તે ખેલાડી જેને મેચ બાદ લોકો વારંવાર ટ્રોલ કરતા હતા. આજે દુનિયા એ જ ખેલાડીને સલામ કરી રહી છે કે જેના પર અવારનવાર સવાલો ઉભા થતા હતા. અમે વાત કરી રહ્યા છીએ રિયાન પરાગની, જેણે ફરી એકવાર પોતાના બેટથી તોફાની ઈનિંગ રમી છે. આ જમણા હાથના બેટ્સમેને ગુજરાત ટાઈટન્સ સામે ઝડપી અડધી સદી ફટકારી હતી. આ 22 વર્ષના ખેલાડીએ માત્ર 34 બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે, તેની ઈનિંગનું મુખ્ય કારણ એક ભૂલ હતી.
આ મેચમાં રિયાન પરાગે અડધી સદી ફટકારી હતી પરંતુ તે ગુજરાત ટાઈટન્સની ભૂલને કારણે જ બન્યું હતું. ખરેખર, જ્યારે પરાગ 6 રનના અંગત સ્કોર પર હતો ત્યારે છઠ્ઠી ઓવરના અંતિમ બોલ પર રાશિદ ખાનની બોલિંગમાં મેથ્યુ વેડે તેનો કેચ છોડ્યો હતો. જે ગુજરાતને ખૂબ જ ભારે પડ્યો હતો. રિયાન પરાગે તેને મળેલા આ જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો અને ગુજરાતના દરેક બોલરોને જોરદાર ફટકાર્યા હતા અને જોરદાર ફિફ્ટી ફટકારી હતી.
પાવરપ્લેમાં જ યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર આઉટ થયા પછી, રિયાન પરાગે કેપ્ટન સંજુ સેમસન સાથે મળીને બાજી સંભાળી. પરાગ શરૂઆતમાં સાવધાનીપૂર્વક રમ્યો, પરંતુ આ ખેલાડીએ મધ્ય ઓવરોમાં ગિયર્સ બદલ્યા. પરાગે ગુજરાતના સ્પિનર નૂર અહેમદ સામે આક્રમક બેટિંગ કરી હતી. પરાગે તેની સામે 4 સિક્સર ફટકારી હતી. પરાગે માત્ર 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રિયાન પરાગે 76 રનની ઈનિંગ રમી અને સંજુ સેમસન સાથે 78 બોલમાં 130 રનની ભાગીદારી પણ કરી.
!
The in-form @rajasthanroyals batter smashes dual maximums against Noor Ahmad!
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia #TATAIPL | #RRvGT pic.twitter.com/9YnmsVs8CC
— IndianPremierLeague (@IPL) April 10, 2024
રિયાન પરાગે આ સિઝનમાં તેની ત્રીજી અડધી સદી ફટકારી છે. આ સિઝન પહેલા તે છેલ્લા ચાર વર્ષમાં માત્ર બે અડધી સદી ફટકારી શક્યો હતો. આ સિઝનમાં રિયાન પરાગે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ અડધી સદી ફટકારી હતી. આ સિઝનમાં પરાગની બેટિંગમાં મેચ્યોરિટી દેખાઈ હતી. તે સિક્સર અને ફોર કરતા સિંગલ અને ડબલ્સને વધુ મહત્વ આપી રહ્યો હતો, જેના કારણે સફળતા રિયાન પરાગને સફળતા મળી હતી.
આ પણ વાંચો : IPL 2024 : રોહિત શર્મા છોડશે મુંબઈ ઈન્ડિયન્સ! ના મળ્યું ટીમમાં સન્માન, સાથી ખેલાડીએ કરી આગાહી