IPL 2024: દિલ્હી પ્લેઓફની રેસમાં યથાવત, લખનૌ 19 રનથી હાર્યું, રાજસ્થાન પ્લેઓફમાં પહોંચ્યું

|

May 14, 2024 | 11:55 PM

દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપરજાયન્ટ્સને 19 રનથી હરાવ્યું. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જીત મેળવીને દિલ્હીએ પ્લેઓફની રેસમાં પોતાની જાતને જાળવી રાખી છે. તો બીજી તરફ લખનૌની ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા હવે બરબાદ થતી જોવા મળી રહી છે.

IPL 2024: દિલ્હી પ્લેઓફની રેસમાં યથાવત, લખનૌ 19 રનથી હાર્યું, રાજસ્થાન પ્લેઓફમાં પહોંચ્યું
Delhi Capitals

Follow us on

IPL 2024ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 19 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 208 રન બનાવ્યા હતા જેના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સ માત્ર 189 રન બનાવી શકી હતી. આ જીત સાથે દિલ્હીએ ટૂર્નામેન્ટમાં પોતાની જાતને જાળવી રાખી છે, તો બીજી તરફ લખનૌની ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા હવે બરબાદ થતી જોવા મળી રહી છે. ટ્રિસ્ટન સ્ટબ્સ અને અભિષેક પોરેલ દિલ્હીની જીતના હીરો હતા. સ્ટબ્સે 25 બોલમાં અણનમ 57 રન, અભિષેક પોરેલે 58 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ઈશાંત શર્માએ બોલિંગમાં 3 વિકેટ ઝડપી હતી.

પૂરન-અરશદ ખાનની મહેનત વ્યર્થ ગઈ

લખનૌ સુપર જાયન્ટ્સના ટોચના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. ડી કોક 12 રન બનાવીને આઉટ થયો હતો, કેએલ રાહુલ 5 રન બનાવીને આઉટ થયો હતો. માર્કસ સ્ટોઇનિસે પણ 5 રન બનાવ્યા હતા અને દીપક હુડા ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ પછી નિકોલસ પુરને 27 બોલમાં 61 રન બનાવ્યા અને અરશદ ખાને 33 બોલમાં 58 રન ફટકારીને લખનૌને જીત તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ તે થઈ શક્યું નહીં.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

IPL 2024 પ્લેઓફ સમીકરણ

દિલ્હીની આ જીત સાથે સૌથી મોટો ફાયદો રાજસ્થાન રોયલ્સને મળ્યો છે. રાજસ્થાનની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. કોલકાતા બાદ પ્લેઓફમાં પહોંચનારી તે બીજી ટીમ છે. દિલ્હીની આ જીત સાથે આ ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. RCB છઠ્ઠા સ્થાને છે પરંતુ તેનો નેટ રન રેટ +0.387 છે અને દિલ્હીનો નેટ રન રેટ નેગેટિવ છે.

ત્રીજા અને ચોથા સ્થાન માટે રેસ

હવે પ્લેઓફમાં ત્રીજા અને ચોથા સ્થાન માટે જોરદાર રેસ છે. ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ બે સ્થાન માટે લડી રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદના 14 પોઈન્ટ છે અને બે મેચ બાકી છે. જો આ ટીમ એક પણ મેચ જીતશે તો તે પ્લેઓફમાં પ્રવેશ કરશે. ચેન્નાઈ અને RCB વચ્ચે 18 મેના રોજ રમાનારી મેચ ઘણી મહત્વની રહેશે. જે પણ આ મેચ જીતશે તે પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહેશે.

આ પણ વાંચો : IPL 2024: કેએલ રાહુલે આશ્ચર્યજનક કેચ પકડ્યો, સંજીવ ગોએન્કાની ખુશીની કોઈ સીમા ન રહી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:54 pm, Tue, 14 May 24

Next Article