IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ સતત ચોથી હારથી અંદરથી ભાંગી પડ્યુ! CSK ના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે કર્યો એકરાર

|

Apr 10, 2022 | 10:23 AM

સ્ટીફન ફ્લેમિંગ (Stephen Fleming) કહે છે કે કોઈપણ મેચમાં જીતની નજીક પણ ન પહોંચવાથી અમારા મનોબળમાં ફરક પડ્યો છે. તે અમારા આત્મવિશ્વાસને ડગાવી દેવાનું કામ કર્યું છે.

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ સતત ચોથી હારથી અંદરથી ભાંગી પડ્યુ! CSK ના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે કર્યો એકરાર
Stephen Fleming એ સાચી વાત સ્વિકારતા આમ કહ્યુ

Follow us on

એક, બે, ત્રણ, ચાર… દરેક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) લાચાર. મળે છે તો બસ હાર પર હાર. તેના વિજયની આશા જ છોડી દો. આ મેચોમાં ટીમ એક વખત પણ જીતની નજીક પહોંચી શકી નથી. અને, અમે એવું માનતા નથી. બલ્કે આ વિચાર ટીમના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે (Stephen Fleming) પણ રાખ્યો છે. તેને પોતે પણ લાગવા માંડ્યું છે કે સતત હારથી ટીમનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે. તેમનું મનોબળનુ મીટર ડાઉન છે. કારણ કે જો એવું ન હોત તો ટીમનું આ પ્રદર્શન IPL ઈતિહાસમાં તેના સૌથી ખરાબ પ્રદર્શનના ટોચ પર ન ગણાય. હારનો એવો દોર છે કે IPL 2020 માં ટીમ પોઇન્ટ ટેબલમાં પણ ખૂબ પાછળ રહી ગઈ છે. ટીમે કેપ્ટન તરીકેની જવાબદારી રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને સોંપી છે અને ટીમ સિઝનમાં હજુ પ્રથમ જીતને શોધી રહી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સૌથી તાજેતરની હાર સનરાઈઝર્સ હૈદરાબાદના હાથે થઈ હતી. જો કે, આ ટીમ સામેના અગાઉના રેકોર્ડને જોતા પીળી જર્સીવાળી ટીમ જીતે તેવી અપેક્ષા હતી. પરંતુ, જીત એ જાણે સુપર કિંગ્સ ભૂલી ગયા હોય. પરિણામે, સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે, તેણે પણ 8 વિકેટ ગુમાવી દીધી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

ફ્લેમિંગના નિવેદન પરથી CSKની સ્થિતિ સમજો

હવે આ હાર બાદ ટીમના મનની સ્થિતિ તેના કોચ સ્ટીફન ફ્લેમિંગના આ નિવેદનથી સમજો. તેણે કહ્યું, “મને લાગે છે કે બધું સ્પષ્ટ છે. બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ… ત્રણેય વિભાગોમાં અમે નિષ્ફળ ગયા. આપણે દરેક ક્ષેત્રમાં કામ કરવાની જરૂર છે. કારણ કે તે અમારી હારના માર્જિન પર પણ અસર કરી રહી છે. કોઈપણ મેચમાં અમે નજીકની લડાઈમાં હાર્યા નથી. અમારી હારનું માર્જિન ઘણું મોટું રહ્યુ હતું.”

સીએસકેને સનરાઇઝર્સ સામે 8 વિકેટની હાર પહેલા પ્રથમ બે મેચમાં 6-6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ત્રીજી મેચમાં તેણે 54 રને ઘૂંટણિયે પડ્યા હતા. ફ્લેમિંગનું કહેવું છે કે કોઈપણ મેચમાં જીતની નજીક પણ ન આવવાને કારણે અમારું મનોબળ તૂટી ગયું છે. તે અમારા આત્મવિશ્વાસને હલાવવાનું કામ કર્યું છે.

સતત પરાજયથી ચિંતા વધીઃ ફ્લેમિંગ

ફ્લેમિંગે વધુમાં કહ્યું કે અત્યાર સુધી રમાયેલી ચારેય મેચ અમારા માટે ચિંતાનો વિષય છે. હું કોઈ એક મેચ વિશે વાત નહીં કરું. તેના બદલે અમે તમામ મેચોમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. જો આપણે આગળ વધવું હોય તો ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવું પડશે. તેઓએ વધુ સારું પ્રદર્શન કરવું પડશે.

આ પણ વાંચો : Sabarkantha, Arvalli: યુદ્ધને લઈ ઘઉંના ઉંચા દામ! હિંમતનગરના બજારમાં 700 રુપિયાથી વધુ ભાવ બોલાયો, ખેડૂતો ખુશ

આ પણ વાંચો : CSK vs SRH IPL Match Result: ચેન્નાઈના માથે સળંગ ચોથી હાર લખાઈ, અભિષેક શર્માની ઇનીંગે હૈદરાબાદને પ્રથમ જીત અપાવી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

 

 

Published On - 10:21 am, Sun, 10 April 22

Next Article