જ વિકેટો ઝડપથી પડવા લાગી. ડેબ્યુ કરનાર સાહિલ પારેખ બીજા જ બોલ પર આઉટ થયો. ત્યારબાદ Bhuvneshwar Kumar અને Josh Hazlewood ની ઘાતક બોલિંગ સામે દિલ્હીના બેટ્સમેન ટકી શક્યા નહીં. માત્ર 8 રનમાં જ 6 વિકેટ પડી જતા ટીમ પર ભારે દબાણ આવ્યું.

મધ્યક્રમમાં Abhishek Porel એ 30 રન અને David Miller એ 18 રન બનાવી ટીમને થોડો સંભાર્યો, પરંતુ આખી ટીમ 75 રન સુધી જ સીમિત રહી. RCB તરફથી હેઝલવુડે 12 રનમાં 4 વિકેટ લીધી, જ્યારે ભુવનેશ્વર કુમારે માત્ર 5 રન આપી 3 વિકેટ ઝડપી. અન્ય બોલરો પણ અસરકારક રહ્યા.

લક્ષ્યનો પીછો કરતા RCB એ કોઈ દબાણ લીધું જ નહીં. આક્રમક બેટિંગ સાથે તેમણે માત્ર 39 બોલમાં મેચ પૂર્ણ કરી અને ફક્ત એક વિકેટ ગુમાવી. આ જીત RCB માટે ખાસ છે, કારણ કે IPL માં સૌથી ઓછા બોલમાં જીત મેળવવાના તેમના રેકોર્ડમાં આ સૌથી મોટી સિદ્ધિ છે.

આ હાર દિલ્હી માટે ખૂબ જ શરમજનક રહી, કારણ કે પોતાના હોમ ગ્રાઉન્ડ પર આટલી એકતરફી હાર તેમને પહેલી વાર મળી છે. બીજી તરફ, RCB માટે આ જીત પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર લાવી છે. 8 મેચમાંથી 6 જીત સાથે ટીમ હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે.

હાલમાં પોઈન્ટ ટેબલમાં પંજાબ ટોચ પર છે, જ્યારે RCB નું મજબૂત પ્રદર્શન તેમને પ્લેઓફની રેસમાં વધુ મજબૂત બનાવે છે.

Breaking News: મિશેલ સેન્ટનર આખી સિઝનમાંથી થયો બહાર

Follow Us