IPL 2024 : કે એલ રાહુલે જીતનો શ્રેય કોને આપ્યો ? LSG ડ્રેસિંગ રૂમનો Video જુઓ

કેએલ રાહુલની કેપ્ટનશીપ વાળી લખનૌ સુપર જાયન્ટસે આઈપીએલમાં વધુ એક મેચ જીતી લીધી છે. ટીમે હવે ટોપ -4માં સ્થાન બનાવી લીધું છે. જીત બાદ ડ્રેસિંગ રુમનો વીડિયો કે.એલ રાહુલે શેર કર્યો છે.

IPL 2024 : કે એલ રાહુલે જીતનો શ્રેય કોને આપ્યો ? LSG ડ્રેસિંગ રૂમનો Video જુઓ
| Updated on: Apr 08, 2024 | 12:58 PM

લખનૌ સુપર જાયન્ટસે જ્યારે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રવિવાર રાત્રે રમાયેલી મેચ પહેલા બેટિંગ કરતા 163 રન બનાવ્યા હતા. તે દરમિયાન કોઈને આશા ન હતી કે લખનૌ આટલો નાનો સ્કોર કરવા છતાં જીત મેળવી લીધી છે, પરંતુ ગુજરાત ટાઈટન્સની ટીમ માત્ર 130 રન બનાવી આઉટ થઈ ગઈ અને પોતાનો ટાર્ગેટ 20 ઓવર પણ રમી શકી ન હતી. લખનૌની આ જીત બાદ ટીમના કેપ્ટન કે.એલ રાહુલે એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે આખી ટીમને જીતનો શ્રેય આપ્યો છે.

 

હવે તેનો આ વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રુમમાં જોવા મળી રહ્યો છે.

પ્લેઓફની નજીક જવા માટે એક ડગલું આગળ ભર્યું

LSG ટીમ આ વર્ષે ત્રીજી IPL રમી રહી છે. ટીમે વર્ષ 2022ના આઈપીએલમાં એન્ટ્રી કરી હતી. સતત 2 વર્ષ સુધી ટીમ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ ટીમ ન તો ફાઈનલમાં પહોંચી કે પછી ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. આ વખતે ટીમે પ્લેઓફની નજીક જવા માટે એક ડગલું આગળ ભર્યું છે. ખાસ વાત તો એ છે કે, ટીમે જ્યારે પણ આઈપીએલમાં 160 રનથી વધુ બનાવ્યા છે ત્યારે જીત મેળવી છે. આવું 13મી વખત થયું છે. ટીમે અત્યારસુધી આઈપીએલમાં 18 વખત પહેલા બેટિંગ કરી છે અને 15માં જીત મેળવી છે જ્યારે 2 મેચમાં તેને હાર મળી છે.

 

 

કે. એલ રાહુલે જીતનું કારણ ટીમ વર્ક જણાવ્યું

જીત બાદ કે.એલ રાહુલે પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું કે, ટોટલ ટીમ વર્ક એટલે કે, જીતનો શ્રેય એક એક ખેલાડીને નહિ પરંતુ આખી ટીમને જાય છે. આ સાથે તેમણે યશ ઠાકુર અને અન્ય ખેલાડીઓનો ફોટો પણ શેર કર્યો છે. મેચમાં યશ ઠાકુરે 5 વિકેટ લીધી હતી. આ પહેલા ટીમના માત્ર માર્ક વુડ 5 વિકેટ લધી હતી.

લખનૌની ટીમ અત્યારસુધી આ સીઝનમાં 4 મેચ રમી છે અને 3માં સફળતા મેળવી છે.આઈપીએલના પોઈન્ટ ટેબલમાં ટીમ ત્રીજા સ્થાને છે. તેની પાસે કુલ 6 અંક છે.

આ પણ વાંચો : IPL 2024: ડબલ હેડર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, મુંબઈની જીત બાદ 2 ટીમને નુકસાન થયું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો