IPL 2022 Points Table : રાજસ્થાને મેચ જીતી, ગુજરાતને પણ ફાયદો, લખનૌ ટીમ પર સંકટના વાદળો

|

May 16, 2022 | 9:54 AM

IPL Points Table in Gujarati : ગુજરાત ટાઇટન્સે (GT) રવિવારે પણ જીત મેળવી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સને (CSK) 7 વિકેટથી હરાવી પ્રથમ સ્થાન પર પોતાનો કબજો જાળવી રાખ્યો હતો.

IPL 2022 Points Table : રાજસ્થાને મેચ જીતી, ગુજરાતને પણ ફાયદો, લખનૌ ટીમ પર સંકટના વાદળો
Gujarat Titans and Rajasthan Royals (PC: TV9)

Follow us on

IPL 2022 માં રવિવાર 15 મે ડબલ હેડરનો દિવસ હતો અને પરિણામો એવા હતા કે ફરી એકવાર પ્લેઓફની બીજી ટીમ નક્કી થઈ શકી ન હતી. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) પહેલેથી જ પોતાનું સ્થાન બનાવી ચૂક્યું હતું. પરંતુ રવિવારે તેણે વધુ એક જીત સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. ત્યાર બાદ સાંજે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમે શાનદાર પ્રદર્શન કરતા લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ને હરાવીને ન માત્ર પોતાની સ્થિતિ મજબૂત કરી, પરંતુ ગુજરાતને પણ ફાયદો કરાવ્યો. લખનૌની હારથી ગુજરાતને પ્રથમ સ્થાનેથી કોઈ હટાવી શકશે નહીં. બીજી તરફ લખનૌને સતત બીજી હાર મળી છે. જેણે ટીમ માટે કેટલીક મુશ્કેલીઓ ઊભી કરી છે અને પ્લેઓફની રેસમાં મજબુતીથી આગળ રહ્યા બાદ ટીમ હવે બહાર થઈ શકે છે.

રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં ગુજરાતે ચેન્નાઈ સુપર કિંગ્સને ખૂબ જ સરળતાથી હરાવ્યું હતું. ગુજરાતે ચેન્નઈ ટીમને માત્ર 133 રનમાં રોકી દીધું અને પછી માત્ર 3 વિકેટ ગુમાવીને 7 વિકેટે મેચ જીતી લીધી. આ જીત સાથે ગુજરાતના 20 પોઈન્ટ્સ થઈ ગયા હતા અને હાર્દિક પંડ્યાની ટીમે ખાતરી કરી હતી કે કોઈ પણ તેને ઓછામાં ઓછા બીજા સ્થાનેથી દૂર કરી શકશે નહીં. ત્યાર બાદ મોડી રાત્રે ટીમને રાજસ્થાન તરફથી ભેટ મળી હતી. જેના કારણે ગુજરાત હવે પ્રથમ સ્થાને રહેશે તે નક્કી છે.

રાજસ્થાન ટીમે જીતથી પોતાનો અને ગુજરાતનો ફાયદો કર્યો

બીજી મેચમાં લખનઉ પાસે જીત સાથે પ્લેઓફની ટિકિટ મેળવવાની સારી તક હતી. આ ટીમ ગુજરાત સામેની છેલ્લી મેચમાં હારી ગયું હતું. આ વખતે તેને રાજસ્થાન સાથે આ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાન તરફથી મળેલા 179 રનના લક્ષ્યાંકને કેએલ રાહુલની ટીમ હાંસલ કરી શકી ન હતી અને 24 રનથી હારી ગઈ હતી. લખનૌની આ 13મી મેચ હતી અને તેમાં હારનો અર્થ એ થયો કે ટીમ માત્ર 18 પોઈન્ટ મેળવી શકશે અને આ રીતે ગુજરાતનું નંબર વનનું સ્થાન નિશ્ચિત થઈ ગયું.

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

બીજી તરફ રાજસ્થાનને આ જીતથી 2 પોઈન્ટ મળ્યા અને તે લખનૌની બરાબર 16 પોઈન્ટ થઈ ગઈ. પરંતુ તે જ સમયે રાજસ્થાનના નેટ રન રેટમાં પણ સુધારો થયો અને તેના કારણે ટીમે લખનૌથી તેનું બીજું સ્થાન છીનવી લીધું. આ પરિણામથી લખનૌને ઘણું નુકસાન થયું છે અને જો નાટકીય પરિણામો આવે તો ટીમ સારી સ્થિતિમાં હોવા છતાં પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ શકે છે.

શું લખનૌ પ્લેઓફમાં નહીં પહોંચી શકે?

લખનૌ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ પણ 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. તેમાંથી પંજાબ અને દિલ્હીમાં માત્ર એક જ અહીં પહોંચી શકશે. કારણ કે આ બંને ટીમો એકબીજા સાથે રમવાની છે. બીજી તરફ બેંગ્લોરને માત્ર 2 પોઈન્ટની જરૂર છે અને તેણે ગુજરાત સામે રમવાનું છે. જો કે બેંગ્લોરની નેટ રનરેટ ખૂબ જ ખરાબ છે. પરંતુ જો બેંગ્લોર તેની છેલ્લી મેચમાં ગુજરાત સામે મોટી જીત નોંધાવે છે અને બીજી તરફ લખનૌને છેલ્લી મેચમાં કોલકાતા સામે મોટી હાર મળે છે, તો લખનૌ, બેંગ્લોર અને દિલ્હી અથવા પંજાબના આધારે NRR પાછળ પડી શકે છે.

Next Article