IPL 2022: સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર બન્યો ‘માસ્ટરશેફ’, મુંબઈ ઈન્ડિયન્સના સાથી ખેલાડીએ શેયર કરી રસોઈની તસવીર

|

May 10, 2022 | 11:50 PM

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સના (MI) ખેલાડીએ ઈન્સ્ટાગ્રામ પર તેની સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન રસોઈ બનાવતો જોવા મળે છે. ફોટોમાં જોઈ શકાય છે કે અર્જુન ચિકનને શેકી રહ્યો છે.

IPL 2022: સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર બન્યો માસ્ટરશેફ, મુંબઈ ઈન્ડિયન્સના સાથી ખેલાડીએ શેયર કરી રસોઈની તસવીર
Arjun Tendulkar (PC: TV9)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)નું પ્રદર્શન ખાસ રહ્યું નથી. પાંચ વખતની વિજેતા મુંબઈ આ સિઝનમાં પ્લે-ઓફમાંથી બહાર છે. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ઘણા ખેલાડીઓએ ખાસ પ્રદર્શન કર્યું નથી. જેના કારણે મુંબઈએ અત્યાર સુધી 11માંથી માત્ર 2 મેચ જીતી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છેલ્લા સ્થાને છે. આ દરમિયાન ટીમના ખેલાડીઓ સતત મસ્તી કરી રહ્યા છે. આ દરમિયાન અર્જુન તેંડુલકર (Arjun Tendulkar)નો એક ફોટો સામે આવ્યો છે. જેમાં તે રસોઈ બનાવતો જોવા મળી રહ્યો છે.

ધવલ કુલકર્ણીએ શેયર કર્યો ફોટો

મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી ધવન કુલકર્ણી (Dhaval Kulkarni)એ ઈન્સ્ટાગ્રામ પર તેની સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) રસોઈ બનાવતો જોવા મળી રહ્યો છે. ફોટોમાં જોઈ શકાય છે કે અર્જુન તેંડુલકર ચિકનને શેકી રહ્યો છે. ધવન કુલકર્ણીએ તેના કેપ્શનમાં લખ્યું, ‘માસ્ટરશેફ’. ડેવાલ્ડ બ્રેવિસે અર્જુન તેંડુલકર સાથે કુકિંગ પણ કર્યું છે. અર્જુન તેંડુલકરની વાત કરીએ તો તેને આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. જો કે આવી અટકળો ઘણી વખત કરવામાં આવી હતી કે અર્જુનને આ સિઝનમાં ડેબ્યુ કરવાની તક મળશે. પરંતુ તેને પ્લેઈંગ 11માં તક મળી ન હતી. જ્યારે દેવાલ્ડ કેટલીક મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહ્યો છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

દરેકનો એક જ પ્રશ્નઃ અર્જુન તેંડુલકરને પ્લેઇંગ 11 માં ક્યારે તક મળશે

હાલમાં જ મુંબઈ ઈન્ડિયન્સના કોચ મહેલા જયવર્દનેએ પણ અર્જુન તેંડુલકરના રમવા પર નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘અમારી ટીમમાં દરેક ખેલાડી એક વિકલ્પ છે. અમે જોઈશું કે શું થઈ શકે છે. અમારી પ્રાથમિકતા યોગ્ય ટીમ કોમ્બિનેશનની છે. જેથી અમે સુનિશ્ચિત કરી શકીએ કે અમે કેવી રીતે મેચ જીતીએ છીએ. અમે સિઝનની બાકીની સતત મેચો જીતવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જેથી અમે ગુમાવેલ વિશ્વાસ પાછો મેળવી શકીએ. શ્રેષ્ઠ ખેલાડીઓને પ્રથમ તક આપવાની પ્રાથમિકતા છે. જો અર્જુન તેમાંથી એક છે તો અમે તેને પણ તક આપીશું. તે બધા સંયોજન પર આધાર રાખે છે.

Next Article