
આજે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઈટન્સ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરશે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને 4 વિકેટે હરાવ્યું, સ્વપ્નિલ સિંહે સિક્સર ફટકારી અપાવી જીત
આ મેચમાં RCBને વિરાટ કોહલીના રૂપમાં છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. તેને 11મી ઓવરમાં નૂર અહેમદે આઉટ કર્યો હતો. પૂર્વ કેપ્ટન 42 રન બનાવીને પરત ફર્યો હતો.
RCBની પાંચમી વિકેટ પણ પડી. જોશુઆ લિટલ પણ કેમરૂન ગ્રીનને આઉટ કર્યો હતો. તે માત્ર એક રન બનાવી શક્યો હતો. દિનેશ કાર્તિક સાતમા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. 10 ઓવર પછી ટીમનો સ્કોર 112/5 છે.
RCBની ઈનિંગ ખોરવાઈ ગઈ છે. જોશુઆ લિટલ ટીમને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેમણે રજત પાટીદારને બરતરફ કર્યા. તે માત્ર બે રન બનાવી શક્યો હતો. ગ્લેન મેક્સવેલ પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.
સાત ઓવરમાં RCBનો સ્કોર 100 ને પાર, ફાફ ડુ પ્લેસિસની ફિફ્ટી, વિરાટ કોહલીની જોરદાર ફટકાબાજી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને બીજો ઝટકો, વિલ જેક્સ માત્ર એક રન બનાવી થયો આઉટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પહેલો ઝટકો, ફાફ ડુ પ્લેસિસે ફિફ્ટી ફટકારી થયો આઉટ
ફાફ ડુ પ્લેસિસે 18 બોલમાં ફટકારી ફિફ્ટી, બેંગ્લુરૂમાં મચાવી ધમાલ, મેદાનમાં ચારેકોર ફોર અને સિક્સર ફટકારી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ધમાકેદાર બેટિંગ, વિરાટ કોહલી-ફાફ ડુ પ્લેસિસની જોરદાર ફટકાબાજી
ગુજરાત ટાઈટન્સને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને જીતવા 148 રનનો ટાર્ગેટ આપ્યો, ગુજરાતે અંતિમ ત્રણ બોલમાં ત્રણ વિકેટ ગુમાવી
ગુજરાત ટાઈટન્સને સાતમો ઝટકો, રાહુલ તેવટિયા 35 રન બનાવી થયો આઉટ, યશ દયાલે લીધી વિકેટ
ગુજરાત ટાઈટન્સને છઠ્ઠો ઝટકો, રાશિદ ખાન 18 રન બનાવી થયો આઉટ, યશ દયાલે લીધી વિકેટ
રાહુલ તેવટિયાએ કર્ણ શર્માની ઓવરમાં 19 રન ફટકાર્યા, 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો
ગુજરાત ટાઈટન્સને પાંચમો ઝટકો, શાહરુખ ખાન 37 રન બનાવી થયો આઉટ
ગુજરાત ટાઈટન્સને ચોથો ઝટકો, ડેવિડ મિલર 30 રન બનાવી થયો આઉટ, કર્ણ શર્માએ લીધી વિકેટ
10 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 61/3, શાહરુખ ખાન-ડેવિડ મિલરે સંભાળી બાજી
કેમરૂન ગ્રીને RCBને ત્રીજી સફળતા અપાવી , ગુજરાત ટાઈટન્સને ત્રીજો ઝટકો, સાઈ સુદર્શન 6 રન બનાવી થયો આઉટ
ગુજરાત ટાઈટન્સને બીજો ઝટકો, શુભમન ગિલ 2 રન બનાવી થયો આઉટ, સિરાજે લીધી વિકેટ
ગુજરાત ટાઈટન્સને પહેલો ઝટકો, સાહા 1 રન બનાવી થયો આઉટ, સિરાજે લીધી વિકેટ
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), કર્ણ શર્મા, સ્વપ્નિલ સિંહ, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, વિજયકુમાર વૈશક
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, માનવ સુથાર, નૂર અહમદ, મોહિત શર્મા, જોશુઆ લિટલ
આજે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઈટન્સ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરશે.
Published On - 7:05 pm, Sat, 4 May 24