IPL 2024 : પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, ધોનીની ટીમે ટોપ 4માં મારી એન્ટ્રી

આઈપીએલ 2024માં રવિવારના રોજ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે,સીએસકેએ ફરીથી ટોપ-4માં એન્ટ્રી કરી લીધી છે. ટીમ ત્રીજા સ્થાન પર પહોંચવામાં સફળ રહી છે.

IPL 2024 :  પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, ધોનીની ટીમે ટોપ 4માં મારી એન્ટ્રી
| Updated on: Apr 29, 2024 | 10:46 AM

આઈપીએલ 2024માં મોટો ફેરફાર 28 એપ્રિલના રોજ જોવા મળ્યો છે કારણ કે, 2 મેચ સુપર સન્ડેના રોજ રમાઈ હતી. પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું વચ્ચે રમાઈ હતી. જ્યારે બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી.

પહેલી મેચ જેમાં આરસીબીએ જીત મેળવી છે. જ્યારે બીજી મેચમાં સીએસકેની ટીમે બાજી મારી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સને આ જીતનો ફાયદો થયો છે અને ટીમ ફરીથી ટોપ-4માં પહોંચી ગઈ છે પરંતુ આરસીબી અત્યારસુધી છેલ્લા સ્થાન પર હતી પરંતુ ટીમના ખાતમાં હવે 6 અંક આવી ગયા છે.

 

પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધું

તમે જાણીને હેરાન રહી જશો કે, હાલમાં આઈપીએલ 2024 પોઈન્ટ ટેબલમાં એક કે બે નહિ પરંતુ પાંચ ટીમ એવી છે. જેમના ખાતામાં 10-10 અંક છે. એકમાત્ર ટીમ રાજસ્થાન રોયલ્સ છે. જેમના ખાતામાં 16 અંક છે અને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.

જો આપણે 10-10 પોઈન્ટવાળી ટીમની વાત કરીએ તો આમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટસ અને દિલ્હી કેપિટલ્સનું નામ સામેલ છે, પરંતુ નેટ રન રેટ કેકેઆર,સીએસકે અને હૈદરાબાદનો સારો છે જે ટોપ-4માં છે.

તમામ ટીમ પાસે 16 પોઈન્ટ મેળવવાની તક

આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં લખનૌ સુપર જાયન્ટસ અને છઠ્ઠા નંબર પર દિલ્હી કેપિટ્લસની ટીમ છે. સાતમાં નંબર પર ગુજરાત ટાઈટન્સ અને આઠમાં નંબર પર પંજાબ કિંગ્સ 9માં સ્થાન પર મુંબઈ ઈન્ડિયન્સ અને સૌથી છેલ્લા સ્થાન પર રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું છે. માત્ર આરસીબીની છોડીને તમામ ટીમ પાસે 16 પોઈન્ટ મેળવવાની તક છે.

જો પોઈન્ટ ટેબલમાં આરસીબીની વધુ એક હાર થઈ તો ટીમના પ્લેઓફમાં જવાના રસ્તા બંધ થઈ જશે. ટૉપ-6માં ટીમ પાસે આગળ વધવાના ચાન્સ વધુ છે.

આ પણ વાંચો : IPL 2024: CSK vs SRHની મેચમાં ચેન્નાઈએ ખડકી દીધી વિકેટની લાઇન, કાવ્યા મારન થઈ હેરાન, ‘માહી સેના’એ હૈદરાબાદને આ રીતે આપી હાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો