IPL 2024 : શું KKR 25 કરોડ રૂપિયાના ખેલાડી કરતાં 20 લાખના ખેલાડી પર વધુ વિશ્વાસ કરે છે?

|

Apr 16, 2024 | 5:54 PM

કોલકાતા નાઈટ રાઈડર્સે મિચેલ સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ તેણે પોતાના પ્રદર્શનથી નિરાશ કર્યા હતા. આ સિઝનમાં તેણે 10થી વધુની ઈકોનોમી સાથે બોલિંગ કરી છે. બીજી તરફ 20 લાખ હર્ષિત રાણાએ મિશેલ સ્ટાર્ક કરતાં અનેક ઘણું સારું પ્રદર્શન કરી બધાને પ્રભાવિત કર્યા છે. 24.75 કરોડના ખેલાડી સામે 20 લાખનો ખેલાડી વધુ સફળ સાબિત થયો છે.

IPL 2024 : શું KKR 25 કરોડ રૂપિયાના ખેલાડી કરતાં 20 લાખના ખેલાડી પર વધુ વિશ્વાસ કરે છે?
Mitchell Starc & Harshit Rana

Follow us on

IPL 2024ની મેગા ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે વર્લ્ડ કપ વિજેતા મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયા ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. વર્લ્ડ કપમાં સ્ટાર્કનું પ્રદર્શન જોઈને લાગ્યું કે તે KKRનો સૌથી ભરોસાપાત્ર બોલર સાબિત થશે. પરંતુ તેના અત્યાર સુધીના પ્રદર્શન અને મેનેજમેન્ટના નિર્ણય પરથી લાગે છે કે ટીમને તેના પર એટલો વિશ્વાસ નથી જેટલો હરાજીમાં દર્શાવ્યો હતો. બીજી તરફ 20 લાખની કિંમતનો અનકેપ્ડ ખેલાડી હર્ષિત રાણા ગંભીરનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો છે.

કોલકાતાને સ્ટાર્ક પર વિશ્વાસ નથી?

મિચેલ સ્ટાર્ક હજુ સુધી પોતાની યોગ્યતા સાબિત કરી શક્યો નથી. જોકે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની છેલ્લી મેચમાં તેણે શાનદાર બોલિંગ કરી હતી. KKRના હોમ ગ્રાઉન્ડ પર રમતા સ્ટાર્કે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. પરંતુ 5 મેચમાં તેના પ્રદર્શન પર નજર કરીએ તો તે ઓછી વિકેટ લેવાની સાથે ઘણો મોંઘો સાબિત થયો છે. બીજી તરફ હર્ષિત રાણાએ પોતાના પ્રદર્શનથી ટીમનો વિશ્વાસ જીતી લીધો છે.

આકાશ ચોપરાએ કહી મોટી વાત

છેલ્લી કેટલીક મેચોનું વિશ્લેષણ કરતાં પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું છે કે KKRને સ્ટાર્ક કરતા હર્ષિત રાણા પર વધુ વિશ્વાસ છે. સ્ટાર્કે લખનૌ સામે સારી બોલિંગ કરી હતી, તેમ છતાં તેને ડેથ ઓવરોમાં માત્ર એક ઓવર આપવામાં આવી હતી જ્યારે હર્ષિતે 2 ઓવર ફેંકી હતી. તેને કોઈ વિકેટ મળી ન હતી પરંતુ સારી બોલિંગ કરી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હર્ષિત રાણા સ્ટાર્કથી વધુ સફળ રહ્યો

તમને જણાવી દઈએ કે આ પહેલા સ્ટાર્ક CSK સામે ખર્ચાડ સાબિત થયો હતો. હર્ષિત રાણા આ મેચમાં રમી શક્યો ન હતો. RCB સામે તેણે 4 ઓવરમાં 47 રન આપ્યા હતા જ્યારે હર્ષિત રાણાએ 38 રનમાં 2 વિકેટ લીધી હતી. આ સિઝનમાં, સ્ટાર્કની ઈકોનોમી (10.11) હર્ષિત રાણાની ઈકોનોમી (8.92) કરતાં વધુ છે. હર્ષિતે 4 મેચમાં 5 વિકેટ લીધી છે જ્યારે સ્ટાર્કે 5 મેચમાં 5 વિકેટ લીધી છે. ડેથ ઓવરોમાં પણ હર્ષિત રાણા સ્ટાર્કથી વધુ સફળ રહ્યો છે.

બેટિંગ vs બોલિંગ મેચ

કોલકાતા નાઈટ રાઈડર્સ મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. RR પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે જ્યારે KKR બીજા સ્થાને છે. આ મેચ બેટિંગ વિરુદ્ધ બોલિંગની હોઈ શકે છે, કારણ કે KKR આ સિઝનમાં બીજી શ્રેષ્ઠ સ્કોર કરનાર ટીમ છે. જ્યારે રાજસ્થાનની ટીમ બોલિંગની દૃષ્ટિએ શ્રેષ્ઠ ટીમ છે.

આ પણ વાંચો : IPL 2024 : હાર્દિકની પાસે પોતાને સાબિત કરવા માટે માત્ર 8 મેચ છે, જાણો આઈપીએલમાં તેનું પ્રદર્શન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article