IPL 2022: ‘ઋતુરાજમાં ધોનીના તમામ ગુણો છે, એક સિવાય…’ જાણો સેહવાગે ગાયકવાડના વખાણમાં શું કહ્યું

|

May 14, 2022 | 8:34 PM

IPL 2022: પૂર્વ ભારતીય દિગ્ગજ વિરેન્દ્ર સેહવાગે (Virender Sehwag) ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)ની પ્રશંસા કરી હતી. સેહવાગે કહ્યું કે જો આ યુવા ક્રિકેટર આગામી 3-4 સિઝનમાં સારો સ્કોર કરે છે તો ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીને એવો કેપ્ટન મળી શકે છે જે લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કરી શકે.

IPL 2022: ઋતુરાજમાં ધોનીના તમામ ગુણો છે, એક સિવાય... જાણો સેહવાગે ગાયકવાડના વખાણમાં શું કહ્યું
Ruturaj Gaikwad (PC: IPLt20.com)

Follow us on

ચેન્નાઈ સુપર કિંગ્સ ના (Chennai Super Kings) યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)નું પ્રદર્શન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની વર્તમાન સિઝનમાં ખાસ રહ્યું નથી. તેણે આ સિઝનમાં 12 મેચમાં 26.08ની એવરેજથી કુલ 313 રન બનાવ્યા છે. તે અત્યાર સુધી માત્ર 2 અડધી સદી ફટકારી શક્યો છે. આ દરમિયાન ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે (Virender Sehwag) કહ્યું કે ઋતુરાજમાં ચેન્નાઈનો સુકાની બનવાના તમામ ગુણો છે. તેણે કહ્યું કે જો આ યુવા ક્રિકેટર આગામી 3-4 સિઝનમાં સારો સ્કોર કરે છે તો ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીને એવો કેપ્ટન મળી શકે છે, જે લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કરી શકે.

ભારતીય ટીમના પૂર્વ ઓપનર અને વિસ્ફોટર ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના યુવા ક્રિકેટર અને ઓપનર ઋતુરાજ ગાયકવાડના જોરદાર વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)નો આગામી કેપ્ટન બની શકે છે. વિરુએ કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીની જેમ ઋતુરાજમાં પણ એક લક-ફેક્ટર (નસીબ) સિવાયના ગુણો છે.

વીરેન્દ્ર સેહવાગે ક્રિકબઝને કહ્યું કે, ‘જો રૂતુરાજ ગાયકવાડ વધુ 3-4 સિઝનમાં સારો સ્કોર કરે છે તો તે મહેન્દ્ર સિંહ ધોની પછી ચેન્નાઈ સુપર કિંગ્સ નો કેપ્ટન બની શકે છે. તે ધોની પછી લાંબા સમય સુધી કેપ્ટન બની શકે છે. ઋતુરાજમાં એમએસ ધોનીના તમામ ગુણો છે સિવાય લક ફેક્ટર.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

યુવા ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) નું છેલ્લી સિઝનમાં જોરદાર પ્રદર્શન હતું અને આ જ કારણ હતું કે ફ્રેન્ચાઈઝી એ તેને જાળવી રાખ્યો હતો. તેને ટીમે 6 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. ઋતુરાજ ગાયકવાડે IPLની છેલ્લી સિઝનમાં 16 મેચમાં કુલ 635 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગ દરમ્યાન 1 સદી અને 4 અડધી સદી પણ ફટકારી હતી.

મહત્વનું છે કે આઈપીએલની આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ (Chennai Super Kings) નું પ્રદર્શન કઈ ખાસ રહ્યું નથી. ચેન્નાઈ ટીમ આ વખતે પ્લે ઓફ માટે ક્વોલફાઈ કરવાની ચુકી ગઈ છે. ત્યારે આગામી મેચમાં ચેન્નઈ ટીમ પોતાની શાખ બચાવવા માટે અને ખાસ ઋતુરાજ ગાયકવાડ બાકીની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાના ટીકાકારોને જવાબ આપવા માટે પ્રયાસ કરશે.

Published On - 8:33 pm, Sat, 14 May 22

Next Article