IPL 2022, RCB vs KKR: બેંગ્લોર સામે કોલકાતાના બેટ્સમેનો ઘૂંટણીયે, 128 રનના સ્કોર પર સમેટાયુ KKR, હસારંગાની 4 વિકેટ

|

Mar 30, 2022 | 9:35 PM

અજિંક્ય રહાણે થી લઇને શ્રેયસ અય્યર સહિતના બેટ્સમેનોનુ બેટ ચાલી શક્યુ નહોતુ. વાનિન્દુ હસારંગા (Wanindu Hasaranga) એ પોતાની જાળમાં એક બાદ એક કોલાકાતાના ખેલાડીઓને ફસાવ્યા હતા.

IPL 2022, RCB vs KKR: બેંગ્લોર સામે કોલકાતાના બેટ્સમેનો ઘૂંટણીયે, 128 રનના સ્કોર પર સમેટાયુ KKR, હસારંગાની 4 વિકેટ
Kolkata Knight Riders નિમ્ન સ્કોર પર જદ સમેટાઇ ગયુ હતુ

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની (IPL 2022) સિઝનની આજે છઠ્ઠી મેચ મુંબઈ ના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Royal Challengers Bangalore Vs Kolkata Knight Riders) વચ્ચેની આ મેચમાં ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ટોસ હારીને મેદાને બેટીંગ કરવા ઉતરેલી કેકેઆરની ટીમ વાનિન્દુ હસારંગા (Wanindu Hasaranga) સહિત બેંગ્લોરના બોલરો સામે ઘૂંટણીયે પડી ગઈ હતી. અને પત્તાના મહેલની માફક કેકેઆરનો બેટીંગ ઓર્ડર ધરાશાયી થઈ ગયો હતો.

આકાશદીપે કોલકાતાની મુશ્કેલીઓની શરુઆત કરી હતી. ટીમના મહત્વના ઓપનર બેટ્સમેન વેંક્ટેશ અય્યર (10) ની વિકેટ 14 રનના સ્કોર પર જ તેણે ઝડપી હતી. જોકે ત્યાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યર (13) અને અજિંક્ય રહાણે (9) એ ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંનેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પહેલા રહાણે એ 32 ના સ્કોર પર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ આવેલ નિતીશ રાણા (10) પણ ઝડપથી પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન શ્રેયસ પણ રાણા બાદ તુરત જ પેવેલિયન તરફ ચાલતો થયો હતો.

રસેલનો લડાયક પ્રયાસ

મીડલ ઓર્ડરમાં પણ આવન જાવનનો સિલસિલો જારી રહ્યો હતો, સુનિલ નરેન (12) અને સેમ બિલીંગ્સ (14) પણ ખાસ કરી શક્યા નહોતો. શેલ્ડન જેક્શનને ગોલ્ડન ડક આઉટ હસારંગાએ કર્યો હતો. તે ક્લીન બોલ્ડ થઇને પરત ફર્યો હતો. આમ કોલકાતાની મુશ્કેલીઓ વધુ ચુકી હતી. ત્યાં આંદ્રે રસેલની બેટીંગે થોડી આશા જગાવી હતી કે ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકશે, પરંતુ તે 25 રન 3 છગ્ગાની મદદ થી જોડીને વિકેટ ગુમાવી બેઠો હતો. ટીમ સાઉથી 1 રન નોંધાવીને આઉટ થયો હતો. અંતિમ વિકેટના રુપમાં ઉમેશ યાદવ અને અણનમ રહેલા વરુણ ચક્રવર્તીએ 27 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર સુધારવા પ્રયાસ કર્યો હતો.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

હસારંગા અને આકાશની ધમાલ

આકાશદીપે બેંગ્લોર માટે શરુઆત સારી કરી હતી. તેણે વેંકટેશની વિકેટ ઝડપી ઓપનીંગ જોડી તોડવામાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ નિતીશ રાણા અને ઉમેશ યાદવની વિકેટ ઝડપી હતી. આમ ઈનીંગની પ્રથમ અને અંતિમ વિકેટ ઝડપી હતી. વાનિન્દુ હસારંગાએ પોતાની જાળમાં ફસાવતી બોલીંગ કરીને 4 શિકાર ઝડપ્યા હતા. તેણે શ્રેયસ, સુનિલ, જેક્શન અને ટીમ સાઉથીની વિકેટ ઝડપીને કોલકાતાની મુશ્કેલીઓ વધારી દીધી હતી.

આ પણ વાંચોઃ PAK vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન ઘર આંગણે જ લાચાર, પ્રથમ વન ડેમાં કારમી હાર સાથે મળ્યુ મોટું નુકશાન

આ પણ વાંચોઃ  IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદને Kane Williamson ને આઉટ આપવાના નિર્ણયનો હજુય નથી ભરોસો, ટોમ મૂડીએ આશ્વર્ય વ્યક્ત કર્યુ

Published On - 9:18 pm, Wed, 30 March 22

Next Article