RR vs MI : રોહિત શર્મા એક સેકન્ડ માટે બચી ગયો, પછી તોફાની અડધી સદી ફટકારી

મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર રોહિત શર્માએ IPL 2025માં ત્રીજી વખત પચાસથી વધુ રનની ઈનિંગ રમી હતી. રોહિતે રાજસ્થાન સામે શાનદાર ઈનિંગ રમીને 6000 રન પૂરા કરીને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. જો કે રોહિત આ રેકોર્ડ બનાવી શક્યો ન હોત, જો તેણે અમ્પાયરના નિર્ણય સામે અંતિમ સેકન્ડમાં રિવ્યુ લીધો ન હોત.

RR vs MI : રોહિત શર્મા એક સેકન્ડ માટે બચી ગયો, પછી તોફાની અડધી સદી ફટકારી
Rohit Sharma
Image Credit source: PTI
| Updated on: May 01, 2025 | 9:39 PM

રોહિત શર્માની IPL 2025માં શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, પરંતુ હવે તેનું બેટ કામ કરવા લાગ્યું છે. રોહિત શર્માએ જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે 53 રનની ઈનિંગ રમી હતી. રોહિતે માત્ર 31 બોલમાં અડધી સદી ફટકારી અને આ સિઝનમાં તેની ત્રીજી અડધી સદી છે. આ ઈનિંગ સાથે, રોહિતે મુંબઈ ઈન્ડિયન્સ માટે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

રોહિત શર્માએ MI માટે 6000 રન પૂરા કર્યા

રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે 6000 રન પૂરા કર્યા હતા. તે T20 ક્રિકેટના ઈતિહાસમાં એક ફ્રેન્ચાઈઝી માટે 6000 થી વધુ રન બનાવનાર માત્ર બીજો ખેલાડી બન્યો હતો. રોહિત શર્મા પહેલા વિરાટ કોહલી એક ફ્રેન્ચાઈઝી માટે 6000 થી વધુ રન બનાવી ચૂક્યો છે. વિરાટ કોહલીએ RCB માટે 8871 રન બનાવ્યા છે.

 

રોહિત શર્મા રંગમાં આવ્યો

રોહિત શર્મા પહેલી પાંચ મેચમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો, પરંતુ છેલ્લી ચાર મેચમાં આ ખેલાડીએ ત્રણ અડધી સદી ફટકારી છે. આ દરમિયાન રોહિત શર્માએ 76*, 70, 12, 53 રનની ઈનિંગ્સ રમી છે. રાજસ્થાન સામે રોહિત શર્માની શરૂઆત ધીમી રહી હતી, પરંતુ એકવાર તે મેદાન પર સેટ થઈ ગયો, પછી તેણે પોતાના સ્ટ્રોક રમવાનું શરૂ કરી દીધું. તેણે જોફ્રા આર્ચર અને મહિશ તીક્ષણા સામે આક્રમક વલણ અપનાવ્યું અને ઓપનર રાયન રિકેલ્ટન સાથે પ્રથમ વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી.

 

બીજી જ ઓવરમાં નસીબદાર સાબિત થયો

જોકે, બીજી ઓવરમાં જ રોહિત શર્મા ખૂબ નસીબદાર સાબિત થયો. ફઝલહક ફારૂકીના બોલ પર અમ્પાયરે તેને LBW આઉટ જાહેર કર્યો. પરંતુ રોહિતે છેલ્લી સેકન્ડે રિવ્યુ લીધો અને ફારૂકીનો બોલ લેગ સ્ટમ્પની બહાર પિચ થતા રોહિત શર્મા માંડ માંડ બચી ગયો. આ રીતે, રોહિતને જીવનદાન મળ્યું અને તેણે શાનદાર અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો: ‘ગબ્બર’ શિખર ધવન પ્રેમ રંગમાં રંગાયો, આખી દુનિયા સામે ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથેનો ‘પ્રેમ’ કર્યો જાહેર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:36 pm, Thu, 1 May 25