
આજની પહેલી ડબલ હેડર મેચ કોલકાતામાં રમાવાની છે. જ્યાં ખુબ લુ જોવા મળી રહી છે અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ વચ્ચે ખેલાડીઓની ટકકર જોવા મળશે. ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવા માંગશે કારણ કે, સાંજે અહિ બેટિંગ કરવી સરળ રહેશે. કેકેઆર અને આરસીબીની ટીમ આઈપીએલ 2024ની બીજી સીઝનમાં આમને-સામેન થશે. આ પહેલા કેકેઆરે આરસીબીને 7 વિકેટથી હાર આપી હતી.
હર્ષિત રાણાએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરી અને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા સુયશ પ્રભુદેસાઇને આઉટ કર્યો. પ્રભુદેસાઈ 18 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. દિનેશ કાર્તિક અત્યારે ક્રિઝ પર હાજર છે અને કરણ શર્મા તેને સપોર્ટ કરવા આવ્યો છે. આરસીબીને જીતવા માટે 16 બોલમાં 35 રનની જરૂર છે.
સ્પિનર સુનીલ નારાયણે એક જ ઓવરમાં બે વિકેટ લઈને આરસીબીને બેવડો ઝટકો આપ્યો છે. કેમરૂન ગ્રીનને આઉટ કર્યા બાદ નરેને મહિપાલ લોમરરને પણ આઉટ કર્યો છે. લોમરોર ત્રણ બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો.
KKRના બોલરોએ શાનદાર બોલિંગ કરીને ટીમને મેચમાં પરત લાવી દીધી છે. સુનીલ નારાયણે કેમરૂન ગ્રીનને આઉટ કરીને આરસીબીને પાંચમો ઝટકો આપ્યો છે. ગ્રીન ચાર બોલમાં છ રન બનાવીને આઉટ થયો હતો.
વિલ જેક્સ બાદ KKRના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે રજત પાટીદારને આઉટ કરીને RCBને બેવડો ઝટકો આપ્યો છે. રજત પાટીદાર 23 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. પાટીદાર અને વિલ જેક્સે શાનદાર બેટિંગ કરીને KKR માટે મુશ્કેલી ઊભી કરી હતી, પરંતુ રસેલે KKRને મેચમાં કમબેક કારવ્યું છે.
વિલ જેક્સ અને રજત પાટીદારે શાનદાર બેટિંગ કરીને ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. આ સાથે જેક્સે IPLની પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. આરસીબીએ નવ ઓવરના અંતે બે વિકેટે 100 રન બનાવ્યા છે.
વિલ જેક્સે RCBનો હવાલો સંભાળ્યો અને પાવરપ્લેના અંત સુધીમાં, તેઓએ છ ઓવરમાં બે વિકેટે 74 રન બનાવ્યા હતા. વિલ જેક્સે 19 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. તેની સાથે રજત પાટીદાર છ રન બનાવીને ક્રિઝ પર હાજર છે.
વરુણ ચક્રવર્તીએ RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસીસને આઉટ કરીને KKRને બીજી સફળતા અપાવી. ડુપ્લેસિસ સાત બોલમાં સાત રન બનાવીને આઉટ થયો હતો. વેંકટેશ અય્યરે ડુપ્લેસીસનો શાનદાર કેચ લીધો હતો. હવે નવા બેટ્સમેન તરીકે રજત પાટીદાર મેદાનમાં ઉતર્યો છે.
વિરાટ કોહલી 7 બોલમાં 18 રન બનાવી આઉટ થયો છે. ત્રીજી ઓવરના પહેલા બોલ પર પેવેલિયન પરત ફર્યો છે.યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ શાનદાર બોલિંગ કરી અને વિરાટ કોહલીને પેવેલિયન મોકલીને આરસીબીને પહેલો ઝટકો આપ્યો. કોહલી સાત બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. જો કે કોહલીએ IPLમાં 250 છગ્ગા પૂરા કર્યા હતા, પરંતુ આ મેચમાં તે પોતાની ઈનિંગ્સને વધુ આગળ લઈ શક્યો નહોતો. હવે વિલ જેક્સ ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે કેપ્ટન ફાફ ડુપ્લેસીસ હાજર છે.
2 ઓવર બાદ આરસીબીનો સ્કોર 27/0 છે. વિરાટ કોહલી 6 બોલમાં 18 રન બનાવી રમી રહ્યો છે.ડુપ્લેસીસ 6 બોલમાં 7 રન બનાવી રમી રહ્યો છે
વિરાટ કોહલીએ બીજી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી
KKR સામે RCBની ઇનિંગ શરૂ થઇ છે અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસ વિરાટ કોહલીની સાથે ઇનિંગની શરૂઆત કરવા આવ્યો છે. KKR માટે હર્ષિત રાણા બોલિંગ ઓપન કરવા આવ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શ્રેયસ અય્યરે અડધી સદી રમીને ટીમનું નેતૃત્વ કર્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 120 બોલમાં 223 રનની જરૂર છે.
