IPL 2024 : પ્લેઓફમાં જવા માટે આટલી મેચો જીતવી જરૂરી, આ ટીમોની મુસીબત વધી

|

Apr 17, 2024 | 4:03 PM

આઈપીએલમાં છેલ્લા 2 વર્ષથી 10 ટીમો ભાગ લઈ રહી છે. જો 2022 અને 2023નું પોઈન્ટ ટેબલ જોઈએ તો પ્લેઓફમાં પહોંચનારી છેલ્લી ટીમની પાસે 16 અંક હતા. આ વખતે પણ આવું જ કાંઈ થતું જોવા મળી રહ્યું છે.

IPL 2024 : પ્લેઓફમાં જવા માટે આટલી મેચો જીતવી જરૂરી, આ ટીમોની મુસીબત વધી

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં તમામ ટીમે પોતાની 6 મેચ રમી ચુકી છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંની ટીમ 7 મેચ રમી ચૂકી છે. આ વચ્ચે હવે એવી ચર્ચાઓ શરુ થઈ ગઈ કે, આ વર્ષે પ્લેઓફમાં કઈ ટીમ પહોંચશે અને કઈ ટીમ પાછળ રહી જશે. આ વચ્ચે સંજુ સેમસનની કેપ્ટનશીપ વાળી રાજસ્થાન રોયલ્સએ પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે, પરંતુ અન્ય ટીમોની મુશ્કિલી વધતી જોવા મળી રહી છે.

 

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે

મંગળવારના રોજ જ્યારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ હતી. મેચને લઈ પહેલા એવું લાગતું હતુ કે, આજે કાંઈ ઉલેટફેર થતો જોવા મળશે. આ મેચ ખુબ રસપ્રદ પણ રહી હતી. પરંતુ અંતે રાજસ્થાન રોયલ્સે મેચ પોતાને નામ કરી લીધી છે. આ વચ્ચે રાજસ્થાનની ટીમ પહેલા થી જ નંબર વનની ખુરશી પર કબજો કરી બેઠી છે અને ટીમ પાસે હવે કુલ 12 અંક થઈ ગયા છે.

પ્લેઓફમાં જવા માટે ઓછામાં ઓછા 16 અંક જરુરી છે

આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. આવું છેલ્લા 3 વર્ષથી જોવા મળી રહ્યું છે. જો વર્ષ 2022 અને 2023નું પોઈન્ટ ટેબલ જોઈએ તો પ્લેઓફમાં પહોંચનારી છેલ્લી ટીમની પાસે 16 અંક હતા. આ વખતે પણ આવું જ કાંઈ થતું જોવા મળી રહ્યું છે. વર્ષ 2022માં આરસીબી 16 અંક સાથે પ્લેઓફ સુધી પહોંચી હતી. વર્ષ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ 16 અંક સાથે પ્લેઓફમાં પહોંચી હતી. જો આપણે આ હિસાબને જોઈએ તો રાજસ્થાન રોયલ્સે પોતાની બાકી રહેલી 7 મેચમાં માત્ર 2 મેચ જીતવાની જરુર છે. પરંતુ ટીમ સંપુર્ણ પ્રયત્ન કરશે કે, તે ટોપ-2માં ફિનિશ કરે. જેના કારણે તે સીધી ક્વોલિફાયર થવાની તક મળે અને આનો ફાયદો થશે, કે ટીમને ફાઈનલમાં જવાનો ચાન્સ મળશે.

આ ટીમો છે મજબુત દાવેદાર

રાજસ્થાન રોયલ્સના 12 અંક સિવાય કેકેઆર, સીએસકે અને હૈદરાબાદના પણ 8 અંક છે, એટલે કે, ટીમોને બાકી રહેલી મેચમાંથી ઓછામાં ઓછી 8 મેચ જીતવી જરુરી છે. તેના માટે આ સૌથી મુશ્કિલ કામ નથી પરંતુ જે ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં બોટમમાં છે, તેના માટે મુશ્કિલ થઈ શકે છે. સૌથી વધુ આરસીબી માટે કારણ કે, તેમણે સાતમાંથી માત્ર એક જ મેચ જીતી છે. જો ટીમ વધુ એક મેચ હારી જાય છે તો તેના માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે. હાલમાં ન તો કોઈ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે કે પછી ન તો કોઈ ટીમ બહાર થઈ છે.

આ પણ વાંચો : IPL 2024 : શાહરુખ ખાનને રડતા જોઈ ચાહકો થયા ઈમોશનલ, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article