IPL 2022: વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ સહિત RCB મુંબઈને કરશે સપોર્ટ, બેંગ્લોરનો ‘પેચ’ MI vs DC માં ફસાયેલો

|

May 21, 2022 | 10:21 AM

જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ને IPL 2022 ના પ્લેઓફમાં સ્થાન બનાવવું હોય, તો તેણે પ્રાર્થના કરવી પડશે કે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમ તેમની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને હરાવી દે.

IPL 2022: વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ સહિત RCB મુંબઈને કરશે સપોર્ટ, બેંગ્લોરનો પેચ MI vs DC માં ફસાયેલો
RCB માટે આજની મેચનુ પરીણામ મહત્વનુ છે

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝનમાં શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ (MI vs DC) વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને તેમના ચાહકોની નજર તેના પર રહેશે. તેનું કારણ છે પ્લેઓફની રેસ. આ લોકો માત્ર આ મેચ જ નહીં જોશે પરંતુ દિલ્હીની હાર માટે પ્રાર્થના કરશે. કારણ કે જો દિલ્હી હારે છે તો બેંગ્લોર માટે IPL 2022 પ્લેઓફનો રસ્તો સાફ થઈ જશે. અને તેથી જ બેંગ્લોરમાં મુંબઈની ટીમને બે મોટા દિગ્ગજોએ ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. આ બે ખેલાડીઓ છે વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ. દિલ્હી સામેની મેચમાં આ બંને ખેલાડીઓ મુંબઈ માટે ચીયર કરતા જોવા મળશે.

બેંગલોરને પ્લેઓફની રેસમાં રહેવા માટે ગુજરાત ટાઇટન્સને હરાવવું પડ્યું હતું, જે તેણે ગુરુવારે રાત્રે રમાયેલી મેચમાં કર્યું હતું. આ મેચમાં કોહલીએ બેટથી પોતાની જૂની સ્ટાઈલ બતાવી અને 73 રન બનાવ્યા. આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં બેંગ્લોરના 16 પોઈન્ટ થઈ ગયા છે. દિલ્હીના હાલમાં 14 પોઈન્ટ છે. ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી જો મુંબઈને હરાવશે તો તેને 16 પોઈન્ટ મળશે, પરંતુ આવી સ્થિતિમાં બેંગ્લોર પ્લેઓફમાંથી બહાર થઈ જશે કારણ કે તેનો નેટ રન રેટ બેંગ્લોર કરતા સારો છે. આથી બેંગ્લોરની ટીમ અને તેના ચાહકો દિલ્હીની હાર માટે પ્રાર્થના કરી રહ્યા છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

મુંબઈની મેચમાં કોહલી સ્ટેડિયમમાં જોવા મળી શકે છે

કોહલીએ ગુજરાત સામેની મેચ બાદ ફાફ સાથે વાતચીત કરી, જેનો વીડિયો IPL ની વેબસાઈટ અને તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કોહલી કહી રહ્યો છે કે, ટીમની જીતમાં યોગદાન આપીને હું ખુશ છું. ફાફનું યોગદાન પણ ઘણું મહત્વનું હતું. હવે અમે બે દિવસ આરામ કરીશું અને મુંબઈને સપોર્ટ કરીશું. મુંબઈ માટે અમારા બે સમર્થકો છે. માત્ર બે નહીં પરંતુ 25 સમર્થકો. તમે અમને સ્ટેડિયમમાં પણ જોઈ શકો છો.” આ દરમિયાન ફાફે મુંબઈના નારા લગાવ્યા, “મુંબઈ, મુંબઈ.”

રોહિત માટે ફાફ પ્રાર્થના કરે છે

આ સિવાય ફાફે આશા વ્યક્ત કરી છે કે દિલ્હી સામેની મેચમાં મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા ફોર્મમાં પરત ફરશે અને મોટી ઇનિંગ રમશે. મેચ બાદ ફાફે કહ્યું, “કદાચ એક કે બે ખરાબ પ્રદર્શને અમને આજે જે સ્થિતિમાં મુકી દીધા છે. પરંતુ આજની રાત અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. આગામી થોડા દિવસો માટે અમારા ડ્રેસિંગ રૂમમાં કેટલીક વાદળી ટોપીઓ દેખાતી હશે. મને ખાતરી છે કે રોહિત મોટી ઇનિંગ્સ રમશે.

Published On - 10:13 am, Sat, 21 May 22

Next Article