IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સને સિઝનની શરુઆત પહેલા લાગ્યો ઝટકો, એક દિવસ અગાઉ ખેલાડી બહાર

|

Mar 30, 2023 | 7:46 PM

IPL 2023 ની શરુઆત આવતીકાલ 31 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરુ થઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના અભિયાનની શરુઆત ગુજરાત ટાઈટન્સ સામેની ટક્કર સાથે કરશે.

IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સને સિઝનની શરુઆત પહેલા લાગ્યો ઝટકો, એક દિવસ અગાઉ ખેલાડી બહાર
Mukesh Chaudhary ruled Out of IPL 2023

Follow us on

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે સાંજે IPL 2023 ની શરુઆત થવા જઈ રહી છે. સિઝનની ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી છે. જોકે સિઝનની શરુઆત પહેલા જ ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નાઈનો મહત્વનો ખેલાડી મુકેશ ચૌધરી સિઝનની શરુઆત પહેલા જ IPL 2023થી બહાર થઈ ગયો છે. શુક્રવારે ધોની સેના  હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટીમ સામે મેદાને ઉતરીને ટૂર્નામેન્ટના અભિયાનની શરુઆત અમદાવાદથી કરશે.

ગત સિઝનમાં મુકેશ ચૌધરીએ પ્રભાવિત કરનારુ પ્રદર્શન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કર્યુ હતુ. ગત સિઝનમાં દીપક ચાહર ઉપલબ્ધ નહીં રહેતા તેણે સ્ટ્રાઈક બોલરની ભૂમિકા નિભાવી હતી. ગત સિઝન દરમિયાન મુકેશ ચેન્નાઈની ટીમ સાથે જોડાયો હતો. જોકે આ સિઝનમાં તે ઈજાને લઈ બહાર થવા મજબૂર બન્યો છે.

આ પણ વાંચોઃ IPL 2023: કઈ ટીમ છે સૌથી દમદાર, કોની સામે જીત મેળવવી છે મુશ્કેલ? જાણો તમામ 10 ટીમોની શ્રેષ્ઠ Playing 11

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

IPL 2023 થી બહાર

મુકેશ ચૌધરી પીઠની સમસ્યાને લઈ પરેશાન હતો અને તેને આઈપીએલમાં રમતો જોવો પહેલાથી જ શંકાસ્પદ માનવામાં આવી રહ્યુ હતુ. જોકે હવે આખરે સિઝનની શરુઆત પહેલા જ તે હવે સિઝનથી બહાર થયાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. મુકેશ ચૌધરી ચેન્નાઈ માટે મહત્વનો બોલર હતો. ગત સિઝનમાં દીપક ચહરની ગેરહાજરીમાં તેણે ચેન્નાઈ માટે બોલિંગ વિભાગની મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેના પ્રદર્શનથી સૌ કોઈ પ્રભાવીત હતુ.

ગત સિઝનમાં મુકેશ ચૌધરીએ 16 વિકેટ હાંસલ કરી હતી. પ્રથમ સિઝનમાં જ શાનદાર પ્રદર્શન કરતા તેણે આ શિકાર ઝડપ્યા હતા. ચેન્નાઈ તરફથી ડ્ને બ્રાવોએ પણ ચેન્નાઈ માટે 16 વિકેટ ઝડપી હતી. મુકેશે 13 મેચ ગત સિઝનમાં રમી હતી, જે દરમિયાન તેણે આ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 46 રન ગુમાવીને 4 વિકેટનુ રહ્યુ હતુ. જ્યારે તેની સરેરાશ 26.50 અને ઈકોનોમી 9.31 ની રહી હતી.

આ પણ વાંચોઃ IPL 2023: નેટ્સમાં ધમાલ મચાવતી તૈયારી પછી મેદાનમાં ધોનીનો બેટિંગ અંદાજ પહેલા જેવો ફરી જોવા મળશે?

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 7:27 pm, Thu, 30 March 23

Next Article