IPL 2025 : પ્લેઓફ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, ત્રણ સ્ટાર ખેલાડીઓએ છોડી ટીમ

IPL 2025ની પ્લેઓફ મેચો 29 મે થી શરૂ થવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે અને એલિમિનેટર મેચ રમવા જઈ રહી છે. પરંતુ આ મોટી મેચ પહેલા, મુંબઈના 3 ખેલાડીઓ પોતપોતાના દેશોમાં પાછા ફર્યા છે. જેના કારણે પ્લેઓફ પહેલા મુંબઈને મોટો ફટકો પડ્યો છે.

IPL 2025 : પ્લેઓફ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, ત્રણ સ્ટાર ખેલાડીઓએ છોડી ટીમ
Mumbai Indians
Image Credit source: PTI
| Updated on: May 27, 2025 | 8:33 PM

પ્લેઓફ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈના ત્રણ સ્ટાર ખેલાડીઓ સિઝનની વચ્ચે જ ટીમ છોડી ચૂક્યા છે. ખરેખર, આ ત્રણેય ખેલાડીઓને નેશનલ ટીમ તરફથી સીરિઝ રમવાની હોવાથી પોતાના દેશ પાછા ફરવું પડ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે આ ત્રણ ખેલાડીઓના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. MIએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ત્રણેય ખેલાડીઓને વિદાય આપી હતી.

રિકેલ્ટન, બોશ અને વિલ જેક્સની વિદાય

મુંબઈ ઈન્ડિયન્સના 3 ખેલાડીઓ વિકેટકીપર બેટ્સમેન રાયન રિકેલ્ટન, ઓલરાઉન્ડર કોર્બિન બોશ અને વિલ જેક્સને તેમના દેશ પાછા ફરવું પડ્યું છે. આ ત્રણ ખેલાડીઓએ આ સિઝનમાં મુંબઈ માટે ઘણું મહત્વનું યોગદાન આપ્યું હતું, પરંતુ હવે તેઓ ટુર્નામેન્ટની બાકીની મેચોનો ભાગ રહેશે નહીં. મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી.

MIએ વીડિયો શેર કર્યો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમમાં રાયન રિકેલ્ટન અને કોર્બિન બોશનો સમાવેશ થાય છે. જ્યારે વિલ જેક્સને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એટલા માટે આ ખેલાડીઓ પોતાના દેશમાં પાછા ગયા છે. MIએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં હેડ કોચ મહેલા જયવર્ધને આ ખેલાડીઓને વિદાય આપી રહ્યા છે.

 

કોચ જયવર્દનેનું ભાવુક ભાષણ

જયવર્ધનેએ આફ્રિકન ક્રિકેટરોને કહ્યું, ‘સપોર્ટ સ્ટાફ અને ટીમ વતી, હું રાયન અને બોસ્કીને ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે શુભકામનાઓ પાઠવું છું. સારું રમો. તમે લોકોએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ખૂબ જ સારું યોગદાન આપ્યું છે. તમને જતા જોઈને મને દુઃખ થયું. પણ શુભકામનાઓ.’ બીજી બાજુ, વિલે જેક્સ વિશે કહ્યું: ‘સારું, શુભકામનાઓ દોસ્ત.’ લાંબા સમય પછી તને રાષ્ટ્રીય ટીમમાં રમવા માટે બોલાવવામાં આવ્યો છે. મને ખૂબ ગર્વ છે. સારું પ્રદર્શન કરો, અને અમને તમારી ખોટ સાલશે.’

મુંબઈને ત્રણેયની ખોટ પડશે

રાયન રિકેલ્ટને આ સિઝનમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી મુંબઈને ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવ્યું હતું, સાથે જ તેણે વિકેટકીપિંગમાં પણ કમાલ કર્યો હતો. જ્યારે કોર્બિન બોશે પોતાની ઓલરાઉન્ડ ક્ષમતાથી ટીમને સંતુલન પૂરું પાડ્યું હતું. વિલ જેક્સે મધ્યમ ક્રમમાં ઝડપી રન બનાવવાની પોતાની ક્ષમતાથી પણ પ્રભાવિત કર્યા. આવી સ્થિતિમાં, ટીમને આ ખેલાડીઓની ખોટ સાલશે.

 

બેયરસ્ટો, ગ્લીસન, અસલંકા ટીમ સાથે જોડાયા

જોકે, આ ખેલાડીઓના સ્થાને, ઈંગ્લેન્ડના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન જોની બેયરસ્ટો, ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર રિચાર્ડ ગ્લીસન અને શ્રીલંકાના બેટ્સમેન ચારિથ અસલંકાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સ નહીં બને ચેમ્પિયન ? ફાઈનલમાં પહોંચવું પણ મુશ્કેલ ! જાણો કેમ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો