IPL 2024 GT vs DC: ગુજરાતને ઘરઆંગણે કારમી હાર, દિલ્હીની છ વિકેટે જીત

|

Apr 17, 2024 | 10:19 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 32માં મુકાબલામાં ગુજરાત ટાઈટન્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રિષભ પંતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ગુજરાતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

IPL 2024 GT vs DC: ગુજરાતને ઘરઆંગણે કારમી હાર, દિલ્હીની છ વિકેટે જીત
GT v DC

Follow us on

IPL 2024ની 32મી મેચમાં આજે ગુજરાત ટાઈટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સિઝનની આ ચોથી મેચ છે અને અત્યાર સુધી શુભમન ગિલની કપ્તાનીમાં ગુજરાતે ઘરઆંગણે 3માંથી 2 મેચ જીતી છે. ફોર્મની વાત કરીએ તો, ગુજરાતે અત્યાર સુધીમાં 6 મેચમાં 3 જીત નોંધાવી છે અને છેલ્લી જીત રાજસ્થાન રોયલ્સ સામે મળી હતી. જ્યારે દિલ્હી કેપિટલ્સની સ્થિતિ બહુ સારી નથી અને ટીમે 6માંથી 4 મેચ હારી છે, પરંતુ છેલ્લી મેચમાં તેણે લખનૌને તેના ઘરે જ જોરદાર રીતે હરાવ્યું હતું. આનાથી રિષભ પંતની ટીમનું મનોબળ વધ્યું હશે અને તેઓ ગુજરાત માટે રસ્તો મુશ્કેલ બનાવી શકે છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Apr 2024 10:18 PM (IST)

    દિલ્હી છ વિકેટે જીત્યું

    દિલ્હીનો ગુજરાત સામે છ વિકેટે વિજય થયો

  • 17 Apr 2024 10:04 PM (IST)

    દિલ્હીને ચોથો ઝટકો લાગ્યો

    રાશિદ ખાને દિલ્હીને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે 67 રનના સ્કોર પર શાઈ હોપને આઉટ કર્યો હતો. તે 19 રન બનાવીને પરત ફર્યો હતો. હાલ પંત અને સુમિત કુમાર ક્રિઝ પર હાજર છે. ટીમને 84 બોલમાં 23 રનની જરૂર છે.


  • 17 Apr 2024 10:01 PM (IST)

    દિલ્હીની ત્રીજી વિકેટ પડી

    દિલ્હીને ત્રીજો ફટકો અભિષેક પોરેલના રૂપમાં લાગ્યો હતો. તે તેની બીજી ઓવરમાં સંદીપ વોરિયર દ્વારા બોલ્ડ થયો હતો. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા પોરેલ માત્ર 15 રન બનાવી શક્યો હતો. પાંચ ઓવર પછી ટીમનો સ્કોર 65/3 છે.

  • 17 Apr 2024 09:43 PM (IST)

    પૃથ્વી શો સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યો

    પૃથ્વી શો સાત રન બનાવીને આઉટ થયો હતો. સંદીપ વોરિયરે તેને સ્પેન્સર જોન્સનના હાથે કેચ કરાવ્યો હતો. તે માત્ર સાત રન બનાવી શક્યો હતો. શાઈ હોપ ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો છે. ટીમને જીતવા માટે 102 બોલમાં 59 રનની જરૂર છે.

  • 17 Apr 2024 09:39 PM (IST)

    દિલ્હીની પ્રથમ વિકેટ પડી

    દિલ્હી કેપિટલ્સને પહેલો ફટકો 25 રનના સ્કોર પર લાગ્યો હતો. સ્પેન્સર જોન્સને ઇનિંગની બીજી ઓવરમાં જેક ફ્રેઝર-મેકગર્કને નિશાન બનાવ્યો. તે 10 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક પોરેલ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.

  • 17 Apr 2024 09:38 PM (IST)

    દિલ્હી કેપિટલ્સનો દાવ શરૂ

    દિલ્હી કેપિટલ્સ 90 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરવા માટે તૈયાર છે. પૃથ્વી શૉ અને જેક ફ્રેઝર-મેકગર્ક ઓપનિંગમાં બેટિંગ કરવા આવ્યા છે. ઈનિંગની પહેલી ઓવર સંદીપ વોરિયરે ફેંકી હતી. આ ઓવરમાં બંને બેટ્સમેનોએ 14 રન બનાવ્યા હતા.

  • 17 Apr 2024 09:12 PM (IST)

    ગુજરાત ટાઈટન્સનો સૌથી ઓછો સ્કોર

    ગુજરાત ટાઈટન્સનો સૌથી ઓછો સ્કોર બન્યો, તમામ બેટ્સમેનોએ કર્યા નિરાશ, દિલ્હીની દમદાર બોલિંગ

  • 17 Apr 2024 09:09 PM (IST)

    ગુજરાત 89 રનમાં ઓલઆઉટ

    મુકેશ કુમારે નુર અહેમદને બોલ્ડ કરી ગુજરાતને 89 રનમાં કર્યું ઓલઆઉટ.

  • 17 Apr 2024 09:06 PM (IST)

    રાશિદ ખાન 31 રન બનાવી આઉટ

    ગુજરાત ટાઈટન્સને નવમો ઝટકો, રાશિદ ખાન 31 રન બનાવી થયો આઉટ, મુકેશ કુમારે લીધી વિકેટ

  • 17 Apr 2024 09:04 PM (IST)

    રાશિદ ખાને ફટકારી સિક્સર

    રાશિદ ખાને 17 મી ઓવરના બીજા બોલે ગુજરાત તરફથી પહેલી સિક્સર ફટકારી. 98 બોલ બાદ ગુજરાતે ફટકારી સિક્સર.

     

  • 17 Apr 2024 08:57 PM (IST)

    મોહિત શર્મા આઉટ

    ગુજરાત ટાઈટન્સને આઠમો ઝટકો, મોહિત શર્મા 2 રન બનાવી થયો આઉટ, ખલીલ અહેમદે લીધી વિકેટ

  • 17 Apr 2024 08:41 PM (IST)

    રાહુલ તેવટીયા આઉટ

    ગુજરાત ટાઈટન્સને સાતમો ઝટકો, રાહુલ તેવટીયા 10 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે લીધી વિકેટ

  • 17 Apr 2024 08:28 PM (IST)

    શાહરુખ ખાન 0 રન બનાવી આઉટ

    ગુજરાત ટાઈટન્સને છઠ્ઠો ઝટકો, શાહરુખ ખાન 0 રન બનાવી થયો આઉટ, ટ્રિસ્ટન સ્ટબ્સે લીધી વિકેટ

  • 17 Apr 2024 08:22 PM (IST)

    અભિનવ મનોહર આઉટ

    ગુજરાત ટાઈટન્સને પાંચમો ઝટકો, અભિનવ મનોહર માત્ર 8 રન બનાવી થયો આઉટ, ટ્રિસ્ટન સ્ટબ્સે લીધી વિકેટ

  • 17 Apr 2024 08:02 PM (IST)

    ડેવિડ મિલર 2 રન બનાવી આઉટ

    ગુજરાત ટાઈટન્સને ચોથો ઝટકો, ડેવિડ મિલર માત્ર ન 2 રન બનાવી થયો આઉટ, ઈશાંત શર્માએ લીધી વિકેટ

  • 17 Apr 2024 07:56 PM (IST)

    સાઈ સુદર્શન રનઆઉટ

    ગુજરાત ટાઈટન્સને ત્રીજો ઝટકો, સાઈ સુદર્શન 12 રન બનાવી થયો આઉટ, સુમિત કુમારે કર્યો રનઆઉટ

  • 17 Apr 2024 07:54 PM (IST)

    રિદ્ધિમાન સાહા માત્ર 2 રન બનાવી આઉટ

    ગુજરાત ટાઈટન્સને બીજો ઝટકો, રિદ્ધિમાન સાહા માત્ર 2 રન બનાવી થયો આઉટ, મુકેશ કુમારે લીધી વિકેટ

  • 17 Apr 2024 07:41 PM (IST)

    શુભમન ગિલ આઉટ

    ગુજરાત ટાઈટન્સને પહેલો ઝટકો, શુભમન ગિલ 8 રન બનાવી થયો આઉટ, ઈશાંત શર્માએ લીધી વિકેટ

  • 17 Apr 2024 07:11 PM (IST)

    ગુજરાતે 3 ફેરફાર કર્યા

    ગુજરાતે 3 ફેરફાર કર્યા છે, જેમાંથી 2 અનુભવી ખેલાડીઓ ઈજામાંથી પરત ફર્યા છે. રિદ્ધિમાન સાહા અને ડેવિડ મિલર ફિટ છે. ઉમેશ યાદવને પડતો મૂકવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ સંદીપ વોરિયર ડેબ્યૂ કરી રહ્યો છે.

  • 17 Apr 2024 07:11 PM (IST)

    ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ 11

    શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, સાઇ સુદર્શન, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, સ્પેન્સર જોન્સન, સંદીપ વોરિયર.

  • 17 Apr 2024 07:10 PM (IST)

    દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ 11

    રિષભ પંત (કેપ્ટન), પૃથ્વી શો, જેક ફ્રેઝર મેકગર્ક, શે હોપ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, ખલીલ અહેમદ.

  • 17 Apr 2024 07:09 PM (IST)

    વોર્નર બહાર

    વોર્નર આ મેચ માટે ફિટ નથી અને તેના સ્થાને સુમિત કુમાર દિલ્હીમાં સામેલ.

  • 17 Apr 2024 07:07 PM (IST)

    દિલ્હીએ જીત્યો ટોસ, ગુજરાત પહેલા કરશે બેટિંગ

    ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 32માં મુકાબલામાં ગુજરાત ટાઈટન્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રિષભ પંતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ગુજરાતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

Published On - 7:05 pm, Wed, 17 April 24