કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાનું શાનદાર ફોર્મ જારી રાખીને IPL 2024ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ ક્વોલિફાયરમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાએ 160 રનનો ટાર્ગેટ 14મી ઓવરમાં જ મેળવી લીધો હતો.
કોલકાતા માટે વેંકટેશ અય્યરે 28 બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યરે 23 બોલમાં અડધી સદી ફટકારી ટીમને જીત તરફ દોરી હતી. શ્રેયસ અય્યરે 24 બોલમાં અણનમ 58 રન, વેંકટેશ અય્યરે 28 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. રહેમાનુલ્લા ગુરબાઝે 23 રન અને સુનીલ નરીને 21 રનની ઈનિંગ રમી હતી. મિશેલ સ્ટાર્કે KKRની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેણે 3 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીને 2 સફળતા મળી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદની હારનું મુખ્ય કારણ તેમની બેટિંગ હતી જે કોલકાતા સામે ફ્લોપ સાબિત થઈ હતી. રાહુલ ત્રિપાઠીની અડધી સદી સિવાય કોઈ બેટ્સમેન પોતાની તાકાત બતાવી શક્યો નહોતો. ટ્રેવિસ હેડ ખાતું ખોલાવી શક્યો ન હતો અને અભિષેક શર્મા માત્ર 3 રન બનાવી શક્યો હતો. હૈદરાબાદના 3 ખેલાડી ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
Skipper seals the show
Shreyas Iyer & his side are going to Chennai for the ultimate battle
Recap the match LIVE on @StarSportsIndia and @JioCinema #TATAIPL | #KKRvSRH | #Qualifier1 | #TheFinalCall pic.twitter.com/ET5b8kC3hq
— IndianPremierLeague (@IPL) May 21, 2024
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ચોથી વખત ફાઈનલમાં પહોંચી છે. આ ટીમ 2012 અને 2014માં ચેમ્પિયન બની છે. વર્ષ 2021માં, KKR ફાઈનલમાં પ્રવેશી હતી પરંતુ તેને રનર અપ તરીકે સંતોષ માનવો પડ્યો હતો. હવે ફરી એકવાર કોલકાતાએ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને આ ટીમ જે રીતે રમી રહી છે તે જોતા લાગે છે કે આ ટીમને ચેમ્પિયન બનતી રોકવા માટે સામેની ટીમે કંઈક ખાસ કરવું પડશે.
આ પણ વાંચો : આ દિવસ માટે 24.75 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા…સ્ટાર્ક ગંભીરના વિશ્વાસ પર ખરો ઉતર્યો
Published On - 11:01 pm, Tue, 21 May 24