Rishabh Pant Unexpected Wicket : ઋષભ પંતના નસીબે આપ્યો દગો, ખેલાડીની એક ભૂલને કારણે નોન-સ્ટ્રાઈકર થયો રન આઉટ, જુઓ વીડિયો

IPL 2026ની પાંચમી મેચમાં ઋષભ પંત નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ચોંકાવનારા રન આઉટ થયા. લખનૌના એકાના સ્ટેડિયમમાં Lucknow Super Giants vs Delhi Capitals વચ્ચેની મેચમાં આ ઘટનાથી ખેલાડીઓ અને ચાહકો આશ્ચર્યચકિત થયા.

Rishabh Pant Unexpected Wicket : ઋષભ પંતના નસીબે આપ્યો દગો, ખેલાડીની એક ભૂલને કારણે નોન-સ્ટ્રાઈકર થયો રન આઉટ, જુઓ વીડિયો
| Updated on: Apr 01, 2026 | 8:52 PM

IPL 2026 ની પાંચમી મેચમાં Rishabh Pant સાથે એક ચોંકાવનારી ઘટના બની. Lucknow Super Giants ના કેપ્ટન તરીકે રમતા પંત નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રન આઉટ થઈ ગયા, જેને જોઈને મેદાનમાં હાજર ખેલાડીઓ અને ચાહકો બંને આશ્ચર્યચકિત રહી ગયા.

આ મેચ Lucknow Super Giants અને Delhi Capitals વચ્ચે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. ઇનિંગ્સની શરૂઆતમાં જ અનોખી ઘટના બની. ઓપનિંગ કરવા આવેલા Rishabh Pant માત્ર 9 બોલમાં 7 રન બનાવી આઉટ થઈ ગયા. ખાસ વાત એ હતી કે આ સામાન્ય વિકેટ નહોતી, પરંતુ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રન આઉટ થઈ ગયા.

આ ઘટના ત્રીજી ઓવરના છેલ્લે બોલ પર બની. Mukesh Kumar બોલિંગ કરી રહ્યા હતા અને Mitchell Marsh એ બોલને સીધો પીચની વચ્ચે ફટકાર્યો. મુકેશ કુમારે બોલ રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેમના હાથમાંથી ઉછળી સીધો નોન-સ્ટ્રાઈકર એન્ડના સ્ટમ્પ પર વાગ્યો. તે સમયે પંત ક્રીઝની બહાર હતા.

બોલ સ્ટમ્પ પર લાગતા જ મુકેશ કુમારે અપીલ કરી અને રિપ્લેમાં સ્પષ્ટ દેખાયું કે પંત ક્રીઝની બહાર હતા. પરિણામે અમ્પાયરએ તેમને આઉટ જાહેર કર્યા. આ અનોખા રનઆઉટે ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા અને ટીમ માટે પણ મોટો ફટકો સાબિત થયો. લખનૌએ પોતાની પહેલી વિકેટ માત્ર 19 રનમાં ગુમાવી.

લખનૌ સુપર જાયન્ટ્સ માટે આ મેચની શરૂઆત ખૂબ નબળી રહી. ટીમે 71 રનમાં અડધી ટીમ ગુમાવી દીધી. Aiden Markram માત્ર 11 રન બનાવી શક્યા, જ્યારે Ayush Badoni ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયા. Nicholas Pooran પણ માત્ર 8 રન બનાવી શક્યા. Mitchell Marsh એ સારી શરૂઆત કરી હતી, પરંતુ તે પણ 35 રનથી આગળ જઈ શક્યા નહીં.

Breaking News: વૈભવ સૂર્યવંશી અને સચિન તેંડુલકરના 29 છગ્ગા વચ્ચે છે ખાસ કનેક્શન, આ આંકડા જોઈને ચોંકી જશો

Follow Us