IPL 2022: યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી ઘણી તકલીફ બાદ પહોંચી મેચ જોવા, શેર કર્યો ‘મિની વ્લોગ’

|

Apr 02, 2022 | 5:13 PM

રાજસ્થાન રોયલ્સના સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ એક વીડિયો શેર કર્યો છે. આમાં તેણે જણાવ્યું કે તે કેટલી મુશ્કેલીથી મેચ જોવા પહોંચી હતી.

IPL 2022: યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી ઘણી તકલીફ બાદ પહોંચી મેચ જોવા, શેર કર્યો મિની વ્લોગ
Yuzvendra Chahal and his wife Dhanashree Verma

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 9મી મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે રમાઈ રહી છે. તમને જણાવી દઇએ કે IPL 2022 માં રાજસ્થાન રોયલ્સે ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી. ટીમે પોતાની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 61 રનથી હરાવ્યું હતું. રાજસ્થાનની આ જીતમાં સુકાની સંજુ સેમસન અને સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે મહત્વની ભૂમિકા ભજવી હતી. ચહલે 3 વિકેટ ઝડપી હતી. ચહલની પત્ની ધનશ્રી વર્મા પણ આ મેચ જોવા આવી હતી. ચહલની પત્ની ધનશ્રી (Dhanashree Verma) એ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને જણાવ્યું કે કેટલી મહેનત પછી તે મેચ જોવા પહોંચી શકી.

તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મીની વ્લોગ શેર કર્યો છે. તેણે આ વીડિયો સાથે કેપ્શન લખ્યું, આ મારો પહેલો મિની વ્લોગ છે. શું તમને વધુ જોઈએ છે? ધનશ્રીના આ વીડિયોને માત્ર એક જ દિવસમાં 4 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જ્યારે ઘણા લોકોએ આ અંગે પ્રતિક્રિયા પણ આપી છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

 

મુંબઈ સામે રમાઈ રહેલી મેચ પહેલા રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને 61 રને હરાવ્યું હતું. આ મેચમાં ટીમે પ્રથમ બેટિંગ કરતા 210 રન બનાવ્યા હતા. આ દરમિયાન સંજુએ 27 બોલમાં 55 રન બનાવ્યા હતા. જ્યારે હેટમાયરે 13 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી. ચહલે આ મેચમાં સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી.

રાજસ્થાને યહલને 6.50 કરોડમાં ખરીદ્યો હતો

તમને જણાવી દઇએ કે IPL 2022 ના મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સ ટીમે ખરીદ્યો હતો. યુઝવેન્દ્ર ચહલ છેલ્લા 8 વર્ષથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ માટે રમી રહ્યો હતો. મેગા ઓક્સનમાં યુઝવેન્દ્ર ચહલની બેઝ પ્રાઇઝ 2 કરોડ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સ ટીમે યહલને મેગા ઓક્શનમાં 6.50 કરોડમાં ખરીદ્યો હતો.

આ પણ વાંચો : IPL 2022: રોહિત શર્માના એક નિર્ણયે સૌને ચોંકાવી દીધા, ફીટ થઈને આવેલા સ્ટાર બેટ્સમેનને જ બહાર રાખી દીધો

આ પણ વાંચો : IPL 2022: કેન વિલિયમસનના કેચ આઉટનો વિવાદ વકર્યો, સનરાઈઝર્સ હૈદરાબાદે અધિકારીક રુપે ફરિયાદ નોંધાવી

Published On - 5:13 pm, Sat, 2 April 22

Next Article