IPL 2024 KKR vs RR: રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, કોલકાતા પહેલા કરશે બેટિંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 31માં મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં શ્રેષ્ઠ ફોર્મમાં છે. આ સિઝનમાં બંને ટીમોએ અત્યાર સુધી માત્ર એક જ હારનો સામનો કરવો પડ્યો છે. મેચ પહેલા રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને કોલકાતાને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

IPL 2024 KKR vs RR: રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, કોલકાતા પહેલા કરશે બેટિંગ
KKR vs RR
| Updated on: Apr 16, 2024 | 7:32 PM

આજે IPL 2024 ની 31મી મેચમાં, આ સિઝનની બે સૌથી સફળ ટીમો હરીફાઈ કરી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરશે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ 6માંથી 5 જીત સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે કોલકાતા 5 મેચમાં 4 જીત સાથે બીજા સ્થાને છે.

ટોપ 2 ટીમો વચ્ચે મુકાબલો

બંને ટીમો આ સિઝનમાં શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળી રહી છે અને પોતાના વિરોધીઓને આસાનીથી હરાવી રહી છે. રાજસ્થાનને છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે જીત નોંધાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, જ્યારે કોલકાતાએ લખનૌ સુપર જાયન્ટ્સને એકતરફી ફેશનમાં હરાવ્યું હતું. આજે જીતીને કોલકાતા રાજસ્થાન પાસેથી પ્રથમ સ્થાન છીનવી શકે છે.

બટલર-અશ્વિનની વાપસી

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન રોયલ્સ માટે સારા સમાચાર એ છે કે ટીમના સ્ટાર બેટ્સમેન જોસ બટલર અને અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ફિટ થઈ ગયા છે.

બંને ટીમની પ્લેઈંગ 11

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ 11

સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રોવમેન પોવેલ, રેયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ.


કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ 11

શ્રેયસ અય્યર (કેપ્ટન), ફિલ સોલ્ટ, સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંઘ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.

આ પણ વાંચો : IPL 2024: ફાફ ડુ પ્લેસિસની સામે ખેલાડીઓ મૂંગા બની જાય છે! વિરેન્દ્ર સેહવાગે RCBની હારનું શાનદાર કારણ આપ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:28 pm, Tue, 16 April 24