IPL 2022 Qualifier 2: બેંગ્લોર સામેની મેચ પહેલા શાનદાર ફોર્મમાં જોવા મળ્યો સુકાની સંજુ સેમસન, નેટ્સમાં લગાવ્યા લાંબા-લાંબા છગ્ગા

|

May 27, 2022 | 9:00 AM

IPL 2022 : બેંગ્લોર (RCB) સામે સંજુ સેમસન (Sanju Samson) કોઈપણ પ્રકારની કસર છોડવા માંગતો નથી. તેથી તેણે ક્વોલિફાયર 2 મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન ખૂબ પરસેવો પાડ્યો હતો.

IPL 2022 Qualifier 2: બેંગ્લોર સામેની મેચ પહેલા શાનદાર ફોર્મમાં જોવા મળ્યો સુકાની સંજુ સેમસન, નેટ્સમાં લગાવ્યા લાંબા-લાંબા છગ્ગા
Sanju Samson (PC: Twitter)

Follow us on

દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયા (Team India) ની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણી માટે સંજુ સેમસન (Sanju Samson) ને ટીમ ઈન્ડિયામાં તક મળી નથી. તે બાદ સંજુ સેમસન કોઈપણ પ્રકારે પસંદગીકારોને જવાબ આપવાની તક છોડવા માંગતો નથી. તેણે ગુજરાત સામે 26 બોલમાં 47 રન બનાવ્યા હતા. આ પછી તે બેંગ્લોર સામેની મેચમાં પણ પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોને જવાબ આપવા માંગશે.

પ્રેક્ટિસ સેશનમાં લગાવ્યા લાંબા-લાંબા છગ્ગા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લરો સામેની મેચમાં રાજસ્થાન ટીમના સુકાની સંજુ સેમસન (Sanju Samson) કોઈપણ પ્રકારની કસર છોડવા માંગતો નથી. આ કારણોસર તેણે ક્વોલિફાયર 2 મેચના પ્રેક્ટિસ સેશન દરમિયાન ખૂબ પરસેવો પાડ્યો હતો. આ દરમિયાન તેણે લાંબા લાંબા છગ્ગા પણ ફટકાર્યા હતા. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામેની હાર બાદ સંજુ સેમસન બેંગ્લોર સામે મોટી ઇનિંગ રમવા માંગશે. ગુજરાત સામેની મેચમાં તેને સારી શરૂઆત મળી હતી. પરંતુ તે આ શરૂઆતને મોટા સ્કોરમાં બદલી શક્યો ન હતો. આવી સ્થિતિમાં તે બેંગ્લોર સામેની મેચમાં ન માત્ર મોટી ઇનિંગ્સ રમીને રાજસ્થાનને ફાઇનલમાં પહોચાડવા માંગશે પરંતુ પસંદગીકારોને જવાબ પણ આપવા માંગશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

IPL માં સંજુ સેમસનનું પ્રદર્શન સારૂ રહ્યું છે

રાજસ્થાન રોયલ્સ ટીમના સુકાની સંજુ સેમસને આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સંજુ સેમસને આ સિઝનમાં 15 મેચમાં 30.07 ની એવરેજથી 421 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 અડધી સદી પણ ફટકારી છે. આ સિવાય તેનો સ્ટ્રાઈક રેટ 150.36 નો રહ્યો છે.

 

 

 

રાજસ્થાને 2008 માં શેન વોર્નની આગેવાની હેઠળ IPL નું ટાઇટલ જીત્યું હતું

તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સે 2008 માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. તે પછી તે ક્યારેય ફાઇનલમાં જગ્યા બનાવી શક્યું નથી. રાજસ્થાન રોયલ્સે શેન વોર્નની કેપ્ટન્સીમાં આ ખિતાબ જીત્યો હતો. દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું આ વર્ષે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમ આ વખતે આઈપીએલનો ખિતાબ જીતીને પોતાના પૂર્વ સુકાનીને શ્રદ્ધાંજલિ આપવા માંગે છે.

Next Article