20મી ઓવરના પહેલા અને બીજા બોલ પર આન્દ્રે રસેલે ચોગ્ગો ફટકાર્યો
રમનદીપે સિરાજના બોલ પર 2 સિક્સ ફટકારી હતી અને ચોગ્ગાની સાથે કેકેઆરનો સ્કોર 200 રનને પાર થયો છે.
રમનદીપ સિંહે 19મી ઓવરના બીજા બોલ પર સિક્સ ફટકારી, ત્યારબાદ ચોગ્ગો ફટકાર્યો હતો.
રમનદીપ સિંહે ક્રિઝ પર આવતા ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ સિક્સ ફટકારી હતી.
હવે રમનદીપ સિંહ ક્રિઝ પર આવ્યો છે અને આન્દ્રે રસેલ તેની સાથે છે.
કેમેરોન ગ્રીને શ્રેયસ અય્યરને આઉટ કરીને KKRને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. શ્રેયસ 36 બોલમાં 50 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં ગ્રીનની આ બીજી વિકેટ છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 16 ઓવર બાદ 5 વિકેટના નુકસાન પર 155 રન બનાવીને રમી રહી છે. શ્રેયસ અય્યર 40 અને આન્દ્રે રસેલે 6 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યા છે.
સતત વિકેટ પડવાનાના કારણે KKRના રન રેટ પર અસર પડી છે. આન્દ્રે રસેલ અને કેપ્ટન શ્રેયસ ઐયર ક્રિઝ પર હાજર હોવા છતાં RCBના બોલરોએ KKRના બેટ્સમેનોને કાબૂમાં રાખ્યા છે. KKRએ 16 ઓવરના અંતે પાંચ વિકેટે 155 રન બનાવ્યા છે.
15મી ઓવરના પાંચમાં બોલ પર શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 14 ઓવર બાદ 5 વિકેટે 142 રન બનાવી ચુકી છે. શ્રેયસ અય્યર 31 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યો છે. જ્યારે રેસેલ 2 રન બનાવી રમી રહ્યો છે.
લોકી ફર્ગ્યુસને રિંકુ સિંહને આઉટ કરીને KKRને પાંચમો ઝટકો આપ્યો હતો. આ રીતે રિંકુ અને શ્રેયસ અય્યર વચ્ચે ચાલી રહેલી ભાગીદારીનો અંત આવ્યો છે. રિંકુ 16 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. રિંકુના આઉટ થયા બાદ આન્દ્રે રસેલ ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે શ્રેયસ અય્યર હાજર છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 13 ઓવર બાદ 4 વિકેટે 137 રન બનાવી ચુકી છે. રિંકુ સિંહ 24 રન બનાવીને અને શ્રેયસ અય્યર 29 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યો છે.
રિંકુ સિંહે 13મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, રિંકુ સિંહ 15 બોલમાં 24 રન બનાવી રમી રહ્યો છે
રિંકુ સિંહે 12મી ઓવરના પાંચમા બોલ પર સિક્સ ફટકારી
11 ઓવર બાદ કેકેઆરનો સ્કોર 114/4 છે. શ્રેયસ અય્યર 18 બોલમાં 23 રન અને રિંકુ સિંહ 7 બોલમાં 8 રન બનાવી રમી રહ્યો છે.
શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો
વેંકટેશના આઉટ થયા બાદ રિંકુ સિંહ ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે કેપ્ટન શ્રેયસ અય્યર હાજર છે.
કેમરન ગ્રીને વેંકટેશ અય્યરને આઉટ કરીને KKRને ચોથો ઝટકો આપ્યો છે. વેંકટેશે સારી શરૂઆત કરી અને ટીમને કબજે કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે આઠ બોલમાં 16 રન બનાવીને આઉટ થઈ ગયો. વેંકટેશના આઉટ થયા બાદ રિંકુ સિંહ ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે કેપ્ટન શ્રેયસ અય્યર છે.
શ્રેયસ અય્યરે 8મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
7 ઓવરના અંતે કોલકાતાએ 3 વિકેટના નુકશાન પર 83 રન બનાવી લીધા છે. શ્રેયસ અય્યર 4 બોલમાં 6 રન અને વેંકટેશ અય્યર 5 બોલમાં 11 રન બનાવી રમી રહ્યો છે.
