
રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ આઈપીએલ 2024ની 52મી મેચમાં 42 રનની શાનદાર ઈનિગ્સ રમી ફરી એક વખત ઓરેન્જ કેપ પર પોતાનો કબજો કર્યો છે. પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજગાયકવાડનો કબજો હતો. શનિવારના રોજ રમાયેલી મેચ બાદ વિરાટ કોહલી ફરીથી આઈપીએલ 2024માં આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં પહેલા સ્થાન પર છે. કોહલી હવે ગાયકવાડન કરતા 33 રન આગળ છે.
પર્પલ કેપ પર મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહએ કબજો કર્યો છે. બુમરાહ 17 વિકેટ સાથે ટોપ પર છે.હવે વાત કરીએ ઓરેન્જ કેપની તો વિરાટ કોહલીએ અત્યાર સુધી આઈપીએલ 2024માં 11 મેચમાં 542 રન બનાવ્યા છે. ઋતુરાજ ગાયકવાડ 509 રન સાથે બીજા સ્થાન પર છે. હાલમાં આ બંન્ને બેટ્સમેન સિવાય કોઈ આ સીઝનમાં 500 રનનો આંકડો પાર કરી શક્યો નથી. ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 64 રનની ઈનિગ્સ રમનાર કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ 352 રનની સાથે આ લિસ્ટમાં 11માં સ્થાન પર પહોંચી ગયો છે.
પર્પલ કેપની વાત કરીએ તો બુમરાહ 11 મેચમાં 17 વિકેટની સાથે ટૉપ પર છે. હૈદરાબાદનો ફાસ્ટ બોલર નટરાજન 15 વિકેટ સાથે બીજા નંબર પર છે. આઈપીએલ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં ટોપ 5માં આ બંન્ને બોલર સિવાય મુસ્તફિઝુર રહમાન, હર્ષલ પટેલ અને સુનીલ નરેન છે.
આ પણ વાંચો : IPL 2024 RCB vs GT: સિરાજ-દયાલ બાદ વિરાટ-ડુ પ્લેસિસે તબાહી મચાવી, બેંગલુરુએ ફરી ગુજરાતને કચડી નાખ્યું