
આઈપીએલ 2025 વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને કોણીમાં ફેક્ચર થયું છે. જેના કારણે તે આખી સીઝનમાંથી બહાર થયો છે. સીએસકેએ મહેન્દ્ર સિંહ ધોની પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સીઝન વચ્ચે ધોનીને કેપ્ટનની જવાબદારી સોંપી છે.
CSKના ચાહકો માટે આ ગિફટથી કાંઈ ઓછું નથી. હવે દિગ્ગજ ધોની ફરી એક વખત કેપ્ટનશીપ કરતો જોવા મળશે. બીજી બાજુ ગાયકવાડ ભલે ઈજાગ્રસ્ત થયો હોય. પરંતુ તે ટીમમાં રહેશે. આ વાતનો ખુલાસો ખુદ ઋતુરાજ ગાયકવાડે કર્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઋતુરાજ ગાયકવાડનો એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેમણે કહ્યું બધાને નમસ્કાર. કોણીની ઈજાને કારણે તે આઈપીએલમાંથી બહાર થયો છે. આ કારણે તે ખુબ દુખી છે. અત્યારસુધી સપોર્ટ કરવા બદલ આભાર, અમે થોડા સમથી સંધર્ષ કરી રહ્યા છે પરંતુ તમે બધા જાણો છો કે, હવે ટીમનો એક યુવા વિકેટકીપર લીડ કરી રહ્યો છે. આશા છે જલ્દી સારું પરિણામ જોવા મળશે. હું ટીમ સાથે રહીશ અને તેનું સંપૂર્ણ સમર્થન કરીશ.
OFFICIAL STATEMENT
Ruturaj Gaikwad ruled out of the season due to a hairline fracture of the elbow.
MS DHONI TO LEAD.
GET WELL SOON, RUTU ! ✨ #WhistlePodu #Yellove pic.twitter.com/U0NsVhKlny
— Chennai Super Kings (@ChennaiIPL) April 10, 2025
ઋતુરાજ ગાયકવાડે મહેન્દ્ર સિંહ ધોનીને યુવા વિકેટકીપર કહ્યો છે. જ્યારે તેની ઉંમર 43 વર્ષની છે. આ ઉંમરે પણ ધોની એકદમ ફિટ છે. તેની સ્ફુર્તિ મેદાનમાં જોવા મળે છે. ગાયકવાડે કહ્યું કે, પાક્કું છે કે, તે આ સ્થિતિમાંથી બહાર નીકળશે. પરંતુ તમે જાણો છો કે, કેટલીક વસ્તુઓ કંટ્રોલમાં હોતી નથી. ડગ આઉટથી ટીમનું સમર્થન કરવા માટે ઉત્સુક છું આશા છે કે, આ સીઝન સારી રહે.
ઋતુરાજ ગાયકવાડે આઈપીએલમાં અત્યારસુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 19 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં 8માં જીત મેળવી છે અને 11માં હારનો સામનો કરવો પડ્યો છે. ગત્ત સીઝનમાં તે સીએસકેનો કેપ્ટન હતો.ત્યારે પણ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી. હાલમાં આ સીઝનમાં પણ તેની કેપ્ટનશીપમાં ટીમે 5 મેચ રમી છે.તેમાંથી 4માં હારનો સામનો કરવો પડ્યો છે.