યશ દયાલે નરેનને આઉટ કર્યા બાદ યશે અંગક્રિશ રઘુવંશીને પણ પેવેલિયન મોકલી દીધો છે. રઘુવંશી ચાર બોલમાં ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. કેમેરોન ગ્રીને એક હાથે રઘુવંશીનો શાનદાર કેચ લીધો હતો. પાવરપ્લે સમાપ્ત થયા બાદ KKRનો સ્કોર ત્રણ વિકેટે 75 રન છે.
વેંકટેશ અય્યર ક્રિઝ પર આવતાની સાથે જ ચોગ્ગો ફટકાર્યો
સુનીલ નારાયણ પેવેલિયન પરત ફર્યો છે.RCBને બીજી સફળતા મળી, સુનીલ નારાયણ આઉટ થયો.યશ દયાલને વિકેટ મળી.
હવે અંગક્રિશ રઘુવંશી ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે સુનીલ નારાયણ રમી રહ્યો છે. 5 ઓવર બાદ કેકેઆરનો સ્કોર 64-1
સુનીલ નારાયણ પાંચમી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
મોહમ્મદ સિરાજની ત્રીજી ઓવરમાં સોલ્ટને 48 રન પર આઉટ કર્યો છે. 56ના સ્કોર પર કેકેઆરને પહેલો ઝટકો લાગ્યો છે.
4 ઓવરના અંતે કોલકાતાએ કોઈપણ નુકશાન વિના 55 રન બનાવી લીધા છે. ફિલ સોલ્ટ 13 બોલમાં 48 રન અને સુનીલ નારાયણ 11 બોલમાં ચાર રન બનાવીને રમી રહ્યો છે.તેણે ચોથી ઓવરમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા.
સોલ્ટે બીજી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો
કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 1 ઓવર બાદ 12/0 છે,RCB સામે KKRની ઇનિંગની શરૂઆત થઇ છે અને સોલ્ટ અને સુનીલ નારાયણ ટીમ માટે ઇનિંગની શરૂઆત કરવા આવ્યા છે. RCB માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બોલિંગ ઓપન કરવા આવ્યો હતો
પહેલી ઓવરના બીજા બોલ પર ફિલિપ સોલ્ટે સિક્સ ફટકારી હતી, ત્યારબાદ ચોગ્ગો ફટકાર્યો
મેચ શરુ થઈ ચુકી છે. કોલકાત્તામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આરસીબીની ટીમ પહેલા ફિલ્ડિંગ કરી રહી છે. આરસીબીના ખેલાડી સાલ્ટ અને નારાયણ બેટિગ કરી રહ્યા છે.
Toss Update
Royal Challenge Bengaluru win the toss and elect to field against Kolkata Knight Riders.
Follow the Match ▶️ https://t.co/hB6cFsk9TT#TATAIPL | #KKRvRCB pic.twitter.com/zHursZllCj
— IndianPremierLeague (@IPL) April 21, 2024
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે KKR સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આરસીબીએ આ મેચ માટે પ્લેઈંગ-11માં ત્રણ ફેરફાર કર્યા છે, જ્યારે કેકેઆરએ ટીમમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. કેમરૂન ગ્રીન, મોહમ્મદ સિરાજ અને કરણ શર્મા RCB ટીમમાં પરત ફર્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે KKR સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આરસીબીએ આ મેચ માટે પ્લેઈંગ-11માં ત્રણ ફેરફાર કર્યા છે.
આઈપીએલ 2024 સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન કરનાર આરસીબીને પ્લેઓફની રેસમાં રહેવા માટે જીત નોંધાવવી જરૂરી છે.
આરસીબીની બોલિંગ આ સિઝનમાં ખરાબ સ્થિતિમાં રહી છે. સિરાજ, વિજય કુમાર, અલઝારી જોસેફ અને યશ દયાલ કંઈ ખાસ કરી શક્યા નથી. ટીમને એક સારા સ્પિનરની પણ ખોટ છે. ટીમ આ મેચમાં પણ કોઈપણ ફેરફાર કર્યા વગર પ્રવેશી શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ: ફિલ સોલ્ટ, સુનિલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર/નીતીશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત, મહિપાલ લોમરોર, અલઝારી જોસેફ, વિજયકુમાર વિશાક, મોહમ્મદ સિરાજ
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુ વચ્ચે ડબલ હેડરની પહેલી મેચ રમાશે. આ મેચ કોલકાત્તાના ઈર્ડન ગાર્ડન્સમાં રમાશે. આરસીબી મેચમાં જીત મેળવવા ઉતરશે. બીજી મેચ ગુજરાત અને પંજાબ વચ્ચે રમાશે.
Published On - 2:21 pm, Sun, 21 April 24