MI vs SRH : મેચ પહેલા રોહિત શર્માનું કરવામાં આવ્યું સન્માન, પરંતુ પ્લેઈંગ 11માં ન મળ્યું સ્થાન

મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત IPL ચેમ્પિયન બનાવનાર ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે આ સિઝન સારી રહી નથી. IPL 2025માં અત્યાર સુધી 5 ઈનિંગ્સ રમી ચૂકેલા રોહિતે ફક્ત 56 રન જ બનાવ્યા છે. આ કારણે તેમના પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બધા વચ્ચે SRH સામેની મેચ પહેલા વાનખેડે સ્ટેડિયમમાં રોહિતનું સન્માન કરવામાં આવ્યું હતું. જો કે મેચમાં હાર્દિક પંડયાએ તેને પ્લેઈંગ-11માંથી બહાર રાખ્યો હતો.

MI vs SRH : મેચ પહેલા રોહિત શર્માનું કરવામાં આવ્યું સન્માન, પરંતુ પ્લેઈંગ 11માં ન મળ્યું સ્થાન
Rohit Sharma
Image Credit source: PTI
| Updated on: Apr 17, 2025 | 9:16 PM

ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા હજુ સુધી IPL 2025માં પોતાનો રંગ સંપૂર્ણ રીતે બતાવી શક્યો નથી. આ સિઝનમાં અત્યાર સુધીમાં 5 મેચ રમી ચૂકેલો મુંબઈનો ભૂતપૂર્વ કેપ્ટન એક પણ મોટી ઈનિંગ રમી શક્યો નથી. આવી સ્થિતિમાં, તે સતત સવાલોથી ઘેરાયેલો રહે છે. ખરાબ સિઝન છતાં, રોહિત શર્માને IPLમાં દરજ્જો અને સન્માન મળે છે અને તેથી જ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ પહેલા તેનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. જોકે, આ સન્માન છતાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું.

મેચ પહેલા રોહિત શર્માનું સન્માન

યજમાન MI 17 એપ્રિલ, ગુરુવારના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ સામે ટકરાશે. આ મેચ પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ રોજર બિન્નીએ ભૂતપૂર્વ MI કેપ્ટન રોહિત શર્માને ખાસ શિલ્ડ આપીને સન્માનિત કર્યો હતો. રોહિતને IPLમાં 18 વર્ષ પૂર્ણ કરવા બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું. રોહિત શર્મા IPLની પહેલી સિઝનથી જ આ લીગનો ભાગ છે અને તેથી લીગના 18 વર્ષ પૂર્ણ થવા પર તેને સન્માનિત કરવામાં આવ્યો હતો. આ વર્ષે, BCCI એ ખેલાડીઓનું સન્માન કરી રહ્યું છે જેઓ IPLની પહેલી સિઝનથી સતત રમી રહ્યા છે. રોહિત પહેલા વિરાટ કોહલી અને એમએસ ધોનીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

પ્લેઈંગ 11 માં સ્થાન કેમ ન મળ્યું?

જોકે, મેચની વાત કરીએ તો, રોહિત શર્માને પ્લેઈંગ 11 માં સામેલ કરવામાં આવ્યો ન હતો. આનું કારણ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ દરમિયાન લીધેલો નિર્ણય હતો. ખરેખર, હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં, ટીમ મેનેજમેન્ટે પ્લેઈંગ 11માં એક વધારાનો બોલર રાખવાનો નિર્ણય લીધો, જેના કારણે રોહિતને પહેલા ફિલ્ડિંગ કરતી વખતે પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેને ઈમ્પેક્ટ સબસ્ટિટ્યુટ તરીકે પસંદ કરાયેલા 5 ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા આવ્યો હતો, જેથી તેને બેટિંગ દરમિયાન મેદાનમાં ઉતારી શકાય.

 

અત્યાર સુધી સિઝન સારી રહી નથી

આ સિઝનમાં પહેલીવાર નથી જ્યારે રોહિતનો ઉપયોગ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે થયો હોય. IPL 2025માં અત્યાર સુધી 3-4 મેચોમાં આવું બન્યું છે, જ્યારે રોહિતને પહેલા પ્લેઈંગ 11 માં સ્થાન મળ્યું ન હોય. પરંતુ ત્યારબાદ તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરવા આવ્યો હોય. તેવી જ રીતે, જ્યારે MI પ્રથમ બેટિંગ કરી રહ્યું હોય છે, ત્યારે ફિલ્ડિંગ દરમિયાન તેને ટીમમાંથી બહાર કરવામાં આવો છે. આ સિઝન રોહિત માટે અત્યાર સુધી સારી રહી નથી અને તે 5 ઈનિંગ્સમાં ફક્ત 56 રન જ બનાવી શક્યો છે.

આ પણ વાંચો: IPL 2025 : ’16 વર્ષ પહેલા’… પ્રીતિ ઝિન્ટાએ યુઝવેન્દ્ર ચહલ માટે પોતાના દિલની વાત કહી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો