IPL 2024 LSG vs DC: કુલદીપ યાદવ-જેક ફ્રેઝર-મેકગર્કે દિલ્હીને શાનદાર જીત અપાવી

|

Apr 12, 2024 | 11:55 PM

IPL 2024 ની 26મી મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ દિલ્હીએ આ સિઝનમાં બીજી જીત મેળવી હતી, જ્યારે લખનૌને બીજી હારનો સામનો કરવા પડ્યો હતો. આ મેચના પરિણામ બાદ પોઈન્ટ ટેબલમાં મોત ફેરફાર થયા છે.

IPL 2024 LSG vs DC: કુલદીપ યાદવ-જેક ફ્રેઝર-મેકગર્કે દિલ્હીને શાનદાર જીત અપાવી
Delhi Capitals

Follow us on

IPL 2024ની 26મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 167 રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હીએ આ ટાર્ગેટ 18.1 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. દિલ્હીની જીતમાં કુલદીપ યાદવે બોલ વડે શાનદાર યોગદાન આપ્યું હતું. ફ્રેઝર મેકગર્ક અને કેપ્ટન રિષભ પંતે બેટથી વિસ્ફોટક ઈનિંગ રમી હતી. દિલ્હી કેપિટલ્સ માટે આ સિઝનની બીજી જીત છે.

કુલદીપ-મેકગર્કનું વર્ચસ્વ

દિલ્હીની જીતમાં કુલદીપ યાદવે અદભૂત બોલિંગ કરી હતી. આ ચાઈનામેન બોલરે 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે કેએલ રાહુલ, માર્કસ સ્ટોઈનિસ અને નિકોલસ પૂરનની મહત્વની વિકેટ લીધી હતી. આ પછી પોતાની પ્રથમ મેચ રમી રહેલા જેક ફ્રેઝર મેકગર્કે માત્ર 35 બોલમાં 55 રનની ઈનિંગ રમી હતી. રિષભ પંતે પણ 24 બોલમાં 41 રન બનાવ્યા હતા. પૃથ્વી શોએ 32 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

બદોની-રાહુલની લડાયક ઈનિંગ

લખનૌ સુપર જાયન્ટ્સના બેટ્સમેનોએ નિરાશ કર્યા પરંતુ સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા આયુષ બદોનીએ અદભૂત પ્રદર્શન કર્યું. આ જમણા હાથના બેટ્સમેને 35 બોલમાં 55 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 22 બોલમાં 39 રનની ઈનિંગ રમી હતી. જો કે, આ બંને સિવાય બીજું કોઈ કંઈ ખાસ કરી શક્યું ન હતું અને સારી બેટિંગ વિકેટ પર પણ લખનૌ 167 રન સુધી જ પહોંચી શક્યું.

23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો શું થાય છે લાભ
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા

પોઈન્ટ ટેબલની સ્થિતિ

દિલ્હીની આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. દિલ્હીની ટીમ હવે 4 પોઈન્ટ સાથે નવમા સ્થાને આવી ગઈ છે. જ્યારે RCB પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને સરકી ગયું છે. લખનૌની પાંચ મેચમાં આ બીજી હાર છે પરંતુ આ ટીમ હજુ પણ ચોથા સ્થાને છે.

આ પણ વાંચો : IPL 2024 LSG vs DC: રિષભ પંતની એક હરકત તેને મોંઘી પડી, દિલ્હી કેપિટલ્સને થયું મોટું નુકસાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:54 pm, Fri, 12 April 24

Next Article