Virat Kohli માટે IPL 2026 ની શરૂઆત શાનદાર રહી. Royal Challengers Bangalore અને Sunrisers Hyderabad વચ્ચેની લીગ મેચમાં RCB એ IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 200+ સ્કોર ચેઝ કર્યો. આ જ મેચમાં કોહલીએ વ્યક્તિગત રીતે પણ એક નહીં, પણ કુલ 10 મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા.
આ પ્રદર્શન સાથે તેણે David Warner, Shikhar Dhawan, AB de Villiers, Sanju Samson, Rohit Sharma અને KL Rahul જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ મૂકી દીધા.
વિરાટ કોહલીના 10 રેકોર્ડ્સ
- RCB vs SRH મેચમાં કોહલીએ IPL ઈતિહાસમાં સૌથી ઝડપી રન ચેઝ દરમિયાન ટોચનું પ્રદર્શન કર્યું અને આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન બન્યો.
- SRH સામે IPLમાં સૌથી વધુ 7 વખત 50+ સ્કોર બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો.
- IPLમાં પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલીએ ડેવિડ વોર્નરને પાછળ મૂક્યો. આ મેચમાં 69* રન બનાવીને તે RCBનો સર્વોચ્ચ રનસ્કોરર બન્યો.
- IPL જીતેલી મેચોમાં સૌથી વધુ 50+ સ્કોર (42 વખત) બનાવવાનો રેકોર્ડ હવે કોહલીના નામે છે. તેણે વોર્નરનો 41નો રેકોર્ડ તોડ્યો.
- IPLમાં સૌથી વધુ વખત અણનમ રહીને 50+ સ્કોર (24 વખત) બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે ગયો. તેણે AB ડી વિલિયર્સ અને ધવનનો 23નો રેકોર્ડ તોડ્યો.
- સફળ રન ચેઝમાં સૌથી વધુ 50+ સ્કોર (21 વખત) બનાવવાનો નવો રેકોર્ડ પણ કોહલીના નામે છે.
- IPLમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય ઓપનર તરીકે કોહલીએ 182 છગ્ગા પૂર્ણ કર્યા અને KL રાહુલનો 179નો રેકોર્ડ તોડ્યો.
- SRH સામે IPLમાં સૌથી વધુ 874 રન બનાવનાર ખેલાડી પણ હવે કોહલી બન્યો, તેણે સંજુ સેમસનને પાછળ મૂકી દીધો.
- IPLમાં ટીમ માટે સૌથી વધુ વખત (31 વખત) 150+ સ્ટ્રાઇક રેટ સાથે ટોપ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. તેણે રોહિત શર્માને પાછળ મૂકી દીધો.
- IPLમાં કોહલીના કુલ 50+ સ્કોર હવે 72 થઈ ગયા છે, અને તેણે આ સિદ્ધિ માત્ર 260 ઇનિંગ્સમાં મેળવી છે.
IPL 2026 માં ધોનીના ચાહકોને મોટો ઝટકો, ફક્ત ત્રણ મેચ નહીં પરંતુ આટલી બધી મેચો માટે બહાર રહેશે થાલા..