ઈંગ્લેન્ડના ખેલાડીએ ગુજરાતને આપ્યો ઝટકો, તો ગુજરાતે પાકિસ્તાનને માર્યો મોટો ફટકો

ગુજરાત ટાઈટન્સના વિકેટકીપર-બેટ્સમેન, જે શાનદાર ફોર્મમાં હતો, તે હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની બાકીની મેચો રમશે નહીં. તેના સ્થાને GT હવે PSLમાં રમી રહેલા શ્રીલંકાના ખેલાડીને તેની ટીમમાં સામેલ કરવા જઈ રહ્યું છે.

ઈંગ્લેન્ડના ખેલાડીએ ગુજરાતને આપ્યો ઝટકો, તો ગુજરાતે પાકિસ્તાનને માર્યો મોટો ફટકો
jos buttler
Image Credit source: PTI
| Updated on: May 15, 2025 | 4:25 PM

પાકિસ્તાન સુપર લીગને IPL વધુ એક મોટો ઝટકો આપવા જઈ રહી છે. એક IPL ફ્રેન્ચાઈઝી PSLમાં રમી રહેલા શ્રીલંકાના ખેલાડીને તેની ટીમમાં સામેલ કરવા જઈ રહી છે. આ ખેલાડીને વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો

જોસ બટલરે તેની IPL ટીમ ગુજરાત ટાઈટન્સને જાણ કરી છે કે તે હવે આ સિઝનમાં વધુ રમી શકશે નહીં. બટલરે નેશનલ ટીમ સાથે સીરિઝને કારણે આ નિર્ણય લીધો છે. તેના સ્થાને ગુજરાત ટાઈટન્સ શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસને તેમની ટીમમાં સામેલ કરવા જઈ રહ્યું છે. જોકે, હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને પ્લેઓફમાં તેમનો પ્રવેશ લગભગ નિશ્ચિત છે.

બટલર IPLની બાકીની મેચો નહીં રમે

ગુજરાત ટાઈટન્સનો વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર 17 મેથી શરૂ થનારી IPL 2025ની બાકીની મેચો રમી શકશે નહીં. બટલરને વેસ્ટ ઈન્ડીઝ સામેની T20 અને ODI શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જેના કારણે તે હવે GT માટે મેચ રમી શકશે નહીં. તેણે આ માહિતી પોતાની ફ્રેન્ચાઈઝીને આપી છે.

PSL છોડીને IPLમાં રમશે આ ખેલાડી

હવે ગુજરાત ટાઈટન્સ પાકિસ્તાન સુપર લીગમાં ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમી રહેલા કુસલ મેન્ડિસને સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. આનાથી PSL માટે ફરી એક મોટો ઝટકો લાગી શકે છે. આ પહેલા પણ ઘણા ખેલાડીઓ PSL છોડીને IPL રમવા આવ્યા છે.

બટલર શાનદાર ફોર્મમાં હતો

ગુજરાત ટાઈટન્સનો વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર આ સિઝનમાં શાનદાર ફોર્મમાં હતો. તેણે 11 મેચની 11 ઈનિંગ્સમાં 71.42ની સરેરાશથી 500 રન બનાવ્યા છે, જેમાં 5 અડધી સદીનો સમાવેશ થાય છે. હવે ટીમમાંથી તેની ગેરહાજરી ગુજરાત ટાઈટન્સની પ્લેઓફ મેચોમાં મુશ્કેલીઓ વધારી શકે છે. જો આપણે PSL 2025માં કુસલ મેન્ડિસના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે ક્વેટા ગ્લેડીયેટર્સ માટે 8 મેચ રમી છે, જેમાં તેણે 5 ઈનિંગ્સમાં 35.75ની સરેરાશથી 143 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: IPL 2025 : દિલ્હી કેપિટલ્સના એક નિર્ણયથી ચાહકો થયા ગુસ્સે, BCCI પણ થયું ટ્રોલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો