શું કોહલીનો આ વીડિયો બેંગલુરુમાં ભાગદોડનું કારણ બન્યો? અકસ્માતના 7 કલાક પહેલા વિરાટે કહી હતી આ વાત

4 જૂનના રોજ, બેંગલુરુમાં RCBની જીતની ઉજવણી દરમિયાન ચાહકોની ભારે ભીડ એકઠી થયા બાદ ભાગદોડ મચી ગઈ હતી અને 11 લોકોના મોત થયા હતા. આ કેસમાં કર્ણાટક સરકારે રાજ્યની હાઈકોર્ટમાં એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જે હવે કોર્ટના આદેશ પછી જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વિરાટ કોહલીના વીડિયોનો પણ ઉલ્લેખ છે. જાણો આ વીડિયોમાં વિરાટ કોહલીએ શું કહ્યું હતું?

શું કોહલીનો આ વીડિયો બેંગલુરુમાં ભાગદોડનું કારણ બન્યો? અકસ્માતના 7 કલાક પહેલા વિરાટે કહી હતી આ વાત
Virat Kohli
Image Credit source: PTI
| Updated on: Jul 17, 2025 | 10:43 PM

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની જીત બાદ ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડના મામલામાં કર્ણાટક સરકારનો રિપોર્ટ બહાર આવ્યો છે. 3 જૂને, RCBએ IPL 2025નો ખિતાબ જીત્યો અને પછી બીજા દિવસે બેંગલુરુ પરત ફરીને જીતની ઉજવણી કરી. પરંતુ ચાહકોની ભારે ભીડને કારણે આ ઉજવણી અકસ્માતમાં ફેરવાઈ અને 11 લોકોના મોત થયા. આ કિસ્સામાં, કર્ણાટક સરકારના રિપોર્ટમાં ફ્રેન્ચાઈઝીને દોષી ઠેરવવામાં આવી અને વિરાટ કોહલીના વીડિયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.

કર્ણાટક સરકારની રિપોર્ટમાં કોહલીનો વીડિયો

કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો, જે હવે કોર્ટના આદેશ બાદ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં, અકસ્માત માટે RCBને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. RCBની વિક્ટ્રી પરેડ સંબંધિત સોશિયલ મીડિયા જાહેરાતો ઉપરાંત, રિપોર્ટમાં એક દિવસ પહેલા પરેડ માટે પરવાનગી માંગવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને પછી બેંગલુરુ પોલીસે નકારી કાઢ્યો હતો. પરંતુ તેમાં વિરાટ કોહલીનું નામ પણ ઉલ્લેખવામાં આવ્યું છે, જેનો એક વીડિયો RCB દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યો છે.

 

વીડિયોમાં કોહલીએ વિક્ટ્રી પરેડની વાત કહી

રિપોર્ટ અનુસાર, 4 જૂનના રોજ સવારે 8:54 વાગ્યે RCB દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં વિરાટ કોહલી ચાહકો સાથે ઉજવણી કરવા વિશે વાત કરી રહ્યો છે. પરંતુ તે વીડિયોમાં શું છે? કોહલીએ તેમાં શું કહ્યું? શું તેણે ચાહકોને કોઈ અપીલ કરી હતી કે વિક્ટ્રી પરેડની જાહેરાત કરી હતી? આ વીડિયો હજુ પણ RCBના ‘X’ એકાઉન્ટ પર છે અને તેમાં વિરાટ કોહલી કહી રહ્યો છે કે, “હું જીતની વાસ્તવિકતા ત્યારે અનુભવી શકીશ જ્યારે આપણે આવતીકાલે (4 જૂન) બેંગલુરુ પહોંચીશું અને શહેર અને ચાહકો સાથે ઉજવણી કરી શકીશું, જેઓ હંમેશા સારા અને ખરાબ સમયમાં અમારી સાથે ઉભા રહ્યા છે.”

ખેલાડીઓ વિક્ટ્રી પરેડ વિશે જાણતા હતા

આ વીડિયો બેંગલુરુની જીત પછી તરત જ ડ્રેસિંગ રૂમમાં શૂટ કરવામાં આવ્યો હતો, 4 જૂનની સવારે નહીં. જોકે, આ વીડિયો સ્પષ્ટ કરે છે કે કોહલી સહિત ખેલાડીઓ જાણતા હતા કે બીજા દિવસે બેંગલુરુમાં વિક્ટ્રી પરેડ થશે. જોકે, શું ખેલાડીઓ જાણતા હતા કે પોલીસે આ માટે પરવાનગી આપી ન હતી? ઉપરાંત, શું તેઓ ચાહકોને સ્ટેડિયમમાં આવવાની અપીલ કરી રહ્યા હતા? આનાથી એ પ્રશ્ન પણ ઊભો થાય છે કે શું રિપોર્ટના આધારે ભવિષ્યમાં વિરાટ કોહલી સામે કેસ નોંધી શકાય?

આ પણ વાંચો:

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 10:43 pm, Thu, 17 July 25