IPL 2022: વિજેતા ટીમ પર થશે પૈસાનો વરસાદ, જાણો કઈ ટીમને મળશે કેટલી રકમ

|

May 28, 2022 | 4:34 PM

IPL 2022 : ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે લીગની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સની ટીમ પહેલીવાર આ લીગમાં રમી રહી છે અને પહેલી જ સિઝનમાં ફાઇનલમાં પહોંચી છે. જ્યારે રાજસ્થાન 14 વર્ષ બાદ લીગની ફાઈનલમાં પહોંચી છે.

IPL 2022: વિજેતા ટીમ પર થશે પૈસાનો વરસાદ, જાણો કઈ ટીમને મળશે કેટલી રકમ
IPL 2022 Final (PC: IPLt20.com)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 તેના અંતિમ મુકામ પર પહોંચી ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાનારી ટુર્નામેન્ટની ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)નો સામનો ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) સામે થશે. ફાઈનલ મેચ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને આ મેચ માટે સ્ટેડિયમમાં 1.25 લાખથી વધુ લોકો પહોંચે તેવી અપેક્ષા છે. ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે ગુજરાતે ક્વોલિફાયર-1 મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. બંને ટીમો આ સિઝનમાં પોઈન્ટ ટેબલમાં ટોપ-2 પર છે. ગુજરાતની આ પ્રથમ IPL સિઝન છે અને તેઓ ટાઈટલથી માત્ર એક ડગલું દૂર છે.

આ સિઝનની વિજેતા ટીમને 20 કરોડ મળશે

ઈન્ડિયન પ્રીમિયર લીગની ગણતરી વિશ્વની સૌથી અમીર ટી20 લીગમાં થાય છે. એટલું જ નહીં અહીં વિજેતા ટીમને કરોડો રૂપિયા મળે છે. આ સિઝનમાં ટાઈટલ જીતનાર ટીમને 20 કરોડ રૂપિયા મળશે. 2008માં જ્યારે IPLની શરૂઆત થઈ ત્યારે વિજેતા ટીમની ઈનામની રકમ માત્ર 4.8 કરોડ રૂપિયા હતી તો ગયા વર્ષે એટલે કે વર્ષ 2021માં ટાઈટલ જીતનારી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને પણ 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

 

 

રનર્સ અપ ટીમને 13 કરોડની રકમ મળશે

IPL 2022માં રનર્સ અપ ટીમને 13 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. ક્વોલિફાયર 2ની હારનાર ટીમને 7 કરોડ રૂપિયા મળશે. જ્યારે એલિમિનેટરની હારનાર ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે. આનો અર્થ એ થયો કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આ સિઝનમાં રૂ. 7 કરોડ મળશે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને રૂ. 6.5 કરોડ મળશે.

આ સિવાય પર્પલ કેપ અને ઓરેન્જ કેપ જીતનાર ખેલાડીઓને 15-15 લાખ રૂપિયા આપવામાં આવશે તો બીજી તરફ ઉભરતા ખેલાડીને 20 લાખ રૂપિયાનું ઈનામ મળશે તો લીગ તબક્કામાં બહાર થઈ ગયેલી ટીમોને કેટલી રકમ મળશે તે વિશે કોઈ માહિતી નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમ માંથી કઈ ટીમ આ સિઝનની ટ્રોફી અને 20 કરોડનો ચેક જીતે છે.

Next Article