IPL 2022: IPLની નવી ચેમ્પિયન ટીમ ‘ગુજરાત ટાઈટન્સ’નો અમદાવાદમાં નીકળશે વિજયરથ

|

May 30, 2022 | 3:32 PM

IPL 2022 : ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ટીમે ફાઇનલ મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને 7 વિકેટે હરાવીને ચેમ્પિયન બન્યું હતું. ફાઈનલ મેચમાં 34 રન અને 3 વિકેટ લેનાર સુકાની હાર્દિક પંડ્યા મેન ઓફ ધ મેચ બન્યો હતો.

IPL 2022: IPLની નવી ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સનો અમદાવાદમાં નીકળશે વિજયરથ
Gujarat Titans (PC: IPLt20.com)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સિઝનમાં પોતાની ડેબ્યુ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરતા ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ટીમે IPLની ટ્રોફી જીતી લીધી છે. ગુજરાત ટાઈટન્સની ટીમે ફાઈનલ મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમને 7 વિકેટે હરાવીને ચેમ્પિયન બન્યું હતું. ગુજરાત ટાઈટન્સની જીતનો હીરો સુકાની હાર્દિક પંડ્યા રહ્યો હતો. હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ફાઈનલ મેચમાં 30 બોલમાં 34 રન અને 3 વિકેટ પણ લીધી હતી. આમ તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે તે મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. મહત્વનું છે કે ગુજરાત ટાઈટન્સ લીગમાં પહેલીવાર રમી રહી હતી અને પ્લેઓફમાં પહોંચનારી ગુજરાત ટીમ પણ પહેલી જ બની હતી. ત્યારબાદ ફાઈનલ મેચમાં પણ સૌથી પહેલા પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું તો ડેબ્યુ સિઝનમાં આઈપીએલનું ટાઈટલ જીતનારી રાજસ્થાન બાદ બીજી ટીમ બની હતી.

જીત બાદ ગુજરાત ટાઈટન્સ કરશે અમદાવાદમાં રોડ શો

તમને જણાવી દઇએ કે IPL 2022માં ચેમ્પિયન બન્યા બાદ ગુજરાત ટાઈટન્સની ટીમ આજે એટલે કે 30 મે 2022 ના રોજ સાંજે 5.30 વાગ્યે રોડ શો કરશે તો આ રોડ શો દરમ્યાન ગુજરાત ટાઈટન્સ ટીમના ખેલાડીઓ ઓપન બસમાં બેસીને IPL 2022ની ટ્રોફી સાથે અમદાવાદ શહેરીજનો વચ્ચે નીકળશે અને પોતાના વિજયની ઉજવણી કરશે. આ રોડ શો દરમ્યાન  ગરબા પણ કરવામાં આવશે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

 


ગુજરાત ટાઈટન્સની ટીમ IPL 2022માં ચેમ્પિયન બન્યા બાદ આજે 30 મે 2022ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની મુલાકાત કરશે અને ત્યારબાદ પોતાના વિજયની ઉજવણી કરવા માટે રોડ શો કરવા તૈયાર થશે.

 

ફાઈનલ જીત્યા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમને મળ્યા આટલા કરોડો રૂપિયા

IPL 2022ની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સને ઈનામ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા છે. આ સિવાય ફાઈનલમાં હારેલી રનર અપ ટીમ એટલે કે રાજસ્થાન રોયલ્સને 13 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે IPL 2022માં ત્રીજા નંબરની ટીમ તરીકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફર સમાપ્ત થઈ ત્યારે તેને 7 કરોડ રૂપિયા મળ્યા હતા. તે જ સમયે, લખનૌ સુપર જાયન્ટ્સની તિજોરીમાં 6.50 કરોડ રૂપિયા આવ્યા, જે ચોથા નંબર પર હતી.

Published On - 3:13 pm, Mon, 30 May 22

Next Article