IPL 2026માંડિમ્પલ ક્વીન Preity Zinta એ આ ક્રિકેટરને આપી જાદુની જપ્પી, ખેલાડી હરખે સમાણો, જુઓ Video

IPL 2026માં પંજાબ કિંગ્સની લખનૌ સામે ભવ્ય જીત બાદ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનો ખેલાડીને ગળે લગાવતો વીડિયો વાયરલ થયો છે.

IPL 2026માંડિમ્પલ ક્વીન Preity Zinta એ આ ક્રિકેટરને આપી જાદુની જપ્પી, ખેલાડી હરખે સમાણો, જુઓ Video
| Updated on: Apr 20, 2026 | 6:00 PM

Punjab Kings vs Lucknow Super Giants: પંજાબ કિંગ્સની સહ-માલિક અને બોલિવૂડ અભિનેત્રી Preity Zintaનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રીતિ ઝિન્ટા ટીમના એક ખેલાડીને ગળે લગાવતી જોવા મળે છે, જેના પછી તે ખેલાડી ખુશીમાં ઝૂમી ઊઠે છે. આ ક્ષણને ઘણા લોકો “બાળપણનું સ્વપ્ન સાકાર થવું” તરીકે વર્ણવી રહ્યા છે.

રવિવારે રમાયેલી IPL 2026ની મેચમાં Punjab Kingsએ Lucknow Super Giants સામે 54 રનથી ભવ્ય જીત મેળવી હતી. પહેલા બેટિંગ કરતાં પંજાબે 20 ઓવરમાં 254 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં લખનૌની ટીમ 20 ઓવરમાં માત્ર 200 રન સુધી જ પહોંચી શકી.

આ જીત બાદ પ્રીતિ ઝિન્ટા મેદાનમાં ઉતરી અને ખેલાડીઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન જ્યારે તેમની નજર ટીમના ઝડપી બોલર Arshdeep Singh પર પડી, ત્યારે તેમણે તેને ગળે લગાવ્યો. આ પળ અર્શદીપ માટે ખાસ બની ગઈ, કારણ કે ગળે લાગ્યા બાદ તે તરત જ ઉજવણી કરવા લાગ્યો. તેની પ્રતિક્રિયા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે આ ક્ષણ તેના માટે ખૂબ જ યાદગાર અને ભાવનાત્મક હતી.

પંજાબ કિંગ્સ માટે આ સીઝન અત્યાર સુધી ખૂબ જ શાનદાર રહી છે. ટીમે પોતાની 6માંથી 5 મેચ જીતી છે, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. હાલ પંજાબ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને પ્લેઓફ માટે તેમની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે.

મેચ દરમિયાન બેટિંગમાં ઓપનર Priyansh Aryaએ 37 બોલમાં 93 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં 9 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેની સ્ટ્રાઈક રેટ 250થી વધુ રહી હતી. ઉપરાંત, Cooper Connollyએ પણ 46 બોલમાં 87 રન બનાવીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

બોલિંગ વિભાગમાં Marco Jansen અને Vijaykumar Vyshakએ અસરકારક પ્રદર્શન કર્યું. જાનસેને 2 વિકેટ લીધી, જ્યારે વૈશાકે 4 ઓવરમાં માત્ર 30 રન આપી એક મહત્વપૂર્ણ વિકેટ મેળવી.

Video : ચાલુ મેચમાં સ્ટેડિયમમાં રડી પડ્યો 14 વર્ષનો ખેલાડી વૈભવ સૂર્યવંશી ! સાથી ખેલાડી આવ્યા સમજાવવા

Follow Us