IPL 2022: ગુજરાત ટાઈટન્સનો ખેલાડી પંજાબ સામેની દમદાર ભૂમિકાથી છવાયો, માતા વોલીબોલ પ્લેયર અને પિતા એથલેટ, જાણો પુરી કહાની

|

Apr 09, 2022 | 9:43 AM

સાઈ સુદર્શન (Sai Sudharsan) TNPL 2021 માં બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા. તેણે 8 ઇનિંગ્સમાં 71.60 ની એવરેજ અને 143.77ની સ્ટ્રાઇક રેટથી 358 રન બનાવ્યા.

IPL 2022: ગુજરાત ટાઈટન્સનો ખેલાડી પંજાબ સામેની દમદાર ભૂમિકાથી છવાયો, માતા વોલીબોલ પ્લેયર અને પિતા એથલેટ, જાણો પુરી કહાની
Sai Sudharsan એ શુભમન ગિલને મહત્વનો સાથ પુરાવ્યો હતો

Follow us on

સદી ફટકારી ન હતી, પરંતુ સદીની ભાગીદારી કરી હતી. સિનિયર શુભમન ગિલ (Shubman Gill) સાથે મળીને પંજાબ કિંગ્સના બોલરોનો સામનો કર્યો. સાથ પુરાવતી મહત્વની ભૂમિકા ભજવવી સપોર્ટ રોલ નિભાવવાનુ કોને કહેવાય તે તેણે બતાવ્યુ હતુ. ગિલ રનનો વરસાદ વરસાવી રહ્યો હતો. અને સાંઈ સુદર્શન (Sai Sudharsan) બીજો છેડો પકડી રાખવા મક્કમ હતો. પરંતુ આ દરમિયાન ન તો તેણે પોતાનો સ્ટ્રાઈક રેટ ઘટવા દીધો અને ન તો બેટને શાંત રહેવા દીધું. તે પંજાબ કિંગ્સ સામે પણ બેટથી ધૂમ મચાવી રહ્યો હતો. કારણ કે જો એવું ન થયુ હોત તો તેની ચર્ચા ન થઈ હોત. હા, સાઈ સુદર્શન, જેણે આઈપીએલની પિચ પર ડેબ્યૂ કર્યું હતું. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) માટે તેની પ્રથમ મેચ રમી અને જીતની મહત્વની કડી બની. ગિલ સાથે મળીને તેણે બીજી વિકેટ માટે 101 રન જોડ્યા. આ દરમિયાન તેણે 116.66ની સ્ટ્રાઈક રેટથી 35 રન પણ બનાવ્યા, જેમાં 4 ફોર અને 1 સિક્સ સામેલ હતી.

હવે સવાલ એ છે કે શુભમન ગિલ સાથે સદીની ભાગીદારી જેણે કરી, ગુજરાત ટાઇટન્સ માટે જીતનો માર્ગ મોકળો કર્યો. આખરે એ સાંઈ સુદર્શન કોણ છે? તે ક્રિકેટ સાથે કેવી રીતે જોડાયો? તો આ પ્રશ્નનો જવાબ શોધવા માટે તમારે ફ્લેશબેકમાં જવું પડશે અને તેની બેકગ્રાઉન્ડ સ્ટોરી જાણવી પડશે.

TNPL 2021 દરમિયાન ચર્ચામાં રહ્યો

સાંઈ સુદર્શન. ઉંમર 20 વર્ષ. ડાબોડી બેટ્સમેન અને IPL 2022 ની મેગા ઓક્શનમાં, જેની કિંમત 20 લાખ રૂપિયા હતી. પરંતુ, કેટલીકવાર કિંમત કરતા ખેલાડીની રમત મોટી હોય છે. અને સાઈ સુદર્શન પાસે આ વાતને સાચી બનાવવાના તમામ ગુણો છે. તે પરિસ્થિતિને સમજે છે, પછી રમે છે, તે તેની શક્તિ છે. અને, આ શક્તિએ તેને સૌથી પહેલા ગયા વર્ષે TNPL એટલે કે તમિલનાડુ પ્રીમિયર લીગે પોતાની ઓળખ બનાવવાની તક આપી.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

સાઈ સુદર્શન TNPL 2021માં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 8 ઇનિંગ્સમાં 71.60 ની એવરેજ અને 143.77ની સ્ટ્રાઇક રેટથી 358 રન બનાવ્યા. જો તે TNPL માં ચમક્યો તો રાજ્યની ટીમ તમિલનાડુ તરફથી તેની રમવાની આશાઓ પણ વધવા લાગી જાય છે. તેણે હવે આઈપીએલ 2022 માં તેની પસંદગી અને ડેબ્યૂ સાથે આ આશાને એક નવું આકાશ આપ્યું છે.

સાઈ સુદર્શનની બેકગ્રાઉન્ડ સ્ટોરી

હવે જાણો તમિલનાડુના ધુંઆધાર સાઈ સુદર્શનનુ બેકગ્રાઉન્ડ. તેના પિતા ભારદ્વાજ એથ્લેટિક્સમાં દક્ષિણ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. માતા ઉષા ભારદ્વાજે વોલીબોલમાં તમિલનાડુનું પ્રતિનિધિત્વ કર્યું છે. અને પુત્ર પોતે પણ ક્રિકેટના પ્રેમમાં છે.

IPL 2022 સુધી પહોંચવા માટે, સાઈ સુદર્શને પ્રથમ વય જૂથ ક્રિકેટમાં સ્કોર કરવાનું શરૂ કર્યું. આ પછી તેને યશસ્વી જયસ્વાલ સાથે 2019-20ની અંડર-19 ચેલેન્જર ટ્રોફીમાં ભારત A માટે ઓપનિંગ કરવાની તક મળી. તિલક વર્મા, રવિ બિશ્નોઈ અને પ્રિયમ ગર્ગ જેવા તમામ યુવા ચહેરાઓ જેઓ આજે તે ટુર્નામેન્ટમાં આઈપીએલ રમી રહ્યા હતા તે રમ્યા હતા.

 

આ પણ વાંચો : Cheteshwar Pujara ને IPL માં ભલે મોકો ના મળ્યો હવે, 14 એપ્રિલથી ઇંગ્લેન્ડમાં દમ દેખાડશે!

આ પણ વાંચો : IPL 2022: દિનેશ કાર્તિક ટીમ ઇન્ડિયામાં પરત ફરશે કે કેમ, RCB ના સ્ટાર ખેલાડીને લઈ રવિ શાસ્ત્રીએ આપ્યુ મોટુ નિવેદન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

 

Published On - 9:32 am, Sat, 9 April 22

Next Article