
આઈપીએલ 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે એક રોમાંચક મેચ દરમિયાન ઝપાઝપીના દશ્યો પણ જોવા મળ્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન અભિષેક શર્માએ પોતાની ઇનિંગના અંત પછી ગુસ્સો ગુમાવ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે LSG સ્પિનર દિગ્વેશ રાઠીએ અભિષેકને આઉટ કર્યો, જેના પછી બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે અમ્પાયરો વચ્ચે પડ્યા હતા.
આ ઘટના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચ દરમિયાન બની હતી. સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ્સની 8મી ઓવરમાં, અભિષેક શર્મા તે સમયે 59 રન પર શાનદાર બેટિંગ કરી રહ્યો હતો, દિગવેશ રાઠીના બોલ પર આઉટ થયો હતો. એક મોટો શોર્ટ રમી શાર્દૂલ ઠાકુરના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ રાઠીએ પોતાના નોટબુક સેલિબ્રેશન સાથે અભિષેક શર્માને આઉટ કરવાનો જશ્ન મનાવ્યો હતો. આ સેલિબ્રેશન પહેલા પણ વિવાદોમાં રહ્યું છે કારણ કે, કેટલાક ખેલાડીઓ અને ચાહકો આને આક્રમક માને છે.આ સિઝનમાં 5 ડિમેરિટ પોઈન્ટ મળવાનો અર્થ એ છે કે તેના પર 1 મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે તે 22 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં LSG વતી રમી શકશે નહીં.
A heated argument between Abhishek Sharma and Digvesh Rathi. pic.twitter.com/Rc0bjMu3t7
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 19, 2025
પરંતુ દિગ્વેશ રાઠીએ આ દરમિયાન અભિષેક શર્માને સ્ટેડિયમમાંથી બહાર જવાનો ઈશારો કર્યો હતો. ત્યારબાદ અભિષેક શર્મા ગુસ્સે થયા અને બંન્ને ખેલાડીઓ ગુસ્સામાં એક બીજાને નજીક પહોંચી ગયા હતા. જેને લઈ અમ્પાયર્સ વચ્ચે આવ્યા હતા અને લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન રિષભ પંત પણ બેટ્સમેનોને સમજાવતો જોવા મળ્યો હતો. ત્યારબાદ અભિષેક શર્મા ગુસ્સામાં મેદાનની બહાર જતા જોવા મળ્યો હતો.
દિગ્વેશ રાઠી સીઝનની શરુઆતથી પોતાના નોટબુક સેલિબ્રેશનના કારણે ચર્ચામાં છે. જેને લઈ તેમને પહેલા પણ બે વખત દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યાપબાદ બીસીસીઆઈએ ખેલાડીઓના જશ્ન પ્રત્યે ઉદાર રહેવાની સૂચના આપી છે, પરંતુ આવી ઘટનાઓ રમતની ભાવના પર પ્રશ્નો ઉભા કરે છે. હવે ફરીથી તેમની સામે કાર્યવાહી થઈ શકે છે અથવા અભિષેકને દંડ પણ ભરવો પડી શકે છે.
Published On - 11:13 am, Tue, 20 May 25