IPL 2025 : KKR ફેન્સમાં ભારે નિરાશા, સતત બીજી મેચમાં ઈડન ગાર્ડન્સમાં સીટ ખાલી

આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું નથી અને IPL ચેમ્પિયન ટીમને સતત સંઘર્ષ કરવો પડ્યો છે. પરંતુ સ્ટેડિયમમાં એક વધુ ચોંકાવનારો નજારો જોવા મળ્યો છે. આ સિઝનમાં ઘણી મેચોમાં સ્ટેડિયમ સંપૂર્ણ રીતે ભરાયું નથી અને પાંજબ સામેની મેચમાં પણ સીટ ખાલી રહેતા ટીમને ફેન્સની નિરાશાનો સામનો કરવા પડ્યો છે.

IPL 2025 : KKR ફેન્સમાં ભારે નિરાશા, સતત બીજી મેચમાં ઈડન ગાર્ડન્સમાં સીટ ખાલી
Eden Gardens
Image Credit source: X
| Updated on: Apr 26, 2025 | 9:30 PM

ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સે જે રીતે IPLનો ખિતાબ જીત્યો હતો, તે પછી આ સિઝનમાં ટીમ ફરીથી સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા હતી. પરંતુ અડધી સિઝન પૂરી થઈ ગઈ છે અને IPL 2025માં કોલકાતાનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. આ સિઝનમાં ફક્ત ટીમનું પ્રદર્શન જ નહીં, પરંતુ આ ટીમના ચાહકોનો સપોર્ટ પણ નિરાશાજનક રહ્યો છે અને આ ફરી એકવાર જોવા મળ્યું છે. પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન કોલકાતાનું હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સંપૂર્ણ રીતે ભરાયું પણ ન હતું.

ઈડન ગાર્ડન્સ ફરી એકવાર ભરાયું નહીં

26 એપ્રિલ, શનિવારના રોજ રમાયેલી આ મેચમાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની બેઠકો ખાલી જોવા મળી હતી. આ દૃશ્ય પહેલીવાર સિઝનની બીજી અને ત્રીજી મેચ દરમિયાન જોવા મળ્યું હતું, જ્યારે સ્ટેડિયમમાં અડધીથી વધુ બેઠકો ખાલી હતી. જોકે, પછી પણ ધીમે ધીમે ઘણા ચાહકો મેચ પૂરી થાય ત્યાં સુધી આવ્યા, છતાં સ્ટેડિયમ સંપૂર્ણ રીતે ભરાયું ન હતું. ફરી એકવાર કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચમાં એ જ દ્રશ્ય જોવા મળ્યું હતું.

 

 

 ટિકિટો અને સ્ટાર ખેલાડીઓનો અભાવ છે કારણ?

જોકે, આ પાછળનું સાચું કારણ હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ મોંઘી ટિકિટોનો મુદ્દો સિઝનની શરૂઆતથી જ ગરમ હતો અને ચાહકોની ઉદાસીનતાનું આ એક મુખ્ય કારણ પણ ગણાવાઈ રહ્યું હતું. બીજી તરફ, આ વખતે ટીમમાં એવો કોઈ ખેલાડી નથી જેને આ ફ્રેન્ચાઈઝીનો ચહેરો બનાવી શકાય. શ્રેયસ અય્યર ગયા સિઝનમાં ટીમમાં હતો, પરંતુ તેના કરતા મોટું કારણ મેન્ટર ગૌતમ ગંભીર હતો, જે ઘણા વર્ષો પછી આ ફ્રેન્ચાઈઝીમાં પાછો ફર્યો હતો. ઉપરાંત, આ ટીમમાં પશ્ચિમ બંગાળનો કોઈ સ્થાનિક ક્રિકેટર નથી, જે લોકલ ફેન્સને લાગણીના કનેક્શનથી દૂર કરે છે.

આ પણ વાંચો: ‘CSKના બેટ્સમેન IPL છોડીને ઘરે જવા માંગે છે…’ વીરેન્દ્ર સેહવાગે ચેન્નાઈ સુપર કિંગ્સ પર સાધ્યું નિશા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:23 pm, Sat, 26 April 25