IPL 2023: હાર્દિક પંડ્યાને ચેમ્પિયન બનાવવાનો જુસ્સો કોણે પૂર્યો, કેપ્ટનશીપ માટે કોણે સંપર્ક કર્યો? નતાશાએ કર્યા ખુલાસા!
હાર્દિક પંડ્યા ની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સ ટીમે પોતાના આઈપીએલ ડેબ્યૂ સિઝન દરમિયાન જ ચેમ્પિયન બનીને ટ્રોફી પોતાના હાથમાં ઉપાડી હતી. હાર્દિક અને ગુજરાતની ટીમ બંને માટે આ પળ જબરદસ્ત હતી.
વર્ષ 2022માં ગુજરાત ટાઇટન્સ ટીમે પોતાનુ આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું. ગત સિઝનથી આઈપીએલમાં 8 ના બદલે 10 ટીમો રમતી જોવા મળી હતી. નવી બે પૈકી એક ટીમ ગુજરાત ટાઇટન્સ હતી. ગુજરાતની ટીમે પોતાની પ્રથમ સિઝનમાં જ IPL ટ્રોફી પોતાના હાથોમાં કરી લીધી હતી. ગુજરાતની ટીમની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં કમાલ કરતાં પ્રથમ સિઝનમાં જબરજસ્ત પ્રદર્શન વડે ગુજરાત ટીમ ચેમ્પિયન બની હતી. IPL 2023 ની સિઝનમાં પણ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત સારું પ્રદર્શન કરી રહ્યુ છે.
ચેમ્પિયન બન્યા બાદ વર્તમાન સિઝનમાં હાર્દિક પંડ્યા અને તેની ટીમ પૂરો દમ લગાવતી જોવા મળી રહી છે. પંડ્યાની સફળતા પાછળ તેની પત્ની નતાશા નો પણ હાથ રહ્યો છે. આ વાતનો ખુલાસો નતાશા સ્ટેનકોવિક એ એક વેબ શો દરમિયાન કર્યો છે . તેણે હાર્દિક પંડ્યાનો જોશ વધારવાનું કાર્ય કર્યું હતું
નતાશાએ ત્યારે હાર્દિકને કહ્યુ-શ્રેષ્ઠ તક છે
એક વેબશો દરમિયાન હાર્દિક પંડ્યા ની પત્ની નતાશા સ્ટેનકોવિક એ ગુજરાત ટાઈટન્સના ડેબ્યુ સીઝનમાં ચેમ્પિયન બનાવવાની લઈ કેટલીક વાત કરી હતી. તેણે કહ્યું કે જ્યારે હાર્દિકને ગુજરાતની કેપ્ટનશીપની ઓફર કરવામાં આવી ત્યારે નતાશાએ તેને કહ્યું હતું કે તમે શું છો તે દુનિયાને બતાવવાની તેમની પાસે આ શ્રેષ્ઠ તક છે. નતાશા કહે છે કે લોકો પંડ્યાની ક્રિકેટિંગ સાઈડ જાણતા નથી. લોકો માને છે કે પંડ્યા એ વ્યક્તિ છે જે ક્રિકેટ રમે છે અને મજા કરે છે.
Some matchday motivation from Rashid bhai and the rest of the team #AavaDe | #PBKSvGT | #TATAIPL 2023 pic.twitter.com/WheBUGLAoV
— Gujarat Titans (@gujarat_titans) April 13, 2023
નેહરાએ કર્યો હતો સંપર્ક
ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની પત્નિ સ્ટેનકોવિચે કહ્યું કે લોકો નથી જાણતા કે પંડ્યા રમતને કેટલી જાણે છે. તે રમતને સંપૂર્ણપણે અલગ રીતે જાણે છે. પંડ્યાએ જણાવ્યું કે આશિષ નેહરાએ કેપ્ટનશિપના સંબંધમાં તેમનો સંપર્ક કર્યો હતો. પંડ્યાએ તેના પરિવાર સાથે પણ આ અંગે ચર્ચા કરી હતી. નવી ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશીપ કરવાની તક મળી અને પહેલી જ સિઝનમાં ટીમને ચેમ્પિયન બનાવી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…